કોરોનાના સંક્રમણથી બચવા માટે આ ૫ વસ્તુઓ રાખવી સાફ, નહીતો વધુ રહે છે જોખમ

ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે. તેનાં મુખ્ય બે લક્ષણો છે તાવ તથા સતત ખાંસી થવી.

image source

એવામાં WHOએ લોકોને સાફ-સફાઈ સંબંધી કેટલાક નિયમો જણાવ્યા છે. જે બાદ દરેક વ્યક્તિ વારંવાર હાથ ધોવા, સફાઈ રાખવી જેવા નિયમોનું પાલન કરી રહ્યો છે.  આ સંક્રમણથી કેવી રીતે બચવું તેના માટે તમારે અહીં જણાવેલી 5 વસ્તુઓ પણ સાફ રાખવી જોઈએ. તો ચાલો જાણી લઈએ એ પાંચ વસ્તુ વિશે…

image source

કાંડા ઘડિયાળ અને પર્સ

દરેક લોકો બહાર જાય એટલે હાથમાં ઘડિયાળ અને પર્સ લઇ જાય છે. એ લોકો પર્સ અને વૉચની સરખી સફાઈ કરતા નથી. આ વસ્તુઓને તમે રોજ અડવાથી બની શકે કે, આ વસ્તુઓ સંક્રમણના સંપર્કમાં આવી હોય. જેથી આ વસ્તુઓને રોજ સાફ કરવી જરૂરી છે. તેને તમે એક ભીના કપડાંથી સાફ કરી શકો છો. તેના માટે એન્ટીસેપ્ટિક લિક્વિડના પાણીમાં કપડું પલાળીને તેનાથી લૂછી શકો છો.

image source

બેગ અને મોબાઈલ

આજકાલ દરેક લોકો પાસે મોબાઈલ હોય છે જેને આપણે જ્યાં જઈએ ત્યાં સાથે લઈને ફરતા હોઈએ છીએ. અને ગમે ત્યાં મૂકી દેતા હોય છે. તમારી આ આદતથી બેગ અને મોબાઈલ સંક્રમણની ચપેટમાં આવી શકે છે. જેથી તેને બહારથી ઘરે આવો ત્યારે તરત જ સાફ કરો. તેના માટે એન્ટીસેપ્ટિક લિક્વિડવાળા પાણીમાં કપડું નિચોવીને તેનાથી લૂછી લો. ત્યારબાદ તેને તડકામાં સૂકાવા દો.

image source

ચશ્મા અને હેલ્મેટ

ચશ્મા અને હેલ્મેટ ઘરેથી બહાર નીકળતી વખતે ઘણા લોકો પહેરતા હોય છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે આ બંનેને રોજ સાફ કરવું જરૂરી છે. તમે સેનિટાઈઝરથી પણ સાફ કરી શકો છો.

image source

ઘરેણા

કોરોના સંક્રમણ ઘરેણાંથી ફેલાતું નથી, પરંતુ વારંવાર ઘરેણાંને હાથ લગાવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. જેથી નિયમિત તમારા ઘરેણાંને સાફ કરતાં રહો અને બીજાના ઘરેણાં પણ પહેરવા નહીં.

image source

બ્રેસલેટની સફાઈ

ઘણા લોકો દરરોજ બ્રેસલેટ પહેરતા હોય છે, તેનાથી પણ સંક્રમણનો ખતરો રહેલો છે. જેથી તેની સફાઈ કરવાનું પણ ભૂલવું નહીં. તેના માટે બ્રેસલેટ પર સેનિટાઈઝર છાંટી દો અને થોડીવાર તેને તડકામાં મૂકી દો.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "કોરોનાના સંક્રમણથી બચવા માટે આ ૫ વસ્તુઓ રાખવી સાફ, નહીતો વધુ રહે છે જોખમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel