હવે લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીં, જાણી લો બીજા આ 9 નિયમો જે કાલથી થઈ રહ્યા છે લાગું, વાંચો કયા ફેરફારથી તમને કેટલો પડશે ફરક..
1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા મહિનાથી ફેસ્ટિવ સીઝન પણ શરૂ થશે. આ સાથે જ કોરોનાકાળમાં સરકાર અનલોક 5.0ની પણ જાહેરાત કરશે. જે ફેરફાર થવા જઈ રહ્યા છે તેમાં હવાઈ મુસાફરી, મીઠાઈ, ગેસ સિલિન્ડર, અને સ્વાસ્થ્ય વીમા સહિત અનેક ચીજ વસ્તુઓ એવી છે જેની અસર તમારા જીવન પર જોવા મળશે. કયા ફેરફારથી તમને કેવી રીતે, કેટલો ફાયદો થશે તે આવો જાણીએ.
ઉજ્જવલા ગેસ કનેક્શન ફ્રી નહીં
એલપીજી (રાંધણગેસ) કનેક્શન વિના મૂલ્યે મેળવવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બરે પૂરી થઇ રહી છે. કોરોનાના કારણે આ તારીખ લંબાવાઇ હતી.
ખુલ્લી મીઠાઇ પર એક્સપાયરી ડેટ લખવી પડશે
બજારમાં વેચાતી ખુલ્લી મીઠાઇ માટે વેપારીએ તેના ઉપયોગ માટેની એક્સપાયરી ડેટ દર્શાવવી પડશે. ખાદ્ય નિયામક એફએસએસએઆઇએ તે ફરજિયાત કરી દીધું છે. કેન્દ્ર સરકારે એક ઓક્ટોબરથી એક નવો કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ મીઠાઈ વેચનારા દુકાનદારોએ પોતાની તમામ મીઠાઈ પર એક્સપાયરી ડેટ નાખવી પડશે. FSSAI ના નવા નિયમ મુજબ દુકાનોમાં મીઠાઈની સજેલી થાળીઓ પર બેસ્ટ બિફોર લખવું ફરજિયાત રહેશે. એટલે કે મીઠાઈ જે સમય સુધી ખાવા યોગ્ય રહેશે તેની તારીખ મીઠાઈની તારીખ પર લખવી જરૂરી રહેશે. જો કે મીઠાઈ બનાવવાની તારીખ થાળી પર લખવું જરૂરી નથી. કારણ કે FSSAIએ તેને વેપારીઓની ઈચ્છા પર છોડ્યું છે.
લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીં
વાહન ચલાવતી વખતે હવે લાઇસન્સ અને રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરૂર નહીં પડે. તેમની સોફ્ટ કોપી પણ માન્ય ગણાશે. મોટર વાહન અધિનિયમ, 1989માં સુધારા અંતર્ગત વાહનના ડોક્યુમેન્ટ્સની આઇટી પોર્ટલ દ્વારા જાળવણી થશે.
વાહન ચલાવતી વખતે મોબાઇલ યુઝ કરી શકાશે
વાહન ચલાવતી વખતે રૂટ નેવિગેશન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. ડ્રાઇવરનું ધ્યાન ભંગ ન થવું જોઇએ. મોબાઇલ પર વાત કરવા બદલ 5 હજાર રૂ. સુધીનો દંડ થઇ શકશે. આ અંગે મંત્રાલયે કહ્યું કે તેણે કેન્દ્રીય મોટર વાહન નિયમો (Motor Vehicle Rules)માં સંશોધન કરવામાં આવ્યું છે. તેના હેઠળ વાહન સંબંધી જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે- લાયસન્સ, રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ વગેરેને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી મેન્ટેન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક પોર્ટલ દ્વારા કમ્પાઉન્ડિંગ, એન્ડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન અને રિવોકેશન, રજીસ્ટ્રેશન અને ઈ-ચાલાન જાહેર કરવા વગેરેનું કામ પણ થઈ શકે છે.
આ પોર્ટલ પર રદ્દ કરવામાં આવેલા આ ડિસક્વોલિફાઈડ ડ્રાઈવિંગ લાયસન્સનું ક્રમાનુસાર રેકોર્ડ રાખવામાં આવશે. નિયમો અનુસાર જો કોઈ વાહન સંબંધી ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાઈ કરવામાં આવ્યું છે તો પોલીસ અધિકારી તેની ફિઝિકલ કોપી નહીં માંગી શકે. તેમાં તે મામલા પણ સામેલ હશે જ્યાં ડ્રાઈવરે ઘણા ઉલ્લંધન કર્યા છે. જેમાં કોઈ ડોક્યુમેન્ટને જપ્ત કરવામાં આવી શકે છે. આ પ્રકારની જપ્તીને પોર્ટલ પર ઈલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે. ત્યાર બાદ આ ડોક્યુમેન્ટના વર્ણનને ક્રમાનુસાર રેકોર્ડ કરવામાં આવશે. આ પ્રકારના રેકોર્ડ નિયમિક અંતર પર પોર્ટલ પર દર્શાવવામાં આવશે.
