સુશાંત કેસમાં અત્યાર સુધીનો મોટો ઘટસ્ફોટ, સુશાંતને 9 તારીખે જ મોતની ભણક લાગી ગઈ હતી, કારણ કે…
સુશાંત કેસમાં દરરોજ કંઈક નવો નવો ખુલાસો થયો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એકવાર ફરીથી એક ન્યૂઝ ચેનલના હાથમાં મોટી વાત બહાર આવી કહી છે. આ પહેલાં ડ્રગ્સ કેસમાં અમુક અભિનેત્રીના નામ પણ સામે આવ્યા હતા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇના બાંદ્રાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો તેના આજે 3 મહિના ઉપરનો સમય થઈ ગયો છે અને હાલમાં આ મામલે સીબીઆઈ, ઇડી અને એનસીબી જેવી એજન્સીઓ સુશાંતના મોતના કેસની તપાસ કરી રહી છે.
આ લોકો મને ફસાવી શકે છે, મને ડર લાગે છે, મને એ મારી નાખશે
ત્યારે હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે કે સુશાંતે 9 જૂને તેના ડર વિશે વાત કરવા તેની બહેન મીતુને ફોન કર્યો હતો. અભિનેતાએ વાત કરી હતી કે તેનું જીવન જોખમમાં છે. એક રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતે 9 મી જૂને તેમના મૃત્યુના 5 દિવસ પહેલા તેની બહેન મીતુ સિંહને એસઓએસ (SOS) કોલ કર્યો હતો. સુશાંતે તેની બહેનને કહ્યું, “આ લોકો મને ફસાવી શકે છે, મને ડર લાગે છે, મને એ મારી નાખશે.” રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુશાંતે રિયા ચક્રવર્તીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેણે 8 જૂને ઘર છોડી દીધું હતું અને સુશાંતને બ્લોક કરી નાંખ્યો હતો.
સુશાંતે તેના જીવના જોખમની પણ વાત કરી હતી
કોલ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતે તેની બહેન મીતુને ફોન કરીને કોના ડર લાગવાની વાત કરી એના પર સવાલ ઉઠી રહ્યા છે, તે આખરે કોનાથી ડરી રહ્યો હતો. સુશાંતે તેના જીવના જોખમની પણ વાત કરી હતી, તો આખરે કોણ લોકો હતા જે સુશાંતને ફસાવવાનો પ્રયત્ન કરતાં હતા.
સુશાંત ડિપ્રેશનમાં હતો અને તેને એકલા છોડી દેવાનું કહ્યું હતું
સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતને 13 જૂન બપોર પછીથી કોઈ ફોન અને મેસેજ મળ્યા નથી. સુશાંતની બહેન મીતુ પણ અગાઉ કહી ચૂકી છે કે સુશાંતે 14 જૂનની સવારે તેનો ફોન ઉપાડ્યો નહોતો. તે જ સમયે, રિયાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે સુશાંત ડિપ્રેશનમાં હતો અને તેને એકલા છોડી દેવાનું કહ્યું હતું. સુશાંતની હાલત જોઈને તેણે કંઈ પૂછ્યા વિના તેને એકલો છોડી દીધો. તેમને લાગ્યું કે થોડા દિવસોમાં કદાચ બધું બરાબર થઈ જશે અને તેમને કેટલાક દિવસો એકલા વિચારવાની તક આપવી જોઈએ.
સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખમ્બાટા અને રકુલ પ્રીતને નોટિસ
ઉલ્લેખનીય છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મામલે તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો આ સપ્તાહે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખમ્બાટા અને રકુલ પ્રીતને નોટિસ મોકલશે. આ ચારેય અભિનેત્રીઓને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે. જો કે એનસીબી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની ગર્લફ્રેન્ડે આ ચારેય અભિનેત્રીઓનું નામ લીધું હતું.
શ્રધ્ધા કપૂરની ચેટની પણ કરવામાં આવી રહી છે વાતો
જયા સાથે શ્રદ્ધા કપૂરની એક ચેટ સામે આવી છે. તેમાં જયા કહે છે – જ્યારે તમે નીચે આવો ત્યારે ફોન કરો. હું નીચે આવીને તમને આપીશ. ત્યારબાદ જયા કહે છે, હેલો, હું આજે સીબીડી ઓઈલ મોકલી રહી છું. શ્રદ્ધા કપૂરે કહ્યું હાય, આભાર. જયા પછી સ્લાઈમાં જવાબ આપે છે. ત્યારબાદ શ્રદ્ધા કહે છે સાંભળો, હું છતાં પણ એસ.એલ.બી. ને મળવા માગું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એસએલબી એ બોલિવૂડનું એક મોટું નામ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સુશાંત કેસમાં અત્યાર સુધીનો મોટો ઘટસ્ફોટ, સુશાંતને 9 તારીખે જ મોતની ભણક લાગી ગઈ હતી, કારણ કે…"
ટિપ્પણી પોસ્ટ કરો