જો તમે પણ એલ્યુમીનીયમ ફોઈલમાં ખાવાનું પેક કરો છો તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે સ્વાસ્થ્ય ખરાબ

આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છે છે. એના માટે એ પોતાના ખોરાકને ખુબજ ધ્યાનથી રાખે છે. ધ્યાનથી રાખવા અને એને કીટાણુંઓથી બચાવવા માટે આજકાલ દરેક એલ્યુમિનીયમ ફોઈલનો ઉપયોગ કરી રહ્યા છે. સ્કુલ જતું બાળક હોય કે ઓફીસ જતો કોઈ મોટો વ્યક્તિ હોય, આજકાલ બધા માટે ખોરાક એલ્યુમીનીયમ ફોઈલમાં જ પેક કરવામાં આવે છે. એ દેખાવમાં પણ સુંદર લાગે છે.

પહેલા લોકો ખાવાનું સામાન્ય પેપરમાં લપેટતા હતા


પહેલા લોકો ખાવાનું સામાન્ય પેપરમાં લપેટતા હતા. આજના સમયમાં ફક્ત કેટલાક લોકોને મુકીને બધા જ એલ્યુમીનીયમ ફોઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે. લોકોને એવું લાગે છે કે એમાં ખાનું રાખવાથી સુરક્ષિત રહે છે. જયારે એવું કાઈ નહિ, એ સુરક્ષાની જગ્યાએ ઘણા રોગ આપી દે છે. આજે અમે તમને અલ્યુમિનીયમ ફોઈલનો ઉપયોગ કરવાથી થતા નુકસાન વિષે જણાવવા જઈ રહ્યા છે.

એલ્યુમીનીયમ ફોઈલના ઉપયોગથી થતા નુકસાન

  • સ્કુલ જતા બાળકોને એમની માં એલ્યુમીનીયમ ફોઈલમાં ખાવાનું લપેટીને આપે છે. એ ખુબ જ હાનીકારક હોય છે, એનો નાનામાં નાનો ટુકડો પણ જો ભૂલમાં બાળકના મોં માં ચાલ્યો જાય તો તકલીફ થઇ જાય છે અને એ કેન્સરની ચપેટમાં આવી જાય છે.
  • ક્યારેય પણ વધારે ગરમ ખાવાનું એલ્યુમીનીયમ ફોઈલમાં પેક ના કરવું જોઈએ. એવું કરવાથી એ ઓગળવા લાગે છે અને એના હાનીકારક તત્વ ખાવામાં ભળી જાય છે. એનાથી વ્યક્તિને અલ્જાઈમરની બીમારી પણ થઇ શકે છે.
  • એમાં ભૂલમાં પણ વધારે મસાલેદાર અને ખાટી વસ્તુઓ ના રાખવી જોઈએ. આ રીતના ખાદ્ય પદાર્થ એલ્યુમીનીયમ ફોઈલને ખતમ કરી દે છે. એ કારણે ખાવામાં બેક્ટેરિયા સરળતાથી પ્રવેશ કરી જાય છે.
  • વધેલા ખાવાને એલ્યુમીનીયમ ફોઈલમાં રાખવું હાનીકારક હોઈ શકે છે.
  • એલ્યુમીનીયમ ફોઈલનો ઉપયોગ ઓવનમાં ખાવાનું પકાવતી વખતે ના કરવું જોઈએ.
  • ફક્ત એટલું જ નહિ, ઘરમાં ઉપયોગ થતા એલ્યુમિનિયમ વાસણ પણ નુકસાનદાયક હોય છે. એટલે એલ્યુમિનીયમના વાસણમાં ખાવાનું ના બનાવવું જોઈએ. એમાં સતત ખાવાનું પક્વવાથી કીડની અને હાડકાની સમસ્યા થઇ શકે છે.

0 Response to "જો તમે પણ એલ્યુમીનીયમ ફોઈલમાં ખાવાનું પેક કરો છો તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે સ્વાસ્થ્ય ખરાબ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel