અમદાવાદના તનિષ્ક જ્વેલર્સને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા માટે થયો મોટો દંડ, જાણો વિગત

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનના પાલન કરવાને લઈને શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અલગ-અલગ આઠ ટીમો દ્વારા ચાર વોર્ડમાં ગાઇડલાઇન્સના પાલન માટે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં મોટા શોરૂમનો પણ સમાવેશ કરાયો હતો. આ સમયે અમદાવાદના શિવરંજનીથી જોધપુર સુધીનાં સમગ્ર વિસ્તારોમાં આવેલા એકમો પર એએમસી (amc)ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

image source

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ કરાયું ત્યારે ખ્યાલ આવ્યો કે જ્વેલર્સના કેટલાક એકમોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતું હોવાનું માલુમ પડ્યું હતું. તેને લઈને આ સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં શિવરંજની ખાતે આવેલ તનિષ્ક જ્વેલર્સ (tanishq jewelers)ને નિયમનું પાલન ન કરવા માટે 30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

image source

સોલિડ વેસ્ટ ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે અમારી જ્વેલર્સના એકમોમાં covid 19ની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય તેને લઈને ડ્રાઇવ રાખવામાં આવી હતી. કોવિડની ગાઇડલાઇન્સનું પાલન થાય તેવી સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે. જ્યાં ગાઇડલાઇન્સનું પાલન થતું ન હતું ત્યાં અમે નાણાંકીય દંડ પણ કર્યો છે. આગામી દિવસોમાં પણ અમારી આ ડ્રાઈવ યથાવત રહેશે. એમસીની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાતાં અનેક જવેલર્સની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. આ તમામ કામ કરવા પાછળનો અમારો હેતુ કોરોનાની લડતને વધારે વેગ આપવાનો છે.કોરોનાને નાથવા અમે તમામ પ્રયત્નો કરતા રહીશું.

અલગ અલગ વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગથી મચ્યો હાહાકાર

image source

અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે છતાં અમદાવાદીઓ હજુ સુધરવાનું નામ લેતા નથી. અનેક લોકો માસ્ક પહેર્યા વગર બિન્દાસ બહાર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. એલિસબ્રીજ, વાસણા, વેજલપુર, સેટેલાઇટ, આનંદનગર, સરખેજ અને પાલડી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. અલગ અલગ દિવસોમાં આ તમામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરશે અને આ સમયે જો કોઈ પણ વ્યક્તિ covid-19ની ગાઇડ લાઇનનો ભંગ કરતો નજરે પડે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.

image source

પોલીસ દ્વારા આ વિસ્તાર રોજ અલગ અલગ ટીમ બનાવી ને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ એસ.જી.હાઈ વે અને સિંધુભવન રોડ ઉપર પણ અનેક લોકો ટોળા વળીને માસ્ક પહેર્યા વગર બેસતા હોય તેવું ધ્યાનમાં આવ્યું છે. જેને ધ્યાને રાખી અહી પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અને જો કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર જોવા મળે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ પેટ્રોલિંગની કાર્યવાહી સમયે પોલીસે અત્યાર સુધીમાં 1 લાખ 90 હજારથી વધુ લોકો પાસેથી 6 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "અમદાવાદના તનિષ્ક જ્વેલર્સને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા માટે થયો મોટો દંડ, જાણો વિગત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel