સંજુબાબાને કેન્સર સામે લડવા માત્ર આ છે એક સારવાર, જે જાણીને તમે પણ કહેશો…
કેન્સર હોવાની જાણ થતાં સંજયદત્ત થયા ભાવુક! જાણો શું છે એક માત્ર ઇલાજ
બોલીવૂડના એક્ટર સંજય દત્તને ફેંફસાનું કેન્સર થયું હોવાની વિગતો સામે આવી છે. મંગળવારે રાત્રે તેમને કેન્સર થયું હોવાની વાત વાયુ વેગે પ્રસરી હતી અને તેને પગલે સંજૂબાબાના ફેન્સ પણ ઉદાસ થઈ ગયા હતા. સંજય દત્તે એક ટ્વીટ સંદેશમાં જણાવ્યું હતું કે તે મેડિકલ સારવાર માટે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યા છે અને તેઓ જલ્દીથી પરત ફરશે.
સંજય દત્તને ફેંફસાનું ફોર્થ સ્ટેજનું કેન્સર હોવાનું જણાતા તે અમેરિકા સારવાર માટે જવાના છે. જ્યારે તમને લાગી રહ્યું હોય કે જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હોય ત્યારે જ તમારી સામે એક નવો પડકાર આવીને ઊભો હોય છે. આવું જ કંઈ સંજય દત્ત સાથે પણ થયું. તે કોરોના મહામારીનો અંત આવવાની રાહ જોઈ રહ્યો હતો, જેથી ‘ભુજ’, ‘પૃથ્વીરાજ’, ‘શમશેરા’ અને ‘કેજીએફ-2’ના સેટ પર જઈ શકે, આ દરમિયાન જ તેને કેન્સર હોવાની વાત સામે આવી. સંજય દત્તને જ્યારે ખબર પડી કે તેને ચોથા સ્ટેજનું જીવલેણ કેન્સર છે તો તે એકદમ ભાંગી પડ્યો હતો.
ઓક્સિજન લેવલ ઓછું થયું: એક અહેવાલ અનુસાર, ૮ ઓગસ્ટના સંજયને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેણે ડૉક્ટર્સની સલાહ લીધી. તેને ચિંતા હતી કે ક્યાંક કોરોના તો નથી થઈ ગયોને. તેણે પોતાના ઘરે ઓક્સીમીટર પર જોયું તો તેનું ઓક્સીજન લેવલ ડાઉન થઈ ગયું હતું. સંજયને ત્યારે લીલાવતી હોસ્પિટલે બોલાવવામાં આવ્યો, જેથી કોરોના ટેસ્ટ થઈ શકે. તેણે ડૉક્ટર્સને જણાવ્યું કે, કોરોના ટેસ્ટ કરાવી લીધો છે અને તે નેગેટિવ આવ્યો છે. જોકે ડૉક્ટર્સને ચિંતા હતી કે ક્યાંક કોરોનાનું ઈન્ફેક્શન તો નથી થયું ને.
બહેન સાથે ગયો હોસ્પિટલઃ સૂત્રોએ જણાવ્યું કે, સંજય પોતાની બહેન પ્રિયા દત્ત અને એક મિત્ર સાથે હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલ તપાસમાં જાણ થઈ કે તેના જમણા ફેફસાં થકી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એક સીટી સ્કેનથી જાણ થઈ કે જમણાં ફેફસાં અમુક ફ્લૂઈડ જમા થયું છે અને બંને ફેફસાંમાં અમુક ઘા જેવું પણ જોવા મળ્યું.
સંજય કરતો રહ્યો સવાલોઃ સંજયને એવું જણાવવામાં આવ્યું કે, આ બેક્ટેરિયાનું ઈન્ફેક્શન હોઈ શકે છે, ટીબી હોઈ શકે છે, બની શકે વધુ કસરતના કારણે ઘા થયા હોય અથવા કેન્સર પણ હોઈ શકે છે. ફ્લૂઈડ કાઢવામાં આવ્યું, તે દોઢ લીટર જેટલું હતું. જે પછી તેણે ૨ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. જ્યારે સંજુને કહેવામાં આવ્યું કે, જે ફ્લૂઈડ કાઢવામાં આવ્યું છે તેને તપાસ માટે મોકલવું પડશે તો એક્ટરે ઘણા સવાલો કર્યા હતા.
આમ થઈ કેન્સરની પૃષ્ટિઃ સૂત્રોએ જણાવ્યું કે, સંજય દત્તને જણાવવામાં આવ્યું કે, PET સ્કેન કરાવવું પડશે. તેના PET સ્કેન પૂર્ણ થવા પર જ હતું કે હિસ્ટોપૈથોલોજી ડિપાર્ટમેન્ટને જાણ થઈ કે ફ્લૂઈડમાં કેન્સરના સેલ્સ છે. PET સ્કેનમાં પણ કેન્સરની પૃષ્ટિ થઈ હતી. બીમારીની જાણ થતા જ તેનું કાઉન્સેલિંગ સેશન કરવામાં આવ્યું. જે પછી તેને ઑન્કોલૉજિસ્ટ પાસે મોકલવામાં આવ્યો અને ડિટેલમાં પ્લાન ઓફ એક્શન સમજાવવામાં આવ્યો.
સૂત્રોના મતે સંજયને ચોથા સ્ટેજનું કેન્સર છે. આ સ્ટેજમાં કોઈ કાળે સર્જરી શક્યા નથી. સંજયે અનેકવાર કિમોથેરાપીના સેશન કરાવવા પડશે. એટલે કે કિમોથેરાપી જ એક માત્ર ઉપાય છે. સંજય સિંગાપોર કે અમેરિકામાં પોતાની સારવાર કરાવી શકે છે. સંજય દત્તની આગામી ફિલ્મ સડક-2 થોડા દિવસોમાં રીલિઝ થવાની છે. આ ઉપરાંત ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, કેજીએફની સીક્વલમાં તેમજ ફિલ્મ શમશેરામાં પણ દત્ત જોવા મળશે.
માન્યતાએ સંજય દત્તાના ફેન્સ અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો છે. સંજય દત્તને કેન્સર હોવાની જાણ થતા જ તેના લાખો ફેન્સે તેમને જલ્દીથી સાજા થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. માન્યતાએ નિવેદનમાં જણાવ્યું કે, હું તમારા બધાનો ધન્યવાદ માનું છું જેમણે સંજૂને જલ્દી સાજા થવાની કામના કરી છે. આ સમયને પસાર કરવા માટે સંપૂર્ણ શક્તિ અને પ્રાર્થાની જરૂર છે. પરિવાર વિતેલા વર્ષમાં પણ ઘણી મુશ્કેલીમાંથી પસાર થયો છે, પરંતુ મને વિશ્વાસ છે, આ પણ પસાર થઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સંજુબાબાને કેન્સર સામે લડવા માત્ર આ છે એક સારવાર, જે જાણીને તમે પણ કહેશો…"
ટિપ્પણી પોસ્ટ કરો