માત્ર બે જ દિવસમાં ધડાધડ 350થી વધારે હાથી મરી ગયા, પછીથી જાણવા મળ્યું અસલી કારણ, બધાની આંખો ફાટી ગઈ

આપણા દેશમાં અને વિદેશમાં પણ પ્રાણીઓના ભેદી મોતની ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. પાછળથી અમુકના રહસ્યો ખબર પડે છે તો અમુક ઘટનોના કારણ સુધી કોઈ નથી પહોંચી શકતું. ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. આફ્રિકન દેશ બોત્સ્વાનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘણા બધા હાથીઓ માર્યા ગયા. પરંતુ તેનું કારણ જાણી શકાયું નથી. અને હાથીઓના મરણનો સિલસિલો હજુ પણ અટક્યો નથી.

2 મહિનામાં મરી ગયા 350થી પણ વધારે હાથી

માત્ર બે જ મહિનામાં 350થી વધુ હાથીઓ મરી ગયા. આઈએફએસ પરવીન કસવાન દ્વારા ફોટો ટ્વિટર પર પણ શેર કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, “બોત્સ્વાના છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હાથીઓના મોત નીપજ્યા છે. જોકે, આ પાછળનું કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

આ વાત 2 જૂલાઈની છે

image source

એક સમાચારના અહેવાલ પ્રમાણે વાત કરવામાં આવે તો હવે આ હાથીઓના મોતનું કારણ જાણી શકાયું છે. તેઓ પાણીમાં હાજર સાયનોબેક્ટેરિયાને કારણે મૃત્યુ પામ્યા હતા. મામલો 2 જુલાઈનો છે. આજુબાજુના બોત્સવાના જંગલોમાં ઘણા હાથીઓના મૃતદેહો જોવા મળ્યા હતા. ત્યારબાદથી, બોત્સ્વાનાની સરકારે હાથીઓના રહસ્યમય મોતની તપાસ શરૂ કરી હતી.

પહેલાં 169 હાથીઓની લાશ મળી

image source

એક વેબ પોર્ટલની ખબર અનુસાર ઓકાવાંગો ડેલ્ટા બોત્સ્વાનાની ઉત્તરમા આવેલું છે. એક હાથીનું ત્યાં પહેલું મૃત્યુ થયું. પછી મે મહિનામાં 169 હાથીઓની લાશ મળી હતી. પાછળથી આ આંકડો ધીરે ધીરે વધતો રહ્યો. આ મૃત હાથીઓમાંથી, 70 ટકા હાથી પાણીની નજીક મરી ગયા. આપને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાનાના ઓકાવાંગો ડેલ્ટામાં 350 થી વધુ મૃત હાથીઓની ઓળખ થઈ ચૂકી છે. હજુ આકંડો ધીરે ધીરે વધવામાં હતો.

350થી વધુ હાથીઓના મૃતદેહો મોટે ભાગે સડેલી હાતલમાં જોવા મળ્યા હતા

વન્યપ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાન વિભાગના નાયબ નિયામક સિરિલ તાઓલોએ જણાવ્યું હતું કે ઉત્તર બોત્સ્વાના અને તેના ઓકાવાંગો ડેલ્ટામાંથી મળી આવેલા 350થી વધુ હાથીઓના મૃતદેહો મોટે ભાગે સડેલી હાતલમાં જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે તપાસમાં બહાર આવ્યું છે કે પાણીમાં સાયનોબેક્ટેરિયા હોવાના કારણે આ બધું થયું. કારણ કે બેક્ટેરિયાના કારણે પાણી ઝેરી બની ગયું હતું. આ ઝેરના કારણે હાથીઓનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે બોત્સ્વાનામાં ઘણા બધા હાથી જોવા મળે છે. ત્યાં 1 લાખ 30 હજારથી વધુ હાથીઓ છે. જેમાંથી આજના સમાચાર પ્રમાણે 350થી વધારે હાથીઓના મોત નિપજ્યા છે.

આ જ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી હતી આગ

ઓસ્ટ્રેલિયાની આગમાં 50 કરોડ જેટલાં સજીવો ભડથું થઈ ગયા હોવાનો અંદાજ સિડની યુનિવર્સિટીના ઈકોલોજિસ્ટે રજૂ કર્યો હતો. આગ લાગી એ વિસ્તારમાં કેટલાં સજીવો રહેતા હતા એના આધારે આ અંદાજ બાંધવામાં આવ્યો હતો. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના 2007ના અહેવાલ પ્રમાણે આ અટકળ થઈ હતી.

image source

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં સપ્ટેમ્બરમાં દાવાનળ લાગ્યો હતો. તીવ્ર હવાના કારણે આગ સતત પ્રસરતી રહી. એના કારણે અસંખ્ય લોકોના ઘર તબાહ થઈ ગયા. ઉદ્યોગ એકમોને ય અસર થઈ અને ખેડૂતોના ઊભા પાક બળીને ખાક થઈ ગયા. જંગલમાં રહેતા પ્રાણીઓની હાલત તો એથીય ખરાબ થઈ ગઈ. સિડની યુનિવર્સિર્ટીના પર્યાવરણ નિષ્ણાત પ્રોફેસર ક્રિસ અને તેમની ટીમે અંદાજ લગાવ્યો હતો કે આ આગમાં લગભગ 48થી 50 કરોડ પ્રાણી-પંખીઓ બળીને ખાક થઈ ગયા છે. એમાં સરીસૃપ ઉપરાંત સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "માત્ર બે જ દિવસમાં ધડાધડ 350થી વધારે હાથી મરી ગયા, પછીથી જાણવા મળ્યું અસલી કારણ, બધાની આંખો ફાટી ગઈ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel