ખાંડવી – ફરસાણની દુકાને મળતી ખાંડવી હવે બનશે તમારા રસોડે બનાવો આ સરળ રીતે.

સામગ્રી

  • – 1 કપ બેસન
  • – 1/2 કિલો દહીં
  • – 2 કપ પાણી
  • – મીઠું સ્વાદ મુજબ
  • – 1/2 ચમચી હળદર
  • – ચપટી ભર હીંગ
  • – 1/2 ચમચી તેલ
  • – 3 ચમચી રઈ

રીત

1. એક મધ્યમ આકારનો વાટકો લો અને તેમાં દહીં નાંખો. સારીરીતે દહીંને હલાવી દો અને એક પેસ્ટ જેવું બનાવી દો.

2. હવે તેમાં હળદર અને હીંગ પણ નાંખી દો અને સ્વાદ મુજબ મીઠું નાંખી દો.

3. તે પછી તેમાં બેસન નાંખો.

4. સતત હલાવતા રહો કે જેથી એક સ્મૂધ જેવું પેસ્ટ બની તૈયાર થઈ જાય અને તમામ સામગ્રીઓ પરસ્પર સારી રીતે ભળી જાય.

5. કઢાઈ ગરમ કરો અને આંચ મધ્યમ જ રાખો.

6. તૈયાર મિશ્રણને આ કઢાઈમાં નાંખો અને સતત હલાવતા રહો.

7. તેને હલાવવું ખૂબ જરૂરી છે, નહિંતર તેમાં ગાંઠો પડી શકે છે કે જે ડિશને બેકાર કરી શકે છે.

8. જ્યારે આ મિશ્રણ એક ગાઢું પેસ્ટ બનીને તૈયાર થઈ જાય, તો ગૅસ બંધ કરી દો.

9. હવે આ મિશ્રણને સતત હલાવો અને ઠંડું થવા દો.

10. એક થાળીમાં હળવુંક તેલ નાંખો અને આ મિશ્રણને તેમાં રેડી દો.

11. મિશ્રણને સારી રીતે ફેલાવી દો અને 5 મિનિટ બાદ તેમે લાંબી અને પાતળી પટ્ટીમાં કાપી લો.

12. આ પટ્ટીને રોલ કરતા કાઢી લો. એવું કરતા ખૂબ સાવચેતી વર્તવાની જરૂર હોય છે.

13. હવે તેમને એક પ્લેટમાં મૂકી લો.

14. એક પૅનમાં તેલ ગરમ કરો, રઈ અને કરી પત્તા ભભરાવી દો(Optional) અને તેમાં ખાંડવી પર સ્પ્રેડ કરી દો.

નોંધ :

. કોથમીર ઝીણી સમારેલી જ નાંખો.

. વધુ વાર સુધી કુક ન કરો. પેસ્ટને બહુ ગાઢું ન થવા દો.

.કુકિંગ દરમિયાન સમયનું ધ્યાન રાખો અને ડિશને પૂર્ણ ઍટેંશન આપો, નહિંતર તે બગડી શકે છે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "ખાંડવી – ફરસાણની દુકાને મળતી ખાંડવી હવે બનશે તમારા રસોડે બનાવો આ સરળ રીતે."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel