આ રીતે ગણેશ ચતુર્થીના દિવસે કરો ગણેશજીની સ્થાપના, આ છે શુભ મૂહૂર્ત
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. પરંતુ શક્ય છે કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેમાં કોઈ ખાસ ઉજવણી ન કરતાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ તેની ઉજવણી કરે. આ વર્ષે ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટે ઉજવવામાં આવશે. ગણેશજી ને દરેક દેવી દેવતાઓમાં પૂજનીય માનવામાં આવે છે.આ દિવસે ભક્તો ગણેશજીને પોતાના ઘરે લાવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસ સુધી ચાલનારા અવસર બાદ અગિયારમા દિવસે તેમને વિસર્જિત કરવામાં આવે છે અને સાથે જ આવનારા વર્ષે જલ્દી આવે તેવી કામના પણ કરવામાં આવે છે.
આ છે પૌરાણિક માન્યતા
પૌરાણિક માન્યતા અનુસાર વિધ્નહર્તા શ્રી ગણેશજીનો જન્મ ભાદ્રપદની શુક્લ ચતુર્થીના દિવસે થયો હતો. આ દિવસે ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થીની ઉજવણી કરાય છે. ગણેશ જન્મોત્સવના દિવસે ગણેશજીની વિશેષ આરાધના કરાય છે જેથી તેઓ વ્યક્તિના જીવનના દરેક કષ્ટનો નાશ કરીને તેમની મનોકામના પૂરી કરી શકે.
ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા છે કે ગણેશ ચતુર્થીની પૂજા હંમેશા બપોરના સમયે કરવામાં આવે છે. કેમકે ગણેશજીનો જન્મ બપોરે થયો હતો. 22 ઓગસ્ટના દિવસે 11.06 મિનિટથી બપોરે 01.42 મિનિટની વચ્ચે ગણેશજીની પૂજા કરી શકાશે.
આ રહેશે ગણેશ ચતુર્થીનું મૂહૂર્ત
ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે એટલે કે 21 ઓગસ્ટની રાતે 11.02 મિનિટથી શરૂ થશે અને 22 ઓગસ્ટ શનિવારે સાંજે 07.57 મિનિટ સુધી રહેશે.
આ રીતે કરો ગણેશજીની સ્થાપના
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પોતાના ઘરે લાવવા સવારે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું. સ્નાન આદિ કાર્યો કર્યા બાદ ગણેશજીની પ્રતિમાને ઘરે લાવીને વિરાજમાન કરો. ધ્યાન રાખો કે આ દિવસે ચંદ્રના દર્શન વર્જિત રહે છે. કોઈ ચોકી પર આસન પાથરો અને ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરો. એક કળશમાં સોપારી મૂકો અને નવા કપડાંમાં બાંધીને રાખો. આખો પરિવાર સાથ બેસીને ગણેશજીની પૂજા કરો. દુર્વા, સિંદુર વગેરે અર્પિત કરો. ગણેશજીને લાડુ કે મમોદકનો ભોગ ધરાવો. આ પછી તેને પ્રસાદના રૂપમાં વહેંચી દો.
વિસર્જન સમયે કરો આ કામ
જ્યારે તમે ગણેશજીનું વિસર્જન કરો તે દિવસે સવારે અને સાંજે બંને સમયે તેમની પૂજા કરો. ગણેશજીની કથા વાંચો. પૂજાના અંતમાં ગણેશજીની આરતી ગાઓ. ગણેશ ચાલીસાનો પાઠ પણ અવશ્ય કરો. આમ કરવાથી ગણેશજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ રીતે ગણેશ ચતુર્થીના દિવસે કરો ગણેશજીની સ્થાપના, આ છે શુભ મૂહૂર્ત"
ટિપ્પણી પોસ્ટ કરો