આરોગ્ય વીમા પોલિસીમાં ફેરફાર
વીમા નિયંત્રક ઇરડાના નવા નિયમો મુજબ પોલિસીધારકે સતત 8 વર્ષ પ્રીમિયમ ચૂકવ્યું હોય તો કંપનીઓ ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે. વધુ બીમારીઓ પણ કવર થશે. જોકે, તેના કારણે પ્રીમિયમ વધી શકે છે. વીમા નિયામક આઈઆરડીએઆઈના નિયમો મુજબ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીમાં એક મોટો ફેરફાર થવાનો છે. એક ઓક્ટોબરથી તમામ હાલની અને નવી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી હેઠળ ખુબ જ રાહત દરે વધુ બીમારીઓ માટે કવર ઉપલબ્ધ થશે. આ ફેરફાર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીને સ્ટાન્ડર્ડાઈઝ્ડ અને કસ્ટમર સેન્ટ્રિક બનાવવા માટે કરાઈ રહ્યો છે. તેમાં અનેક અન્ય ફેરફાર પણ સામેલ છે.
સરસીયામાં ભેળસેળ નહીં
હવે સરસવનું તેલ (સરસીયું) શુદ્ધ મળશે. એફએસએસએઆઇએ તેમાં બીજા તેલ મિલાવવા પર રોક લગાવી દીધી છે. અત્યાર સુધી તેમાં રાઇસ બ્રાન ઓઇલ કે સસ્તા તેલ મિલાવાતા હતા.
વિદેશમાં નાણા મોકલવા પર 5 ટકા ટેક્સ
વિદેશમાં સંતાનોને કે સંબંધીઓને નાણા મોકલો કે પ્રોપર્ટી ખરીદો તો જે-તે રકમ પર 5 ટકા ટીસીએસ ચૂકવવો પડશે. ફાઇનાન્સ એક્ટ, 2020 મુજબ લિબરલાઇઝ્ડ રિમિટન્સ સ્કીમ હેઠળ વાર્ષિક 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકાય છે. તેને ટીસીએસના દાયરામાં લવાઇ છે. કેન્દ્ર સરકારે વિદેશ પૈસા મોકલવા પર ટેક્સ વસૂલવા સંબંધિત નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ એક ઓક્ટોબરથી લાગુ થશે. આવામાં જો તમે વિદેશમાં ભણતા તમારા બાળકને પૈસા મોકલશો કે કોઈ સંબંધીને આર્થિક મદદ કરશો તો તે રકમ પર 5 ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS)ની વધારાની ચૂકવણી કરવી પડશે. ફાઈનાન્સ એક્ટ 2020(Finance Act 2020) મુજબ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લિબરલાઈઝ્ડ રેમિટેન્સ સ્કિમ (LRS) હેઠળ વિદેશ પૈસા મોકલનારી વ્યક્તિએ ટીસીએસ આપવું પડશે.
કલર ટીવી મોંઘા થશે
કેન્દ્ર સરકારે કલર ટીવીના એસેમ્બલિંગમાં વપરાતા ઓપન સેલ કમ્પોનન્ટની આયાત પર 5 ટકા કસ્ટમ ડ્યુટી બહાલ કરી દીધી છે. તેના પર સરકારે એક વર્ષની છૂટ આપી હતી.
ગૂગલ મીટ પર ફ્રી મીટિંગ 60 મિનિટ જ
ઓનલાઇન મીટિંગ માટે ગૂગલ મીટનો ઉપયોગ મર્યાદિત થશે. ફ્રી યુઝર મહત્તમ 60 મિનિટ મીટિંગ કરી શકશે. પેઇડ યુઝર્સ તેનાથી લાંબી મીટિંગ કરી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હવે લાઇસન્સ-આરસી બુક રાખવાની ઝંઝટ નહીં, જાણી લો બીજા આ 9 નિયમો જે કાલથી થઈ રહ્યા છે લાગું, વાંચો કયા ફેરફારથી તમને કેટલો પડશે ફરક.."
ટિપ્પણી પોસ્ટ કરો