ખુશખબર : Whatsapp એ લોન્ચ કર્યું નવું ફીચર્સ, જાણો એનો ઉપયોગ કરવા માટે શું કરવાનું રહેશે..

વોટ્સઅપ લોકપ્રિય એપ છે. દુનિયાભર માં આના સેકડો યુઝર્સ છે. તેથી સમયે સમયે એક્ટીવ રહીને વોટ્સઅપ નવા નવા ફીચર્સ પણ રીલીઝ કરતુ રહે છે. વોટ્સઅપે હાલ માં જ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સઅપ પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર ઉમેરતું રહે છે. સમાચારો અનુસાર વોટ્સઅપ નવા ફીચર પર કામ કરી રહ્યું છે.

image source

અમે તમને જણાવી દઈએ કે અમુક વર્ષો પહેલા વોટ્સએપે સ્ટિકર ફીચરનું લોન્ચિંગ કર્યું હતું. જે હવે યુઝર્સનું પસંદીદા ફીચર બની ગયું છે. વોટ્સએપે તેના યુઝર્સને હવે આ અંગે એક ખુશખબર આપી છે. વોટ્સઅપ પર ચેટિંગ કરવાની મજા હવે બમણી થવાની છે. પોતાની વાતોને એક્સપ્રેસ કરવા માટે હવે તમારી પાસે હજારો ઇમોજી ઉપલબ્ધ હશે.

image source

વોટ્સઅપે તમને ચેટિંગને વધુ રસપ્રદ બનાવવા માટે તાજેતરમાં ઘણા નવા ઇમોજી (Emoji) ઉમેર્યા છે. વોટ્સઅપ ની કંપનીએ જણાવ્યું કે વોટ્સએપમાં હવે બે નવા સ્ટિકર પેક જોડાયા છે. WABetaInfo એ આ અંગે ટ્વીટ કરી માહિતી આપી છે. વોટ્સએપે એન્ડ્રોઇડ અને IoS માટે બે સ્ટિકર પેક ‘YaYa’ અને ‘Hacker Girl’ નું લોન્ચિંગ કર્યું છે. જેને યુઝર્સ આજથી ઉપયોગ કરી શકશે.

image source

વોટ્સએપના આ નવા સ્ટિકર્સનો ઉપયોગ કરવા માટે

  • સૌથી પહેલા યુઝર્સે વોટ્સએપની કોઈ ચેટ ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ ઇમોજી આયકન પર ટેપ કરવાનું રહેશે. ત્યાં યુઝર્સને Emoji, GIF અને Sticker ના બટન મળશે. તેમાંથી Sticker પર ક્લિક કરવું.
  • એ પછી જમણી બાજુમાં આપેલા ‘+’ સાઇન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ નવા સ્ટિકર્સ પેક સૌથી ઉપર જોવા મળશે.

અમે તમને જાણવી દઈએ કે વોટ્સએપે તાજેતરમાં એન્ડ્રોઇડ અને IoS યુઝર્સ માટે Animated Sticker નું પણ લોન્ચિંગ કર્યું છે. યુઝર્સને એપના સ્ટિકર સ્ટોર પાસે જ એનિમેટેડ સ્ટિકર્સ સ્ટોરનો ઓપ્શન મળશે., જ્યાંથી ડાઉનલોડ કરી લેવા. જેથી ચેટીંગ કરવાની મજા બમણી આવશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ખુશખબર : Whatsapp એ લોન્ચ કર્યું નવું ફીચર્સ, જાણો એનો ઉપયોગ કરવા માટે શું કરવાનું રહેશે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel