સ્વીટ બુંદી – પ્રસાદમાં પણ લઇ શકો અને પ્રસાદ વગર પણ ઘરે બનાવીને મજા…
સ્વીટ બુંદી …..
સ્વીટ બુંદી એ ખૂબજ પોપ્યુલર ભારતીય સ્વીટ છે. બુંદીનું નામ સાંભળતાની સાથે જ મોમાં પાણી આવી જતું હોય છે. તહેવારોમાં કે જમણમાં બેસનમાંથી સ્વીટ બુંદી કે તેમાંથી બનાવેલા લાડુ પીરસવામાં આવે છે. આ ઉપરાંત પ્રસાદ માટે વધારે પ્રમાણમાં બનાવવામાં આવતી સ્વીટ બુંદી લોકોને ખૂબજ પ્રિય છે. સ્વીટ બુંદીમાં કલર ઉમેરીને કલરફુલ પણ બનાવવામાં આવતી હોય છે. તેમાં એલચી, રોઝ કે કેવડા કે ક્યારેક લવીંગની પણ ફ્લેવર ઉમેરવામાં આવે છે.
બુંદી બનાવવા માટે નાના કાણાવાળા જારા કે ખમણીનો ઉપયોગ કરવામાં આવે છે. બુંદીને સ્વીટ બનાવવા માટે સુગર સિરપમાં 1-2 કલાક ડીપ કરી રાખવામાં આવતી હોય છે. સુગર વગરની બુંદીમાંથી રાયતુ બનાવવામાં આવે છે અને એજ સાદી બુંદીમાં સોલ્ટ સાથેના મસાલા અને તળેલા શિંગદાણા અને બેસનની નાયલોન સેવ વગેરે મિક્ષ કરીને તેમાંથી બુંદી નમકીન બનાવવામાં આવે છે. એકદમ બારીક બુંદી બનાવીને તેમાંથી મોતીચુરના લાડુ બનાવવામાં આવે છે, એ પણ બધાને ખૂબજ ભાવતા હોય છે.
આપ સૌ માટે અહીં હું માત્ર માઉથવોટરીંગ સ્વીટ બુંદીની જ રેસિપિ આપી રહી છું.
મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખૂઅબ જ સ્વાદીષ્ટ લાગશે.
સ્વીટ બુંદી બનાવવા માટેની સામગ્રી :
- 1 કપ બેસન ( મેં અહીં રેડી બેસન લીધો છે )
- ½ કપ +2 ટેબલ સ્પુન પાણી (ત્યારબાદ જરુર પડે તો જ 1 ટેબલસ્પુન પાણી વધારે મિક્ષ કરવું)
- પિંચ બેકિંગ સોડા
- બુંદી ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ
સુગર સિરપ માટેની સામગ્રી :
- 1 કપ સુગર
- ¾ કપ પાણી
- 1 ટી સ્પુન એલચી પાવડર
- 7-8 તાંતણા કેશર અથવા યલો ફુડ કલર જરુર મુજબ
- 2 ટેબલ સ્પુન ઘી – સુગર સિરપમાં ઉમેરવા માટે
ગાર્નિશિંગ માટે :
- કાજુ –પિસ્તાના સ્લિવર્સ, રોઝ પેટલ્સ
સ્વીટ બુંદી બનાવવા માટેની સામગ્રી :
સૌ પ્રથમ એક બાઉલમાં 1 કપ બેસન અને પિંચ બેકિંગ સોડા લઈને મિક્ષ કરી ચાળી લ્યો. ત્યારબાદ ચાળેલા મિશ્રણને ફરીથી બરાબર મિક્ષ કરી લ્યો, જેથી તેમાં ઉમેરેલ બેકિંગ પાવડર બરાબર મિક્ષ થઈ જાય.
હવે બુંદી બનાવવા માટેનું બેટર બનાવવા માટે તેમાં પ્રથમ ½ કપ પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ હેંડ બીટર કે ચમચા વડે મિક્ષ કરતા જવું. ત્યારબાદ 2 ટેબલ સ્પુન પાણી ઉમેરી બેટરને બરાબર ફીણી લેવું. ( બધાનો બેસન અલગ અલગ હોવાથી પાણી જરુર મુજબ ઉમેરવું).
બુંદી માટેના બેટરની ફ્લોઈંગ કંસિસ્ટંસી અને લમ્પ્સ ફ્રી બનાવવું . જરુર પડે તો જ બાકીનું પાણી ઉમેરવું. ત્યારબાદ બનેલા બેટરને 2-3 મિનિટ સ્પીડમાં ફીણો.
બેટરનો કલર ચેંજ થઈને થોડું લાઈટ કલરનું, ફ્લફી અને સ્મુધ ટેક્સચરવાળુ લાગે ત્યાં સુધી ફીણી લેવું.
