સુશાંતના કેસમાં સૌથી મોટો ખુલાસો: AIIMSના રિપોર્ટમાં જાણવા મળ્યું કંઇક એવું કે.. જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો
AIIMS ના રિપોર્ટમાં સુશાંતના શરીરમાં ઝેર બાબતે થયો ચોંકાવનારો ખુલાસો
સુશાંતના મૃત્યુ બાદ સુશાંતની તપાસમાં મુંબઈ પોલીસે બેદરકારી દાખવતા ત્યાર બાદ તેમાં પટના પોલીસની તપાસ પણ શરૂ થતાં આખીએ તપાસ ગુંચવાઈ ગઈ હતી. અને સુશાંતને ન્યાય મળે તે હેતુથી તેના ફેન્સ તેમજ મિત્રો અને ફેમિલિ દ્વારા તેની તપાસ સીબીઆઈને સોંપવા માટે એક જુંબેશ શરૂ કરવામા આવી હતી અને છેવટે સુપ્રિમ કોર્ટે સુશાંતની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સીબીઆઈ સુશાંતના મૃત્યુને લઈને તેની વિવિધ એંગલેથી તપાસ કરી રહી છે.
સુશાંતના મૃત્યુમા ઘણા લોકો તેમજ તેના ફેન્સનો એ દાવો હતો કે તેને ઝેર આપીને મારી નાખવામા આવ્યો છે. ત્યારે તાજેતરમાં આ બાબતે એઇમ્સના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. અને આ રિપોર્ટ્સ પ્રમાણે સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારનું ઝેર મળ્યુ નથી. એમ્સના ડોક્ટર્સને સુશાંતના મૃત શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ઝેર નહીં મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ બાબતે બીજો એક અહેવાલ કપૂર હોસ્પિટલમાંથી પણ મળવાનો છે જેમા હજુ સુધી ઝેરને લઈને કોઈ સ્પષ્ટતા કરવામા નથી આવી.
એઇમ્સ દ્વારા આપવામા આવેલા રીપોર્ટ્સના ખુલાશાથી એક ચકચારી મચી જવા પામી છે. કારણ કે ઘણા લોકોને એવી શંકા હતી અને કેટલાક લોકોએ તો એવો દાવો પણ કર્યો હતો કે સુશાંતની ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી. પણ આ રિપોર્ટ્સ પરથી આ બધી જ વાતોને તેમજ અટકળોને રદીયો મળ્યો છે. જો કે સુશાંતના કુટુંબે ક્યારેય સુશાંતની હત્યા થઈ હોવાનો દાવો નથી કર્યો પણ તેને આત્મહત્યા કરવા માટે પ્રેરવા બાબતે દાવો કરવામાં આવ્યો છે.
હાલ સુશાંતના મૃત્યુની તપાસે એક અલગ જ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને આખોએ મામલો બોલીવૂડમાં ડ્રગ્સના વપરાશ તરફ વળી ગયો છે. અને સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તિ તેમજ તેના ભાઈની પુછપરછ માટે ધરપકડ કરી લેવામા આવી છે. તો વળી બીજી બાજુ બોલીવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર તેમજ સારા અલી ખાનની પણ ડ્રગ્સ મામલે હાલ પુછ પરછ કરવામા આવી રહી છે.
સુશાંતના મૃત્યુના કેસે એક રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને હાલ આ કેસની સીબીઆઈ તપાસ તો જાણે અટકી જ ગઈ છે અને એનસીબીની તપાસ ચાલી રહી છે. અને માટે સુશાંતની તપાસ જાણે ખોરંભે ચડી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે.
રીયા ચક્રવર્તિ પર સુશાંતના પિતાએ મની લોન્ડ્રીંગ તેમજ તેમના દીકરાને આત્મહત્યા માટે પ્રેરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુશાંતને ન્યાય મળશે ખરો ? તેના મૃત્યુ પાછળ ધરબાયેલું રહસ્ય ક્યારેય ખુલશે ખરું ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સુશાંતના કેસમાં સૌથી મોટો ખુલાસો: AIIMSના રિપોર્ટમાં જાણવા મળ્યું કંઇક એવું કે.. જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો"
ટિપ્પણી પોસ્ટ કરો