આ છે બોલિવુડના એ કલાકારો જે ડ્રગ્સ કે નશાની આદતના કારણે રિહેબીલીટેશન સેન્ટર જઈ ચુક્યા છે
આ છે બોલિવુડના એ કલાકારો જે ડ્રગ્સ કે નશાની આદતના કારણે રિહેબીલીટેશન સેન્ટર જઈ ચુક્યા છે
ફરદીન ખાન.
ફરદીન ખાન મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે પકડાઈ ગયા હતા. પોતાના ઢળતા ફિલ્મી કરિયરના ગ્રાફના કારણે એ કોકેનના વ્યસની થઈ ચૂક્યા હતા. એમને રિહેબ સેન્ટર મોકલવામાં આવ્યા જેથી એમની આ લત છૂટી શકે. ફરદીનની માનસિક હાલતનો અંદાજો એમની અનફિટ બોડી પરથી પણ લગાવી શકાય છે.
યો યો હની સિંગ.
યો યો હની સિંગ ફક્ત પોતાના ગીતમાં જ નશાની વાત નથી કરતા પણ એ પોતે પણ બહુ મોટા નશાબાજ છે.પોતાની સફળતાને એ પચાવી ન શક્યા એટલે દારૂ અને ડ્રગ્સના વ્યસની થઈ ગયા હતા. વચ્ચે એ થોડો સમય જાણે ખબરોથી ગાયબ થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે એ રિહેબ જઈને પોતાની લતથી છુટકારો મેળવવામાં લાગ્યા હતા અને ઘણી હદ સુધી સફળ પણ રહ્યા.
સંજય દત્ત.
સંજય દત્ત હંમેશા ચર્ચામાં રહે છે. બધાને ખબર છે એ ડ્રગ એડીક્ટેડ હતા. એ પછી મુંબઈ બ્લાસ્ટમાં એમની ભૂમિકાના કારણે સજા કાપીને આવ્યા જ હતા કે હાલમાં જ પોતાના લંગ કેન્સરના કારણે ફરી ચર્ચામાં આવ્યા. સંજય દત્તે જાતે જ આ વાત જણાવી હતી કે જે સમયે એમની માતા નરગીસનું નિધન થયું હતું ત્યારે એ ડ્રગ્સ લેવામાં બીઝી હતા. સંજયને કોકેન અને હેરોઇનની લત હતી અને એ ટેક્સાસના રિહેબમાં બે વર્ષ સુધી રહ્યા હતા.
શ્વેતા પ્રસાદ.
શ્વેતા પ્રસાદ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ મકડીમાં પોતાની અલગ જ છાપ છોડી હતી અને એમને ચારેબાજુ ઓળખ અને વાહવાહી મળી. એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો મકડી ફિલ્મ માટે પણ એ પછી એમને કામ ન મળવાને કારણે ડ્રગ્સ અને દારૂની લત લાગી ગઈ હતી.અને આર્થિક તંગીના કારણે સેક્સ રેકેટમાં પણ પકડાઈ હતી અને સરકારે એમને રિહેબ મોકલી દીધી હતી જ્યાંથી એ રિકવર થઈને પરત આવી ગઈ હતી.
કપિલ શર્મા
કપિલ શર્મા પણ પોતાની દારૂની લતના કારણે પોતાનું કરિયર ખરાબ કરવા જઈ રહ્યા હતા. દારૂના નશામાં એ પોતાના મિત્રો સાથે પણ પંગો લેતા હતા. શૂટિંગ માટે મોટા સ્ટારને કલાકો રાહ જોવડાવતા હતા. એમનો શો પણ બંધ થઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે પોતાની આ લતથી છુટકારો મેળવવા માટે કપિલ રિહેબ જઈ ચુક્યા છે અને હવે એમનો શો પણ સારો ચાલી રહ્યો છે.
પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બર આમ તો સ્મિતા પાટીલ અને રાજ બબ્બર જેવા સ્ટાર્સનો દીકરો છે પણ પોતાના કરીયરથી વધુ નશાની લતને મહત્વ આપ્યું. કહેવામાં આવે છે કે ના ફક્ત દારૂ પણ ડ્રગ્સની લતને દૂર કરવા માટે એ રિહેબ જઈ ચુક્યા છે.
આ પણ છે જેને ડ્રગ્સની લત છે પણ લોકોને ખબર નથી આ લત વિશે.
ગૌરી ખાન
કિંગ ખાનની પત્ની ગૌરી ખાનને મેરીજૂઆનાની લત છે અને એ નશો કર્યા વગર રહી પણ નથી શકતી. એમને બર્લિન એરપોર્ટ પર મેરિજુઆના સાથે પકડવામાં પણ આવી હતી અને કલાકો સુધી પૂછપરછ કર્યા પછી જ્યારે ગૌરીએ એમને સમજાવી દિડું કે એ પોતાના અંગત સેવન માટે કેરી કરી રહી હતી ત્યારે એમને છોડવામાં આવ્યા.
સુઝેન ખાન.
સુઝેન ખાન અને ઋત્વિક રોશનના સંબંધ તૂટવાનું એક સત્ય એ પણ છે કે સુઝેન કોકેનની વ્યસની છે અને આ આદત અર્જુન રામપાલને પણ છે.
પ્રીતિ ઝિન્ટા.
પ્રીતિ ઝિન્ટા પણ કોકેનની વ્યસની માનવામાં આવે છે. આ ડિમ્પલ બ્યુટીના શોખથી તો બધા જાણકાર છે જ પણ આ લત વિશે લોકોને ખબર નથી.
રણબીર કપૂર.
રણબીર કપૂરના દારૂના નશાની આદત બધાને ખબર છે પણ એમને જાતે પણ બધાની સામે સ્વીકાર્યું છે કે સ્કૂલના દિવસોથી જ એ ડ્રગ્સ ટ્રાઇ કરી ચુક્યા છે અને ફિલ્મ રોકસ્ટાર દરમિયાન પોતાના રોલને જીવંત બનાવવા માટે એમને ફરી એની મજા માણી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ છે બોલિવુડના એ કલાકારો જે ડ્રગ્સ કે નશાની આદતના કારણે રિહેબીલીટેશન સેન્ટર જઈ ચુક્યા છે"
ટિપ્પણી પોસ્ટ કરો