સિરિયલ ‘રાણી લક્ષ્મી બાઇ’ની આ અભિનેત્રી હવે દેખાય છે પહેલા કરતા સાવ અલગ, તસવીરો બે વાર જોશો તો પણ નહિં ઓળખી શકો
એક સીરિયલમાં રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી હવે દેખાય છે કઈક આવી, તમે પણ એક નજર જોઈ જ લો.
આજકાલ ટીવી પર ઐતિહાસિક સીરિયલનો ઘણો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પણ આ પહેલા પણ ઘણી એવી સીરિયલો પ્રસારિત થઈ ચૂકી છે જે ઐતિહાસિક ઘટનાઓ પર આધારીત છે.એમની ઘણી બધી સિરિયલ એવી છે કે જેમાં મહિલાઓની શક્તિ દર્શાવવામાં આવી છે. આજે અમે તમને આવી જ એક સિરિયલ વિશે જણાવવા જઈ રહ્યા છે અને એ સિરિયલ છે ઝી ટીવી પર પ્રસારિત થતી ટેલિવિઝન સીરીયલ ઝાંસી કી રાની

ઝાંસી કી રાની સીરીયલ 18 ઓગસ્ટ 2009 થી 19 જૂન 2011 સુધી ઝી ટીવી પ્રસારિત થઈ હતી. આ સીરિયલના 520 એપિસોડ ટીવી પર આવ્યા હતા. આ સિરિયલ રાની લક્ષ્મી બાઈની જીવનકથા પરથી બનાવવામાં આવી હતી અને એટલે જ આ સિરિયલને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

આ સીરિયલમાં રાણી લક્ષ્મી બાઈની યુવાનીનું પાત્ર ભજવનાર અભિનેત્રી તો તમને સૌને યાદ જ હશે. તેનું પાત્ર એટલું તેજસ્વી હતું કે લોકો તેને અસલ જીવનમાં પણ તેના સાચા નામે નહિ પણ રાણી લક્ષ્મી બાઈના નામે ઓળખવા લાગ્યા હતા.પણ તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ અભિનેત્રીનું અસલી નામ ઉલકા ગુપ્તા છે અને તે ટેલિવિઝન અભિનેત્રી અને બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી છે. .
તો ચાલો આજે આપણે જાણીએ કે ઉલકા ગુપ્તા આજે પોતાના જીવનમાં શુ કરી રહી છે.

તમારી મનગમતી રાની લક્ષ્મીબાઈ એટલે કે ઉલકા ગુપ્તાનો જન્મ એપ્રિલ 1997 માં બિહાર રાજ્યમાં થયો હતો પણ હાલમાં તે મુંબઇમાં જ રહે છે ઉલ્કાના પરિવારમાં તેના પિતા અને બહેન ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે.ઉલ્કા ગુપ્તાને ઝાંસી કી રાની સિરિયલ પછી જ લોકપ્રિયતા મળી હતી. ઝાંસી કી રાણીમાં પોતાના શાનદાર અભિનયના કારણે ઉલકા ગુપ્તાને ભારતીય એવોર્ડ અને ઝી રિશ્તા એવોર્ડથી પણ મળ્યા હતા, આ ઉપરાંત પણ તેને અનેક એવોર્ડ જીત્યા હતા.

ઉલ્કા ગુપ્તાએ માત્ર 7 વર્ષની ઉંમરે ‘રેશમ ડંક’થી નાના પડદા પર બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ શોની ટીઆરપી ઓછી હોવાના કારણે આ શો માત્ર છ મહિનામાં જ ઓફ એર થઇ ગયો હતો. ઉલ્કાએ જણાવ્યુ કે, “મને બાળપણથી જ અભિનય કરવાનો ચસ્કો હતો. પરંતુ મને ખુબ જ નાની ઉંમરમાં જ ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઇડથી અવગત થઇ ગઇ હતી. રેશમ ડંક બાદ હું અને મારા પિતા ઓડિશન્સ આપવા જતા હતા, પરંતુ તે સમયે મને એ જાણીને ખુબ નિરાશા થતી હતી કે પ્રોડ્યૂસર્સ ગોરી ચોકરીની શોધમાં હતાં. તેમના અનુસાર ગોરી છોકરીઓ અપ-માર્કેટ હોય છે.”

ઉલ્કાએ વધુમાં જણાવ્યુ કે, તેની સ્કિનનાં કારણે તેને ઘણીવાર રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો. તેને એમ પણ જણાવ્યુ કે, મારા કોમ્પલેક્શનનાં કારણે જ મને ‘સાત ફેરે’ સીરિયલમાં સલોનીની દીકરીની ભૂમિકા મળી હતી. હું હવે ક્યારેય એવા ઓડિશન્સમાં નથી જતી. ગોરા હોવીથી કોઇ અપ-માર્કેટ નથી હોતુ. હું મારા ટેલેન્ટ મુંજબ આગળ વધવા માંગુ છું.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સિરિયલ ‘રાણી લક્ષ્મી બાઇ’ની આ અભિનેત્રી હવે દેખાય છે પહેલા કરતા સાવ અલગ, તસવીરો બે વાર જોશો તો પણ નહિં ઓળખી શકો"
ટિપ્પણી પોસ્ટ કરો