આવા બેટરથી બુંદી સરસ રાઉંડ બનશે. બેટરને ચેક કરવા માટે એક બાઉલને અર્ધુ પાણીથી ભરો. તેમાં ફીણેલા બેટરના 2-3 ટીપા પાડો. જો પાડેલા ટીપા પાણીમાં ઉપર આવી તરવા લાગે તો બેટર બરાબર ફ્લફી થયુ છે. બુંદી પાડવા માટે ઓકે છે. એ પ્રમાણે ના થાય તો બેટરને થોડું વધારે ફીણી સેટ કરો.
ત્યારબાદ બેટરને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
10 મિનિટ બાદ ફરીથી એકવાર ફીણી લ્યો. જરુર પડે તો જ પાણી ઉમેરો.
બુંદી પાડવા માટે મેં અહીં ખમણીનો ઉપયોગ કર્યો છે. તમે જારો વાપરી શકો છો.
હવે બુંદીને ડીપ ફ્રાય કરવા માટે પેનમાં ઓઇલ કે ઘી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.
બરાબર ગરમ થાય એટલે ખમણી ઓઇલના પેનથી 4 -5 ઇંચ ઉંચે પકડી રાખી, તેમાં 1 મોટો ચમચો બેટર ઉમેરો.
ખમણીમાંથી તેની મેળે જ બુંદી ઓઇલ કે ઘીમાં પડવા દ્યો. (બેટર પુરું થાય ત્યાં સુધી ખમણી હલાવવી નહીં અથવા તેમાં ચમચો પણ ફેરવવો નહી, તેમ કરવાથી બુંદી રાઉંડ નહી બને).
હવે ફ્રાય થઈ રહેલી બુંદી બરાબર ક્રંચી થઇ જાય ત્યાં સુધી ફેરવતા રહી કૂક કરો. ત્યારબાદ નિતારીને પ્લેટમાં ટ્રાંસફર કરો.
આ રીતે થોડી થોડી બુંદી પાડીને વારફરતી બધી બુંદી ડીપ ફ્રાય કરી લ્યો.
એકવાર બુંદી પાડ્યા પછી આગળનું બેટર ખમણી કે જારાની બન્ને બાજુ બરાબર સાફ કરી લ્યો. તેમા કરવાથી દરેક વખતે સરસ રાઉંડ બુંદી પડશે.
સુગર સિરપ બનાવવા માટેની રીત :
એક પેન લઈ તેમાં 1 કપ સુગર અને ¾ કપ પાણી ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. હલાવતા રહી સુગર મેલ્ટ કરો.
સ્વીટ બુંદી બનાવવા માટે તારવાળું સુગર સિરપ બનાવવું નહી. માત્ર થોડું સ્ટીકી સુગર સિરપ બનાવવું.
ઉકળીને થોડું સ્ટીકી બને એટલે સુગર સિરપમાં 1 ટી સ્પુન એલચી પાવડર પાવડર અને 7-8 તાંતણા કેશર અથવા યલો ફુડ કલર જરુર મુજબ ઉમેરી હલાવીને મિક્ષ કરી લ્યો.
હવે ફ્લૈમ બંધ કરી દ્યો.
ઓઇલમાં બુંદી ફ્રાય કરી હોય તો સુગર સિરપમાં 2 ટેબલ સ્પુન ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો. જેથી બુંદી બની ગયા પછી તેમાં ઘીની સરસ અરોમા આવશે.
સુગર સિરપમાંથી વરાળ નીકળી જઈ થોડી જ ઠંડી પડે એટલે ગરમ હોય ત્યાં જ તેમાં બુંદી ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 થી 2 કલાક માટે ઢાંકીને રાખો.
થોડી થોડી વારે બુંદીને હલાવી હલકા હાથે સ્પુનથી ઉપર નીચે કરવી, જેથી બધી બુંદીમાં સુગર સિરપ એકસરખું અબ્સોર્બ થાય અને બધી બુંદી સરસ સ્વીટ બને.
2 કલાક પછી ફરીથી બધી બુંદી હલાવી, ઉપર-નીચે કરી લ્યો.
ખૂબજ સ્વાદિષ્ટ, રસયુક્ત સ્વીટ બુંદી સર્વ કરવા માટે રેડી છે. એક બાઉલમાં સ્વીટ બુંદી સર્વ કરી કાજુ –પિસ્તાના સ્લિવર્સ, રોઝ પેટલ્સ તેના પર સ્પ્રિંકલ કરી સર્વ કરો અથવા પ્રસાદમાં ધરાવો. પ્રસંગો કે તહેવારોમાં સ્વીટ બુંદી ચોક્કસથી તમે પણ બનાવજો.
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "સ્વીટ બુંદી – પ્રસાદમાં પણ લઇ શકો અને પ્રસાદ વગર પણ ઘરે બનાવીને મજા…"
ટિપ્પણી પોસ્ટ કરો