શૌચક્રિયા પહેલા કરી લો ફક્ત આ સરળ કામ, પેટ થઇ જશે એકદમ ખાલી…
આજકાલની બદલાતી જીવનશૈલી અને આજની ખોટી ખાણીપીણી ના લીધે મોટાભાગના લોકોને પેટની સમસ્યા હોય છે. આજનો ખોરાક એટલો દૂષિત થઈ ગયો છે કે મોટાભાગના લોકો સવારે પેટ સાફ ન રાખવાની સમસ્યાથી પરેશાન રહે છે. સવારે પેટ સાફ ન થવાને કારણે શરીરમાં બીજી ઘણી ગંભીર બીમારીઓ શરૂ થવા લાગે છે.
image source
જે લોકોના પેટ સવારે સાફ ન થાય, તેમને ગેસ, અપચો અને પાચતંત્ર યોગ્ય રીતે કામ ન કરવાથી સમસ્યા રહે છે. એટલા માટે શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે યોગ્ય રીતે પેટ સાફ કરવું જરૂરી છે. આજે અમે તમને સવારે યોગ્ય રીતે પેટ સાફ કરવા માટેની એક સરળ ઘરેલું નુસખા વિશે જણાવીશું. જો સવારે પેટ સાફ ન થતું હોય તો, શૌચ પહેલાં આ સરળ કાર્ય કરો, પેટ એકદમ ખાલી થઈ જશે.
image source
આ ઈલાજ માટે તમારે તમારા કોણીના ઉપર ના ભાગ ને જલ્દી જલ્દી 10 થી 15 વાર દબાવવાનો રહેશે. જયારે તમે આ પોઈન્ટ બે દબાવસો ત્યારે તમને થોડો થોડો દુખાવો થશે. પણ આ દુખાવો તમે સહન કરી શકશો. આ વિધિ દ્વારા તમારું પેટ બરાબર સાફ થઇ જશે તમારું પાચન મજબુત બનશે માટે જે ખોરાક તમે રેગ્યુલર ખાઓ છો તે સરળતા થી પચી જશે. આપણું ભોજન બરાબર રીતે પછી જાય એટલે આપણને ગેસ અને કબજિયાત જેવી બીમારીઓ થી મુક્તી મળશે.
image source
જે લોકોના પેટ સવારે યોગ્ય રીતે સાફ થતા ન હોય તો એમણે, શૌચાલય માં જતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. એનાથી તરત જ પેટ સંપૂર્ણપણે સાફ થઇ જશે અને પેટ સંબંધિત રોગો જેવા કે ગેસ, કબજિયાત અને એસિડિટી પણ દૂર થઇ જશે.
image source
જે લોકો સવારે પેટ યોગ્ય રીતે સાફ નથી કરતા, તેઓએ ઉનાળાની ઋતુ માં વધારે માં વધારે માત્રામાં દહીં અને છાશનું સેવન કરવું જોઈએ. એનાથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. ખોરાક સારી રીતે પચી જાય છે અને સવારે શૌચ દરમિયાન, પેટ સારી રીતે સાફ થઈ જાય છે. સાફ પેટને કારણે પેટને લગતી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "શૌચક્રિયા પહેલા કરી લો ફક્ત આ સરળ કામ, પેટ થઇ જશે એકદમ ખાલી…"
ટિપ્પણી પોસ્ટ કરો