દેસાઈ વડા – અનાવિલ બ્રાહ્મણ મિત્રોના ઘરે અવારનવાર બનતી આ પ્રખ્યાત વાનગી…
દેસાઈ વડા
આ વડા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવામાં આવે છે.
સામગ્રી :
- – 1 કપ ઘઉં નો લોટ(૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ)
- – 1 કપ જુવારનો લોટ (૨૫૦ ગ્રામ જુવાર)
- – 1 કપ છાસ
- – 1/2 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
- – મીઠું સ્વાદાનુસ
- – 1/2 ચમચી સોડા બાય કાર્બ
- – 1 ચમચી હળદર
- – તેલ તળવા માટે
- – 2 ચમચી તલ
- – 2 ચમચી શૂકા ધાણા
- – 1 ચમચી હિંગ
- – લાલ મરચુ ,ધાણા જીરું
- – ગોળ
પ્રોસેસ :::
– પહેલા ૧ વાટકા માં ઘઉં,જુવારનો લોટ મિક્સ કરો. છાસ નાખો.લોટ બાંધી લેવો.અથવા થોડું પાણી ગરમ કરવા મૂકો.
લોટ માં થોડું બે ચમચી જેટલું મોણ મૂકો. દહીં નાખો. અને ખીરુ તૈયાર કરી ઢાંકણ ઢાંકી ૬ થી ૭ કલાક સુધી આથો આવવા દો. આખી રાત અથો આવવા માટે મૂકી દેવું.સવારે મસાલો કરવો ..
– તેમાં આદુ મરચાની પેસ્ટ,હળદળ,મીઠું સ્વાદાનુસાર ગરમ તેલ નાખી થોડો ઢીલો કરી લેવું. ગરમ તેલ કરો ,હવે આ લોટ માં બધો મસાલો 2 ચમચી તલ,2 ચમચી શૂકા ધાણા,1 ચમચી હિંગ, લાલ મરચુ ,ધાણા જીરું,જરાક ગોળ, નાખી બરાબર મિક્સ કરો. એક કઢાઈ મા તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી જેટલું તેલ અને ૧ ચમચી ખાવાનો સોડા નાખી બરાબર હલાવી દો.
– હવે ગરમ તેલ માં ગેસ ધીમો કરી નાના નાના ગોળ વડા મૂકો ૮ થી ૧૦ વડા સાથે મૂકવા. હવે ગેસ ફાસ્ટ કરી વડા તળી લેવા. આ વડા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી પોચા સરસ લાગે છે. ગરમ પણ અને ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે.
નોંધ :
– 100 ગ્રામ ચણા નીદાળ, ૫૦ ગ્રામ ચોખા,૫૦ ગ્રામ અડદ ની દાળ,૨ ચમચી મેથી ના દાણા
– ઘઉં, જુવાર ચણાની દાળ, અડદ ની દાળ ચોખા,મેથી આ બધાને એક કઢાઈ માં અલગ અલગ સેકી લેવાનું. ત્યાર બાદ મેથી અને અડદ દાળ સિવાય નું બધું મિક્સ કરી ઘંટી માં દળાવી લેવું. હવે આ લોટ ને એક તપેલી માં લેવો. એમાં હિંગ ધાણા. તલ. ઉમેરો મેથી અને અડદ ની દાળ ને મિક્સર જારમાં જરાક ગગરું એવું દળી ને લોટ માં મિક્સ કરી લો.આ રીતે ઘરે પણ લોટ દડી શકો છો …
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "દેસાઈ વડા – અનાવિલ બ્રાહ્મણ મિત્રોના ઘરે અવારનવાર બનતી આ પ્રખ્યાત વાનગી…"
ટિપ્પણી પોસ્ટ કરો