ડ્રગ્સ મામલે હિરોઇનનો વારો પૂરો થયા બાદ હવે આ 7 હીરોનો વારો, દીપિકા, સારા, શ્રદ્ધા અને રકુલનાં બેન્ક ખાતાંની તપાસ કરશે NCB
બોલીવૂડની ગ્લેમર ડોલ્સ બાદ હવે આવ્યો આ 7 હીરોનો વારો – NCB કરશે હવે તેમની પુછપરછ
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસને હાલ ડ્રગ્સ એંગલથી જોવામા આવી રહ્યો છે. અને ડ્રગ્સની સંડોવણી થતાં જ એનસીબીએ સઘન રીતે તપાસ શરૂ કરી દીધી છે. અને ડ્રગ્સની તપાસ શરૂં થતાં જ બોલીવૂડના મોટા માથા તરફ પણ શંકાની સોઈ તંકાઈ છે. હાલ બોલીવૂડની દીગ્ગજ અભિનેત્રીઓ, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રિત તેમજ સારા અલિ ખાનની આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.
અત્યાર સુધી એનેસીબી દ્વારા મુંબઈથી ગોવા સુધી ઘણી બધી જગ્યાઓએ છાપા મારવામા આવ્યા છે. અને અત્યાર સુધીમાં ડ્રગ પેડલરો તેમજ બોલીવૂડ અભિનેત્રીઓ તેમજ બોલીવૂડ સાથે જોડાયેલા લોકોની પુછપરછ થઈ ચુકી છે. હવે અભિનેત્રીઓ બાદ એનસીબી કેટલાક હીરોની પણ તપાસ કરવા જઈ રહ્યું હોવાનું માનવામા આવી રહ્યું છે.
અભિનેત્રીઓની પુછપરછ બાદ એનસીબી હવે દિપીકા, શ્રદ્ધા, સારા અને રકુલપ્રીતના બેંક ખાતાની તપાસ પણ કરવા જઈ રહ્યુ છે. આ તપાસમાં એટલું બહાર આવ્યું છે કે કોઈ પણ અભિનેત્રીઓએ પોતે ડ્રગ્સ લીધી હોવાનું અત્યાર સુધી કબુલ્યું નથી. અને બેંકની તપાસ દ્વારા એનસીબી એ જાણવા માગે છે કે આ અભિનેત્રીઓએ ડ્રગ્સની ખરીદી પાછળ કેટલા રૂપિયાની લેવડદેવડ કરી છે.
એનસીબી આ અભિનેત્રીઓના ત્રણ વર્ષના ક્રેડિકાર્ટ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરશે. આ સાથે સાથે જ એનસીબીએ એવો પણ દાવો કર્યો છે કે અભિનેત્રીઓ ઉપરાંત બોલીવૂડના બીજા 7 જાણીતા અભિનેતાઓ તેમજ કેટલાક પ્રોડ્યુસર્સની પણ તપાસ કરવામાં આવશે જેની મંજૂરી તેમને મળી ચુકી છે.
સુશાંતના મૃત્યુની તપાસમાં મુંબઈ પોલીસની કામગીરીના કારણે તેનું નામ ખૂબ બદનામ થઈ ચુક્યું છે તે સાથે સાથે મહારાષ્ટ્ર સરકાર પણ તેની તપાસમાં સહકગાર નહીં આપી રહી હોવાના આરોપો મુકવામા આવ્યા હતા. આ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું છે કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો તેને દોઢ મહિના ઉપર થઈ ગયું છે. અને અમે હાલ તે બાબતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે આ તપાસનો જલદી નિષ્કર્ષ આવે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસ આ કેસની તપાસ યોગ્ય રીતે કરી રહી હતી તેમ છતાં તપાસને સીબીઆઈ સોંપવામા આવી હતી. અને હવે લોકો એ જાણવા ઇચ્છે છે કે ખરેખર સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી ?
સીબીઆઈઃ અમે આ કેસની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરીએ છીએ
સુશાંતના હાઇપ્રોફાઈ કેસની તપાસ કરી રહેલા સીબીઆઈના પ્રવક્તા આર. કે. ગૌર જણાવે છે કે સીબીઆઈ હાલ દરેક એંગલથી સુશાંતના મૃત્યના કેસની તપાસ કરી રહી છે. જો કે આ બાબતે સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે આરોપ મુક્યો હતો કે સુશાંતના કેસની તપાસ હાલ કોઈ બીજી જ દિશામાં લઈ જવામાં આવી રહી છે. જે યોગ્ય નથી.
શું એનસીબી હવે આ દિગ્ગજ અભિનેતાઓની તપાસ કરવા જઈ રહી છે ?
થોડા સમય પહેલાં કરણ જોહરની એકપાર્ટીની વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી અને લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે હવે પછી એનસીબી આ પાર્ટીમાં હાજર રહેલા અભિનેતાઓની તપાસ કરશે. જેમાં શાહિદ કપૂર, વિકી કૌશલ, રણબીર કપૂર, અર્જુન કપૂર, વરુણ ધવન, અયાન મુખર્જી હતા. આ ઉપરાંત તેમની સાથે આ પાર્ટીમાં અને વાયરલ થયેલી વિડિયોમાં મલાઇકા, ઝોયા અખ્તર, દીપિકા પદુકોણ સહીત બીજા 22 લોકો પણ હાજર હતા.
એનસીબી દ્વારા હવે પછી જે તપાસ કરવામા આવશે તેમાં બોલીવૂડના હીરો ઉપરાંત કેટલાક પ્રોડ્યુસર્સના પણ નામ છે. એનસીબીના અધિકારી રાખેશ અસ્થાનાએ આ અભિનેતાઓ તેમજ પ્રોડ્યુસર્સની તપાસની મંજૂરી અધિકારીઓને આપી છે, જો કે હજુ સુધી તેમના નામનો ખુલાસો નથી કરવામા આવ્યો.
દીપિકાએ સિગારેટને માલ કહ્યો
દીપિકા પદૂકોણની પૂછપરછ લગભગ છ કલાક કરવામાં આવી હતી. અને પૂછપરછ દરમિયાન જ્યારે દિપીકાને પૂછવામા આવ્યું કે તેણે ‘માલ હૈ ક્યા’ પુછ્યું હતું ? ત્યારે તેણીએ જવાબ આપ્યો હતો કે હા તેણીએ પુછ્યું હતું, પણ આ તે માલ નહોતો જે તેઓ સમજી રહ્યા હતા. તેણીએ કહ્યું હતું કે તેણીએ સિગારેટને માલ કહ્યો હતો.
જ્યારે તેણીને એ પુછવામાં આવ્યું કે હૈશ શું છે ? ત્યારે દિપિકાએ કહ્યું કે હૈશ અને વીડ ટાઇપ ઓફ સિગારેટને માલ કહે છે. એટલે કે અલગ અલગ બ્રાન્ડની સિગારેટને કહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ડ્રગ્સ મામલે હિરોઇનનો વારો પૂરો થયા બાદ હવે આ 7 હીરોનો વારો, દીપિકા, સારા, શ્રદ્ધા અને રકુલનાં બેન્ક ખાતાંની તપાસ કરશે NCB"
ટિપ્પણી પોસ્ટ કરો