કોઝિકોડ પ્લેન દુર્ઘટનાથી બોલીવૂડ દુઃખી, અમિતાભથી માંડીને અક્ષય કુમાર સુધીના સેલેબ્સે વ્યક્ત કર્યો શોક

કોઝિકોડ પ્લેન દુર્ઘટનાથી બોલીવૂડ દુઃખી – અમિતાભથી માંડીને અક્ષય કુમાર સુધીના સેલેબ્સે વ્યક્ત કર્યો શોક

શુક્રવારની રાત્રે કેરળના કોઝિકોડમાં એક અત્યંત કરુણ વિમાન દુર્ઘટના બની ગઈ જેમાં. પ્લેનના પાઇલટ ઉપરાંત 18 મુસાફરોના મૃત્યુ થયા છે. જ્યારે 127 મુસાફરો ઘાયલ થઈ ગયા છે અને ઘાયલ થયેલાઓમાં 15 લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. આ દુર્ઘટનાથી આખાએ દેશમાં ઉદાસીની લહેર પ્રવર્તિ ઉઠી હતી. અને લોકો સોશિયલ મિડિયા પર મૃતકોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. જેમાંથી બોલીવૂડ સેબેલ્સ પણ બાકાત નથી.

image source

બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અજય દેવગણ તેમજ અક્ષય કુમાર સહિત ઘણા બધા સેલેબ્રીટીએ આ દુર્ઘટના પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલી આપી છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દેશમાં બનતી મહત્ત્વની ઘટનાઓ પર તેઓ તુરંત જ રીએક્ટ કરવા માટે જાણીતા છે. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ કમનસીબ અકસ્માત પર શોક વ્યક્ત કરતા લખ્યુ હતું, ‘અત્યંત ભયંકર અકસ્માત… એર ઇન્ડિયા એરક્રાફ્ટ કેરાલા, કોઝીકોડે એરપોર્ટ પર ક્રેશ થયું, વિમાન ભારે વરસાદ વચ્ચે લેન્ડીંગ વખતે રનવે પરથી સરકી ગયું. પ્લેનમાં સવાર લોકો માટે પ્રાર્થના.’

બોલીવૂડના બાદશાહ ગણાતા શાહરુખ ખાને પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે, ‘એર ઇન્ડિયા ફ્લાઇટમાંના ક્રૂ મેમ્બર્સ તેમજ મુસાફરો માટે માહું હૃદય કાંપી ઉઠ્યું છે. મૃતકોના કુટુંબીજનોને મારી ઉંડી લાગણી, અને પ્રાર્થના.’

અજય દેવગને પણ આ ગોઝારી ઘટના પર પોતાનો શોક વ્યક્ત કરલા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, ‘એરઇન્ડિયા ફ્લાઇટ ટ્રેજેડી વિષે જાણીને હતપ્રભ થઈ ગયો છું. ફ્લાઇટ પરના બધા જ પેસેન્જર્સ તેમજ ક્રૂ મેમ્બર્સ સાથે મારી પ્રાર્થના છે અને મૃતકોના કુટુંબીજનો માટે હું ઉંડી સંવેદના વ્યક્ત કરું છું.’

જ્યારે ખીલાડી કુમાર અક્ષય કુમારે પણ આ દુર્ઘટનાને લઈને પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું છે, ‘અત્યંત ખરાબ સમાચાર ! પ્લેન પરના બધઆ જ મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમને મારી ઉંડી સંવેદના.’ તમને જણાવી દેઈએ હાલ અક્ષય કુમાર પોતાના આખા પરિવાર સાથે સ્કોટલેન્ડ રવાના થયો છે જ્યાં તે પોતાની આગામી ફિલ્મનું શુટિંગ કરશે.

અનુપમ ખેરે પણ આ કરુણ દુર્ઘટના પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે, ‘કોઝીકોડ ખાતે થયેલા એરઇન્ડિયા પ્લેન ક્રેશ વિષે જાણીને ખૂબ દુઃખ થયું છે. મૃતકોના પ્રિયજનો સાથે મારી ઉંડી સંવેદના છે. ઘવાયેલાઓ માટે પ્રાર્થના કરી રહ્યો છું. 2020ના વર્ષને અરજ કરું છું કે તેના દીવસો ટુંકાય અને આ વર્ષનો જલદી અંત આવે. હજું વધારે કેટલી તારાજી સર્જશે ? પ્લિઝ હવે બસ કર !’

બોલીવૂડની પીઢ અભિનેત્રી અને સોશિયલ એક્ટિવિસ્ટ શબાના આઝમીએ પણ આ અકસ્માત પર પોતાનો શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું, ‘કોઝીકોડ એરઇન્ડિયા ક્રેશ, અત્યંત કરુણ જે કુટુંબીજનોએ પોતાની વ્યક્તિ ગુમાવી છે તેમના માટે મારી હૃદયપુર્ણ સંવેદના. અને ઘવાયેલા લોકો જલદી સાજા થાય તેવી પ્રાર્થના.’

તો રણદીપ હૂડાએ પણ ટ્વીટર પર પોતાનો શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ હતું, ‘ કોઝીકોડ ખાતેના એરઇન્ડિયાના એરક્રાફ્ટ ક્રેશના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. પ્લેનમાં સવાર મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સ માટે પ્રાર્થના કરી રહ્યો છું.’

બોલીવૂડ અભિનેત્રી દિશા પાટનીએ પણ આ પ્લેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે,તેણીએ લખ્યું છે, ‘એર ઇન્ડિયા એરક્રાફ્ટના ક્રેશ લેન્ડિંગના સમાચાર જાણીને ખૂબ જ આઘાત લાગ્યો છે. બધા જ મુસાફરો, પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સ માટે માટે પ્રાર્થના, અત્યંત ભયંકર વર્ષ છે આ.’

સંજય દત્તે પણ આ કરુણ દુર્ઘટના પર પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. ‘એર ઇન્ડિયા ફ્લાઇટ ટ્રેજેડી વિષે જાણીને ખૂબ જ દુઃખ થયું છે. દરેક ઘવાયેલી વ્યક્તિઓ માટે પ્રાર્થના કરી રહ્યો છું કે તેઓ જલદી સાજા થાય. મારા વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવાજનો સાથે છે.’

આ ઉપરાંત બોલીવૂડના બીજા ઘણા બધા સેલેબ્સે આ પ્લેન દુર્ઘટના પર પોતાનો શોક વ્યક્ત કર્યો છે જેમાં. નિમ્રત કૌર, અદિતિ રાઓ હૈદરી વિગેરેનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોઝિકોડ પ્લેન દુર્ઘટનાથી બોલીવૂડ દુઃખી, અમિતાભથી માંડીને અક્ષય કુમાર સુધીના સેલેબ્સે વ્યક્ત કર્યો શોક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel