મુકેેશ અંબાણી ભણેલા છે બસ આટલું જ, આ પરિસ્થિતિને કારણે ના ભણી શક્યા આગળ અને છોડવો પડ્યો અભ્યાસ, તેમ છતા આજે છે અબજોપતિ
કેટલા ભણેલા છે મુકેશ અંબાણી ? આ મજબુરીમાં પૂરી કરી શક્યા હતા નહી અભ્યાસ, તો પણ બન્યા બિઝનેસના બાદશાહ.
મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની કંપની રિલાયન્સ ગ્રુપ ભારતની સૌથી મોટી કંપની છે. પોતાના પિતાના સપનાને આગળ વધારતા મુકેશ અંબાણીએ આ કંપનીને આસમાન સુધી પહોચાડી દીધી છે. પરંતુ શું આપ જાણો છે કે, મુકેશ અંબાણીએ ક્યાં સુધી અભ્યાસ કર્યો છે.? પોતાની કંપનીમાં વધુથી વધુ ભણેલ- ગણેલ વ્યક્તિઓને નોકરી આપનાર મુકેશ અંબાણી પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા હતા નહી. ચાલો જાણીએ છીએ કે, ક્યાં કારણના લીધે તેમને પોતાનો અભ્યાસ છોડી દેવો પડ્યો.
મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ પોતાના બાળકોને હંમેશા સારી શિક્ષા આપી છે. મુકેશ અંબાણી હંમેશાથી જ એક હોશિયાર વિદ્યાર્થી રહ્યા હતા પરંતુ તો પણ તેમને પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દેવો પડ્યો.
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ મુંબઈ યુનીવર્સીટી ડીપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી (UDCT) થી અભ્યાસ કર્યો હતો. મુકેશ અંબાણી કેમિકલ એન્જીનીયરીંગમાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
UCDT માંથી સ્નાતકની ડીગ્રી મેળવી લીધા પછી મુકેશ અંબાણીએ વર્ષ ૧૯૮૦માં એમબીએનો અભ્યાસ કરવા માટે સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં ગયા હતા, પરંતુ મુકેશ અંબાણી પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નહી.
મુકેશ અંબાણીને એક વર્ષ પછી જ વર્ષ ૧૯૮૧માં તેમને ભારત પાછા આવવું પડ્યું હતું. મુકેશ અંબાણીએ પાછા આવીને તેમણે પોતાના પિતા ધીરુભાઈ અંબાણીની સાથે બિઝનેસમાં સાથ આપવાનો શરુ કરી દીધું.
વર્ષ ૨૦૦૨માં ધીરુભાઈ અંબાણીના મૃત્યુ થઈ ગયા પછી બંને ભાઈઓ વચ્ચે ભાગલા થઈ ગયા અને મુકેશ અંબાણીએ પોતાના પિતાના સપનાને સાકાર કર્યું છે.
ભલે મુકેશ અંબાણી પોતાનો એમબીએના અભ્યાસની ડીગ્રી પૂરી કરી શક્યા નહી, પરંતુ આજે મુકેશ અંબાણી લાખો- કરોડો એમબીએ કરેલ વિદ્યાર્થીઓને નોકરી આપી રહ્યા છે.
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ પણ એમબીએની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ત્યાં જ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ બીબીએની ડીગ્રી ધરાવે છે.
મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ આકાશ અંબાણીએ પોતાનો આગળનો અભ્યાસ અમેરિકામાં લીબર્ટી આર્ટસમાં અભ્યાસ કર્યો છે. તેમજ આકાશ અંબાણી હવે પોતાના પિતાના પગલે જ આગળ વધી રહ્યા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નવી ઉચાઈઓ સર કરી રહ્યા છે.
ત્યારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પણ અમેરિકાની બ્રાઉન યુનીવર્સીટી માંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. જો કે અંનત અંબાણીએ થોડાક સમય પહેલા જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જોઈન કરી લીધી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મુકેેશ અંબાણી ભણેલા છે બસ આટલું જ, આ પરિસ્થિતિને કારણે ના ભણી શક્યા આગળ અને છોડવો પડ્યો અભ્યાસ, તેમ છતા આજે છે અબજોપતિ"
ટિપ્પણી પોસ્ટ કરો