માત્ર 700 રૂપિયા કળિયુગી પત્નીને આ હદે લઈ ગયા, દરેક સંબંધો ભૂલીને કરી નાંખ્યું આ કામ, હવે થાય છે પારાવાર અફસોસ

ઝઘડો તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે થઈ શકે. બે રાજાઓથી લઈને બે બાળકો વચ્ચેના યુદ્ધનાં ઉદાહરણો આપણે ફંફોસીએ તો ઈતિહાસમાં મળી શકે એમ છે. લડવું એ માણસની સાહજિક વૃત્તિ છે. સંસ્કૃતમાં એને યુયુત્સા કહે છે. ભાઈ ભાઈ વચ્ચે ભાઈ બહેન વચ્ચે, ભાભી દિયર વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, માતા પુત્ર વચ્ચે એમ તમામ દુન્વયી સંબંધો વચ્ચે કંકાશ થતો હોય છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે થતાં કંકાસ એ દુ:ખજનક બાબત છે. અને આપણી અહીં પતિ પત્ની વચ્ચે થતાં ઝઘડાના કિસ્સા ખુબ બહાર આવતા જોવા મળે છે. પરંતુ અહીં જે કિસ્સો સામે આવ્યો એ કંઈક હટકે જ છે.

image source

આ કેસ અમેઠી જિલ્લાના જાયસ કોટવાલી વિસ્તારના અબ્દુમાઉ ગામનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યાં તારાપુરમાં રહેતી મહિલાના લગ્ન જાયજમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. પડોશીઓએ જણાવ્યું છે કે બંને વચ્ચે કોઈ મેળ જ નથી. પોલીસના જણાવ્યા મુજબ સુનીતા આશરે 20 દિવસ પહેલા સાસરાના ઘરે આવી હતી.

image source

પરંતુ એક દિવસ પત્નીએ તેના પતિ પાસે 700 રૂપિયા માંગ્યા. કોઈ કારણોસર પતિએ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો અને પત્ની ખુબ ગુસ્સે થઈ. તરત જ લોઢાની કોઈ વસ્તુ ઉપાડી પતિના માથા પર ઝીંકી દીધો અને જેના કારણે પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

image source

તેના પતિની હત્યા કર્યા પછી પત્ની બોખલાઈ ગઈ અને લાશ છુપાવવા માટે તેને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સફળ ન થઈ અને લાશને છુપાવવા માટે ઘરની બહાર કુંડામાં ફેંકી દીધી. પરંતુ આવું કરતાં એનો દીકરો જોઈ ગયો. પછી દીકરાને પણ ધમકી આપી કે જો કોઈને વાત કહી તો તારે ભોગવવું પડશે. મૃતકના ભાઈએ પોલીસમાં કેસ કર્યો અને હાલમાં આરોપી મહિલાની પોલીસે દબોચીને ધરપકડ કરી લીધી છે.

શાસ્ત્રો પ્રમાણે આ ઉપાય કરવાથી પતિ પત્ની વચ્ચે લડાઈ ઓછી થશે

image source

તેના માટે પતિ કે પત્નીએ પહેલ કરીને પોતાના બેડરુમમાં એક નાનાકડો બદલાવ કરવો પડશે. કોઈ કઠીન કામ નથી, માત્ર રાધા-કૃષ્ણજીની એક સુંદર તસવીર લાવીને બેડરુમમાં લગાવી દો. શાસ્ત્રો મુજબ સવારે-સાંજે પતિ-પત્ની જો આ તસવીરના દર્શન કરશે તો તેમની વચ્ચે લડાઈ ઓછી થશેશે. દિલમાં પ્રેમનો અહેસાસ થશે અને બન્ને વચ્ચેના ઝઘડા અને વેરભાવ ઓછા થઈ જશે. આ તસવીર બેડરુમમાં લગાવ્યા બાદ થોડા સમય પછી પરિસ્થિતિ બદલાયેલી જણાશે, અને વધારે સમય જતા તે પરિસ્થિતિ પૂર્ણ પણ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "માત્ર 700 રૂપિયા કળિયુગી પત્નીને આ હદે લઈ ગયા, દરેક સંબંધો ભૂલીને કરી નાંખ્યું આ કામ, હવે થાય છે પારાવાર અફસોસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel