બાજરીના વડા – સવારે નાસ્તામાં ચા સાથે કે પછી સાંજે મીઠું ઉમેરેલ દહીં સાથે ખુબ મોજ આવે છે…
બાજરી ના વડા
દોસ્તો કેમ છો! મજામાં ને, જ્યારે ઘરમાં કઈ જ ના હોય અને ગરમ ગરમ નાસ્તો બનાવી આપવાનું બાળકો કહે? તો આપને વિચારીશું કે શું બનાવીશું?
બાજરી નો લોટ તો આપના બધા ની ઘરે હોય જ તો બાજરી ના લોટ માંથી આપને થેપલા,મુઠીયા,વડા, રોટલા બનાવીએ છે.
જ્યારે હું નાની હતી તો મારી મમ્મી બાજરી ના વડા બનાવતી હતી અને એ મને બહુ જ ભાવે અને હું બાજરી ના વડા ને બાજરી ની પૂરી કહેતી હતી.અને મને એ મારી મમ્મી ના હાથ ની બહુ જ ભાવે.
તો આજે આપણે બાજરી ના લોટ ના વડા બનાવીશું.જે ગરમ ચા ,કોફી કે દૂધ જોડે નાસ્તા માં સરસ લાગે છે.અને જો સાંજે નાસ્તા માં બનાવ્યા હોય તો દહી જોડે પણ મસ્ત લાગે છે.
સામગ્રી
- ૧ બાઉલ બાજરી નો લોટ
- ૧ બાઉલ કણકિકોરમાં નો લોટ
- ૧ બાઉલ દહી
- ૨ ચમચી ગોળ
- ૫ લીલા મરચા
- ૮ થી ૧૦ લસણ ની કણી
- ૧ ઇંચ આદું નો ટુકડો
- મીઠું સ્વાદાનુસાર
- તેલ તળવા માટે
- ૧ ચમચી હળદર
રીત
સૌ પ્રથમ એક બાઉલ માં બાજરી નો અને કનકી કોરમાં નો લોટ લઈ તેમાં પાંચ ચમચી તેલ એડ કરો..
ત્યારબાદ તેમાં આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ કરી એડ કરવું ગોળ ને દહી મા ઓગાંળી લેવો.
લોટ માં સ્વાદાનુસાર મીઠું , હળદર અને દહી નાખી લોટ બાંધી લેવો. લોટ માં જરૂર પડે તો જ પાણી લેવું.
હવે હાથ ને તેલ થી ગ્રીસ કરી બને હાથ થી બાજરી ના વડા ને થેપી લો.
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.
તેલ ગરમ થાય એટલે વડા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા.
હવે વડા ને દહી જોડે સર્વ કરો.
નોધ
અત્યારે પઋષણ ચાલે છે તો તમે આદુ લસણ અને લીલા મરચા નો ઉપયોગ ના કરી લાલ મરચા નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "બાજરીના વડા – સવારે નાસ્તામાં ચા સાથે કે પછી સાંજે મીઠું ઉમેરેલ દહીં સાથે ખુબ મોજ આવે છે…"
ટિપ્પણી પોસ્ટ કરો