ધર્મ પ્રશ્ન : વ્રત તૂટી જાય તો શું કરવું જોઈએ, અને પૂજાનો દીવો ઓલવાઈ જાય તો શું કરવું? જરૂર જાણો

લગભગ બધા ઘરો માં ભગવાન ની પૂજા અર્ચના કરવામાં આવે છે, લોકો પોતાના ઘર માં ભગવાન નું એક સ્થાન જરૂર બનાવે છે, જેમાં સવાર-સાંજ પરિવાર ના સદસ્ય પૂજા પાઠ કરે છે અને પોતાના ઘર પરિવાર ની સુખ શાંતિ ની પ્રાર્થના કરે છે પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે દરરોજ પૂજા પાઠ કરવા છતાં પણ વ્યક્તિ ની મનોકામનાઓ અધુરી રહી જાય છે.  તો ક્યારેક દીવો ઓલવાઈ જતો હોય છે. વ્રત તૂટી જવું જેવી સમસ્યા થતી હોય.

image source

ક્યારેક તમે લોકો એ આ વાત પર ધ્યાન આપ્યું છે કે એવું કેમ થાય છે? પૂજા પાઠ ના દરમિયાન વ્યક્તિ ને બહુ બધી વાતો નું ધ્યાન રાખવું જરૂરી હોય છે આ નાની નાની વાતો તમારા જીવન માં પરેશાનીઓ નું કારણ બને છે જેના કારણે પૂજા પાઠ કરવા છતાં પણ તમને તેનું પરિણામ નથી મળી શકતું. તો આજે અમે તમને એના વિશે જણાવીશું કે જો આવી કોઈ પરેશાની થાય તો એનો ઉકેલ શું છે એના વિશે.. તો ચાલો જાણી લઈએ..

image source

ઉપવાસ તૂટી જાય તો શું કરવું?

જો કોઈ પણ વ્રત તૂટી જાય છે, તો તે વ્રત સાથે સબંધિત તિથિ અથવા વાર પર વ્રત રાખીને, દેવી કે દેવતા ની ઉપાસના કરવાથી તેમની ભૂલ માટે માફી માંગવી જોઈએ અને તેમને દાન આપવું જોઈએ.

image source

મનોકામના અધૂરી રહી જાય તો શું કરવું?

મનોકામના અધુરી રહી જાય તો જે પણ દેવી દેવતાઓ ની જે મનોકામના હોય એના કોઈ સ્થાનીય મંદિર માં જઈને તમારી મનોકામના બોલવામાં આવેલી હોય એના માટે કોઈ સવા ગણો સામન ચડાવીને એના માટે તમારી ભૂલ માટે માફી માંગવી જોઈએ.

image source

મંદિરમાંથી મળેલા ફૂલો ક્યાં સુધી તમારી પાસે રાખવા?

મંદિર માંથી મળેલા ફૂલો ને 24 કલાક સુધી તમારી સાથે રાખવા. આ ફૂલો પછી પાણીમાં પ્રવાહિત કરી દેવા, કારણ કે થોડા સમય પછી તેમની અસર નકારાત્મક થઇ જાય છે.

image source

પૂજામાં દીવો બુઝાય જાય તો શું કરવું?

જો પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવેલો દીવો બુઝાઇ જાય તો તેને ખરાબ શુકન માનવામાં આવે છે, પરંતુ જ્યારે આવું થાય છે, ત્યારે તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કર્યા પછી ફરીથી દીવો પ્રગટાવવો જોઈએ. આ કરવાથી અનિષ્ઠ થતું નથી.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ધર્મ પ્રશ્ન : વ્રત તૂટી જાય તો શું કરવું જોઈએ, અને પૂજાનો દીવો ઓલવાઈ જાય તો શું કરવું? જરૂર જાણો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel