iPhone 12નો ફોટો આવ્યો સામે, જાણી લો ઘાંસુ ફિચર્સ વિશે તમે પણ
સ્માર્ટફોન આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. ઉપરાંત મોબાઈલ ફોનમાં એપલ કંપનીના ફોન ખુબ મોંઘા હોય છે અને ઓછી વ્યક્તિઓ એપલ કંપનીના ફોનનો ઉપયોગ કરવો તેમના માટે પોતાનું સ્ટેટ્સ લોકોને દર્શાવવાનું એક માધ્યમ પણ બનાવવા લાગે છે.
Apple સપ્ટેમ્બર, ૨૦૨૦માં પોતાની i Phone 12 સીરીઝ પરથી પરદો ઉઠાવશે. છેલ્લા ઘણા સમયથી આઈફોન 12 વિષે સતત લિક્સ સામે આવી રહી છે. અત્યાર સુધી આઈફોન 12 સીરીઝ વિષે ઘણી બધી જાણકારી સામે આવી ગઈ છે. લીક જાણકારી મુજબ તો આઈફોનની અપકમિંગ લાઈનઅપમાં ૪ મોડલ્સ લોન્ચ કરવામાં આવશે. હવે એક નવી લીકમાં આઈફોન 12ની ફોટો લીક થઈ છે. આ i Phone 12 સીરીઝનું બેઝ મોડલ છે. લીક થયેલ ફોટોથી ફોનની ડીઝાઈન અને અન્ય ફીચર્સ વિષે ઘણી જાણકારી મળે છે.
એપલ લાવી રહ્યું છે ‘છોટા’ આઈફોન :
આઈફોન 12 ની લીક થયેલ ફોટો પરથી જાણી શકાય છે કે, ફોનમાં ૫.૪ ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ આઈફોન 11 ની તુલનામાં નાની છે. એપલ કંપની આ ફોન એવા યુઝર્સ માટે લાવી રહી છે જેઓ હજી પણ નાના અને કોમ્પેક્ટ સાઈઝના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. Digital Chat Station એ ફોનની આ ફોટો લીક કરવામાં આવી છે. ફોનમાં આઈફોન X ની જેમ વાઈડ નોંચ આપવામાં આવી છે.
I OS બીટા 14 વર્જનમાં પણ જોવા મળ્યા નાના આઈફોન :
નવા કોમ્પેક્ટ ડિસ્પ્લે વાળા આઈફોન એની પહેલા I OS 14 બીટા વર્જનમાં પણ જોવા મળી રહ્યા છે. આ બીટા વર્જનમાં નવા આઈફોન સિવાય ડિસ્પ્લે ઝૂમ ફીચર પણ જોવા મળ્યા છે. આ ફીચર દ્વારા યુઝર નાના આઈફોન પર વગર યુઝર ઇન્ટરફેસને ડીસરપ્ટ કર્યા વિના કન્ટેન્ટને ઝૂમ કરી શકશે.
તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ લોન્ચ થઈ શકે છે નવો આઈફોન :
તાજેતરમાં જ સામે આવેલ એક લીક જાણકારી મુજબ એપલ કંપની તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ નવી આઈફોન સીરીઝ પરથી પરદો ઉઠાવી શકે છે. આ ઇવેન્ટમાં Apple Watch, કંપનીના વાયરલેસ ચાર્જીંગ પેડ Air Power અને નવા i Pad જેવા કેટલાક અન્ય પ્રોડક્ટ પણ લઈને આવી શકે છે. સમાચાર એવા પણ છે કે, કંપની આ ઇવેન્ટ પછી ૨૭ ઓક્ટોબર, ૨૦૨૦ ના અન્ય એક ઇવેન્ટમાં નવા i Pad Pro, Mac Book અને Mac Book Pro 13 ને પણ લોન્ચ કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "iPhone 12નો ફોટો આવ્યો સામે, જાણી લો ઘાંસુ ફિચર્સ વિશે તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો