એક માન્યતાના કારણે 92 વર્ષના આ વ્યક્તિએ 80 વર્ષથી નથી કપાવ્યા વાળ

જો હુ વાળ કપાવીશ તો મરી જઈશ, મને ભગવાને આપ્યો છે આ આદેશ

વિયેતનામમાં વાળ ન કપાવવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 92 વર્ષીય વ્યક્તિએ 80 વર્ષથી વાળ કપાવ્યા નથી. આ વ્યક્તિને એક ડર છે અને તે ડરથી તે વાળમાં કાંસકો પણ લગાવતો નથી.

92 વર્ષીય વ્યક્તિએ 80 વર્ષથી તેના વાળ કાપ્યા નથી

image source

વિયેતનામમાં એક 92 વર્ષીય વ્યક્તિએ 80 વર્ષથી તેના વાળ કાપ્યા નથી. હવે તેના વાળ લગભગ 5 મીટર લાંબા થઈ ગયા છે. એટલું જ નહીં, આટલા વર્ષોમાં તેણે ક્યારેય વાળને ઓળ્યા પણ નથી. આ વૃદ્ધ વ્યક્તિનું નામ છે નગુયેન વાન ચેન. ચેઇનના વાળ ન કાપવા અને સાફ ન કરવા પાછળ તેને એક વિચિત્ર ભય છે. હકીકતમાં, ચેનને ડર છે કે જો તે વાળ કાપશે તો તે મરી જશે.

જો મે વાળને કાપ્યા તો હું મરી જઈશ

image source

ચેઈન એવી માન્યતામાં માને છે કે ભગવાને જન્મ સમયે જે કંઇ આપ્યું તેને સ્પર્શ ન કરવો જોઇએ. તેણે કહ્યું, ‘હું માનું છું કે જો હું વાળ કાપીશ તો હું મરી જઈશ. મેં નક્કી કર્યું છે કે હું કાઈ પણ બદલીશ નહીં. ચેઈને કહ્યું કે હું વાળને ઓળીશ પણ નહીં. તેમણે વધુમાં કહ્યું કે,હું વાળની સેવા કરૂશું. સ્કાર્ફથી તેને ઢાંકીને રાખું છું જેથી તે હંમેશા સુકા રહે, સાથે તેને સાફ રાખું છે જેથી તે સારા દેખાય.

9 શક્તિ અને સાત ભગવાનની પૂજા કરે છે ચેઈન

image source

ચેઆન નવ શક્તિઓ અને સાત ભગવાનની પૂજા કરે છે. તે માને છે કે ભગવાને તેને વાળ વધારવા માટે કહ્યું છે. તે ફક્ત તેના વાળ પર નારંગી પાઘડી રાખે છે. તેણે કહ્યું કે જ્યારે તે સ્કૂલમાં હતો ત્યારે તેને વાળ કપાવ્યા હતા. પરંતુ ત્રીજા ધોરણમાં શાળા છોડ્યા પછી, તેણે ન તો વાળ કપાવ્યા છે અને ન તો કાંસકો વાળમાં લગાવ્યો છે. તેણે વાળ ધોવાનું પણ બંધ કરી દીધું.

દુઆ સંપ્રદાયને માને છે ચેઈન

image source

ચેઈને કહ્યું, ‘મને યાદ છે કે મારા વાળ કાળા, જાડા અને મજબૂત હતા. હું કાંસકો પણ કરતો હતો, હું તેની માવજત કરતો હતો જેથી તે નરમ રહે. પરંતુ જ્યારે મેં ભગવાનનો અવાજ સાંભળ્યો, ત્યારે હું સમજી ગયો કે મારી પસંદગી કરવામાં આવી છે. મેં મારા વાળનો સ્પર્શ કર્યો અને તે જ રાત્રે મારા વાળ સખત થઈ ગયા. ‘ચેન ‘દુઆ’ પર વિશ્વાસ રાખે છે. દુઆ એક નાળિયેર ધર્મ છે. દુઆ આ ધર્મના સ્થાપક હતા જે ફક્ત નાળિયેર પર રહેતા હતા. હવે વિયેતનામમાં આ ધર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે નકલી ધર્મ માનવામાં આવે છે. ચેઈનનો પાંચમો પુત્ર લૂઓમ છે અને 62 વર્ષનો છે. તે તેના પિતાના મોટા વાળની સારસંભાળમાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "એક માન્યતાના કારણે 92 વર્ષના આ વ્યક્તિએ 80 વર્ષથી નથી કપાવ્યા વાળ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel