‘તારક મહેતા…’ના નવા ‘અંજલી ભાભી’ની આ સુપર હોટ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો ઓહહહ!

ટીવી અભિનેત્રી સુનેના ફોજદાર આજકાલ ઘણી ચર્ચામાં છે અને એટલું જ નહીં ગૂગલ ટ્રેંડમાં આ અભિનેત્રીનું નામ પણ સામેલ છે. વાત જાણે એમ છે કે એવી ખબર આવી રહી છે કે સુનેના ટીવી જગતના ટોપ કોમેડી કાર્યક્રમમાંથી એક તારક મહેતા કા ઉલટા ચશ્મામાં એન્ટ્રી લેવા જઈ રહી છે. રિપોર્ટસનું માનીએ તો આ અભિનેત્રી શોમાં અગાઉ અંજલી ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી નેહા મહેતાને રિપ્લેસ કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે. કે અભિનેત્રીએ સિરિયલનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

image source

આ ખબર પછી સુનેના ફોજદાર સતત ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર પણ સતત આ એક્ટ્રેસ વિશે વાતો થઈ રહી છે. ઘણા યુઝર્સે તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં એન્ટ્રીને લઈને મિમ્સ પણ શેર કરવાનું શરૂ કરી દીધું છે. એવામાં અમે તમને જણાવી દઈએ કે સુનેના ફોજદાર કોણ છે અને એમનું ટીવી સિરિયલ્સમાં કરિયર કેવું રહ્યું છે. સાથે સાથે તમે એમની લાઇફસ્ટાઇલ અને ફોટા પરથી અંદાજો લગાવી લો કે જો એ શોમાં એન્ટ્રી કરે છે ગો અંજલી મહેતાના પાત્રમાં કેટકી ફિટ બેસશે.

સુનેના ફોજદાર ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રીમાંથી એક છે, જેમને એક્ટિંગના દમ પર ઘણી જ સફળતા મેળવી છે. જો તેમને કરેલી સિરિયલનું લિસ્ટ બનાવીએ તો એ ઘણું લાંબુ બનશે. અભિનેત્રી ઘણી ટીવી સીરિયલમાં દેખાઈ ચુકી છે અને લગભગ 12 વર્ષ જેટલા લાંબા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો ભાગ છે.

આ પહેલા એક્ટ્રેસ સંતાન, લેફ્ટ રાઈટ લેફ્ટ, લાગી તુજસે લગન, એક રિશ્તા સાજેદારી કા અને બેલન વાલી બહુ જેવી સીરિયલમાં કામ કરી ચુકી છે.

અભિનેત્રી પોતાના ટીવી કરિયરની સાથે પોતાના ફોટાને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેનારી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. જેને એના ફેન્સ ઘણા જ પસંદ કરે છે. એમના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને એમના ફોટાને પણ ઘણા જ પસંદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે હાલ તારક મહેતા સીરિયલમાં અંજલીનું પાત્ર નેહા મહેતા ભજવી રહી હતી.નોંધનીય છે કે, નેહા ગુજરાતની છે. તેના પિતા એક જાણીતા લેખક છે અને તેણીએ જ નેહાનેએક્ટિંગમાં હાથ અજમાવવાનું કહ્યું હતું. વર્ષ 2000 માં નેહાને સ્ટાર હન્ટ-મલ્ટી ટેલેન્ટ શોના ઓડિશનમાંથી પસંદ કરવામાં આવી હતી.

આ પહેલા શો માં રોશનસોઢીના રોલ નિભાવતો ગુરચરણ સિંઘના પણ શો છોડવાની ખબર આવી હતી. જોકે, જ્યારે આ શોના નિર્માતા અસિત કુમાર મોદીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અહેવાલોને નકારી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "‘તારક મહેતા…’ના નવા ‘અંજલી ભાભી’ની આ સુપર હોટ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો ઓહહહ!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel