ભગવાન વિષ્ણુ અનુસાર, કેવી રીતે થશે કળિયુગનો અંત અને એનું ગુઢ રહસ્ય..

ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે. હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે. ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે.  ભગવાન વિષ્ણુના સંસાર ચલાવનાર અને દુનિયાના રક્ષક માનવામાં આવે છે. આખી દુનિયાને ચલાવવાની જવાબદારી ભગવાન ભોળાનાથે તેમના માથે નાંખી હતી. આ પાછળનું તથ્ય એવું છે કે, વિષ્ણુજીની પાસે સુંદરતા પણ છે અને તીવ્ર બુદ્ધિ પણ છે.

image source

વિષ્ણુજીએ ભગવદ્દ ગીતાના અમુક ભાગમાં જણાવ્યું હતું કે કળિયુગની શરૂઆત કેવી રીતે થશે અને કેવી રીતે તેનો અંત પણ થશે? બીજી બાજુ દરેક ધાર્મિક ગ્રંથોમાં અલગ અલગ રીતે જણાવવામાં આવ્યું છે કે, આ કળિયુગી દુનિયાનો એક દિવસ સર્વનાશ તો થશે જ, પરંતુ દરેક ગ્રંથમાં અલગ અલગ તારણ બતાવવામાં આવ્યું છે. હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી વાતો લખેલી છે જેને ભગવાન વિષ્ણુએ જણાવી છે.

image source

સ્ત્રીના વાળથી થશે કળિયુગની શરૂઆત

ભગવાન વિષ્ણુએ જણાવ્યું હતું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા મહિલાઓના વાળથી થશે. મહિલાઓના વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે, પરંતુ કળીયુગમાં તેની વિપરીત અસર જોવા મળશે, એટલે કે દરેક મહિલાઓ તેમના વાળ કાપવાની શરૂ કરી દેશે. એટલું જ નહીં, લોકો એમના વાળને રંગવાનું ચાલું કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. દરેક તેમના પ્રાકૃતિક રંગને કલર કરવાનું શરૂ કરશે, કળિયુગમાં કોઈ પણ વાળ કાળા અને લાંબા જોવા મળશે નહિ.

image source

પુત્ર ઉપાડશે પિતા પર હાથ

વિષ્ણુએ જણાવ્યું કે, કળિયુગમાં જે દિવસે છોકરાઓ તેમના પિતાની ઉપર હાથ ઉપાડશે, ત્યારે સમજી લેવું કે કળિયુગનો નાશ થવાનો સમય નજીક આવી ગયો છે. એટલું જ નહીં, કળિયુગના અંત સમયે દરેક ઘરમાં કંકાશ થશે, કોઈ પણ એકબીજા સાથે હળીમળીને નહિ રહે અને લોકો પોતાના જ ઘરમાં પરિવારના લોકોને મારશે.

સત્ય અસત્યમાં ફેરવાઈ જશે

કળિયુગમાં કોઈ પણ એક બીજાને સાચું નહિ બોલે, ન પતિ પત્ની ને અને ન તો બાળકો એમના માતા પિતાને. દરેક લોકો ફક્ત ખોટું જ બોલતા હશે અને હકીકતની આંખ પર પટ્ટી બંધાઈ જશે.

image source

લગ્ન સમાધાન બની જશે

વિષ્ણુજીએ કળિયુગના અંત વિશે ખાસ વાત તે જણાવી છે કે, કળિયુગમાં લગ્ન ફક્ત એક કરાર બનીને રહી જશે. પતિ પત્નીની ઈજ્જત નહિ કરે અને ન તો પત્ની પતિની ઈજ્જત કરશે, લગ્ન જેવા પવિત્ર બંધન પણ અપવિત્ર થઇ જશે. કોઈ પણ વ્યક્તિનું લગ્નજીવન સારી રીતે નહિ ચાલી શકે.

વિષ્ણુજી અનુસાર હું, શિવ અને બ્રહ્મા એક થઇ જશે અને પછી તે ત્રણેય મળીને આ યુગનો અંત કરી દેશે, કારણકે એમણે જ આ સૃષ્ટિને બનાવી છે અને તેઓ જ સાથે મળીને નષ્ટ કરશે. ત્યારબાદ એક પવિત્ર યુગની શરૂઆત થશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ભગવાન વિષ્ણુ અનુસાર, કેવી રીતે થશે કળિયુગનો અંત અને એનું ગુઢ રહસ્ય.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel