કરંટ લાગે તો તરત જ કરો આ ઉપાય અને રાખો ખાસ સાવધાની, બચશે વ્યક્તિનો જીવ
વરસાદમાં જ નહીં પણ દિવાલો પર ભેજ રહેવાના કારણે કે ડેમેજ વાયરિંગના કારણે પણ કરંટ લાગવાની સંભાવના વધે છે. ડોક્ટર્સના કહેવા પ્રમાણે જો કરંટ લાગવાના કારણે હાર્ટબીટ રોકાઇ જાય તો પીડિતને કાર્ડિયોપલમોનરી રિસસિટેશન (CPR)ની મદદથી 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે. તેમાં પીડિતના હાર્ટને દર મિનિટે 100 વાર દબાવવામાં આવે છે અને મોઢાથી શ્વાસ આપવામાં આવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કરંટ લાગે તો તેમાંથી બચવાની કેટલીક ટિપ્સ.
કરંટ લાગે તો શું કરવું?
એમ્યુલન્સ આવે ત્યાં સુધી બેહોશ વ્યક્તિને મોઢાથી શ્વાસ આપો. તેની છાતી પર એક ફૂટનું અંતર રાખીને પ્રેશરથી દબાણ આપો. જેથી તેના હાર્ટબીટ્સ ચાલુ રહે.
ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધા સૂતા હોય અને પગને થોડા ઉપર ઉઠાવેલા હોય.
જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.
તરત પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માટે લાકડું/ પ્લાસ્ટિકની કોઇ ચીજની મદદ લો.
વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇ પણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવો.
વિક્ટિમને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કંઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો.
કરંટ લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે કે લકવાગ્રસ્ત થઇ જાય છે. આ માટે વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.
આ વાતોનું ધ્યાન રાખો
બે પિનના સોકેટને બદલે થ્રી પિન સોકેટ યૂઝ કરો. તેમાં અર્થિંગ મળે છે, તો કરંટ લાગવાનો ડર રહેતો નથી.
થ્રી પિન પ્લગ પણ ચેક કરો. ધ્યાન રાખો કે ત્રણેય તાર જોડાયેલા હોય અને કોઇ પણ પિન ખરાબ ન હોય.
વીજળીનું કોઇ પણ કામ કરતી સમયે રબરના ચંપલ પહેરો.
જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સના તાર ઘસાઇ ગયા હોય કે ખરાબ હોય તેને ઉપયોગ પહેલાં રિપેર કરાવી લો.
કોઇ પણ ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો. ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.
ઘરના દરેક સોકેટ્સ કવર હોવા જોઇએ.
ઇલેક્ટ્રિક અપ્લાયન્સમાં લખેલા દિશા નિર્દેશોનું પાલન કરો.
ઇલેક્ટ્રિક અપ્લાયન્સ નળની પાસે ન રાખો.
જ્યાં કરંટ આવી રહ્યો છે ત્યાં ગ્લવ્સ પહેરીને તેને અનપ્લગ કરો, ખુલ્લા વાયરોથી દૂર રહો.
પ્લગના દરેક જોઇન્ટ પોઇન્ટ પર ઇલેક્ટ્રિક ટેપ લગાવો, સેલોટેપ નહીં.
ગીઝરના પાણીને યૂઝ કરતાં પહેલાં ગીઝર બંધ કરો.
ઇલેક્ટ્રિક અપ્લાયન્સ રબરની મેટ કે રબરના વ્હીલ વાળા સ્ટેન્ડ પર રાખો.
અર્થિંગની તપાસ દર છ મહિને કરાવતા રહો.
બાથરૂમમાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સનો ઉપયોગ ન કરો.
ખરાબ સીઝન/વીજળી ચમકે ત્યારે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ ઓન ન કરો.
દિવાલોમાં ભેજ છે તો ત્યાંના સ્વિચ બોર્ડમાં કરંટ આવી શકે છે. માટે અલર્ટ રહો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કરંટ લાગે તો તરત જ કરો આ ઉપાય અને રાખો ખાસ સાવધાની, બચશે વ્યક્તિનો જીવ"
ટિપ્પણી પોસ્ટ કરો