વિદેશી થઈને પણ દેશી રંગમાં રંગાઈ ગઈ છે બોલીવુડની આ અભિનેત્રીઓ, કમાઈ છે સારું એવું નામ

ભારતીય ફિલ્મ જગતની ચમકથી બીજા દેશના લોકો પણ ખેંચાઈ આવે છે. જે લોકોમાં પ્રતિભા હોય છે, એ દેશ- દુનિયાની બધી સીમાઓ પાર કરીને પણ પહોંચી જાય છે, જ્યાં એમને પોતાની પ્રતિભાને નિખારવાની તક મળે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ પણ વિદેશોની ઘણી પ્રતિભાઓ આકર્ષિત થઇ છે. ભારતના ફિલ્મ જગતે પણ એમને અપનાવી લીધા છે. પોર્નસ્ટાર સની લીયોનથી લઈને ડાન્સિંગ ક્વીન હેલન સુધીને ભારતીય જગતમાં એક અલગ જ ઓળખ મળી છે. પોતાની પ્રતિભા અને અભિનયના દમ પર આ વિદેશી પ્રતિભાઓ છવાઈ ગઈ છે. દેશી રંગમાં આજે એ સંપૂર્ણ રીતે રંગાઈ ગયા છે.
નરગીસ ફખરી
આ મૂળ રીતે અમેરિકાની છે. શરૂમાં સારી રીતે અભિનય ના કરવાને કારણે એમની આલોચના પણ થઇ હતી. તેમ છતાં પણ એ પોતાના સપનાઓ પર મજબુત રહી. એમણે અભિનયને ઊંડાઈ પૂર્વક શીખ્યું. ફિલ્મ રોકસ્ટારમાં એમની એક્ટિંગના ઘણા વખાણ થયા. પોતાના કરિયરની આ પહેલી ફિલ્મ સુપરહિટ રહી. પછી મદ્રાસ કેફે, મેં તેરા હીરો, અને બેન્જો જેવી ફિલ્મોમાં પણ એમણે પોતાની પ્રતિભા સાબિત કરી.
સની લિયોન
આ ભારતીય અને કનેડીયાઈ મૂળની અભિનેત્રી છે. પહેલા એ પોર્નસ્ટાર હતી. બીગ બોસમાં જયારે એમણે ભાગ લીધો હતો તો એને કારણે દેશભરમાં એમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું હતું. જોકે, પછીથી દર્શકોએ એમનો સ્વીકાર કરી લીધો હતો. સૌથી પહેલા એમણે મહેશ ભટ્ટની ફિલ્મ ‘જિસ્મ 2’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ ઘણી હીટ રહી હતી. એ પછી ઘણી હીટ ફિલ્મોમાં કામ કરીને સની લિયોને બધાનું દિલ જીતી લીધું. રાગીની એમએમએસ 2 , જેકપોટ, અને મસ્તીજાદે જેવી હીટ ફિલ્મોમાં સની લીયોની જોવા મળી છે.
હેલન
હેલન મૂળ તો બર્મા (મ્યાનમાર) ની રહેવાસી છે. ભારતીય સિનેમામાં એમણે પોતાની સૌથી અલગ જ ઓળખ બનાવી છે. એ ડાન્સ ક્વીનના નામે પણ ઓળખાય છે. સૌથી પહેલી વાર એમણે ફિલ્મ અલીફલેલામાં કામ કર્યુ હતું. એમાં એમણે એક સોલો ડાન્સરની ભૂમિકા નિભાવી હતી. હેલન ઓ હસીના જુલ્ફોવાલી, પિયા તુ અબ તો આજા, યે મેરા દિલ પ્યાર કા દીવાના, જેવા ગીતોમાં જોવા મળી છે. પોતાના ડાન્સના દમ પર એમણે દરેકનું દિલ જીતી લીધું છે.
એલી અવરામ
એલી અવરામ ગ્રીક- સ્વીડીશથી છે. એલી બાળપણથી જ બોલીવુડ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. ફિલ્મ મિક્કી વાયરસથી એમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મોમાં ભલે વધારે કાંઈ ના કરી શકી હોય, પણ બીગ બોસના સ્પર્ધક તરીકે એમણે ઘણી ચર્ચા મેળવી હતી. સલમાન ખાન સાથે ઘણી સારી મિત્રતા થઇ ગઈ હતી. એમણે ભાગ જોની ભાગ, કિસ કિસ કો પ્યાર કરું જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
યાના ગુપ્તા
બોલીવુડની ફિલ્મ દમથી પોતાના કરિયરની શરૂઆત કરનારી યાના ગુપ્તા ચેક ગણ્ય્રજ્યમાં ઉછરી છે. ફિલ્મમાં આઈટમ ગર્લ તરીકે એ ખુબજ પસંદ થઇ હતી. જોકે, પછીથી ફિલ્મોમાં યાના ગુપ્તા કાંઈ ખાસ ના કરી શકી. ધીમે ધીમે એમની બધી ફિલ્મો ફ્લોપ થવા લાગી. યાના ઘણી ફિલ્મોમાં પોતાના આઈટમ ડાન્સનો જાદુ દેખાડી ચુકી છે.
જૈક્લીન ફર્નાડીસ
હાઉસફુલ 2, રેસ 2 , મર્ડર 2 , અને કિક જેવી સુપરહિટ ફિલ્મો આપવાવાળી જૈક્લીન ફર્નાડીસ શ્રીલંકાની અભિનેત્રી છે. ફિલ્મોમાં આવતા પહેલા જૈક્લીન મિસ શ્રીલંકાના તાજ પહેરી ચુકી છે. એમણે બોલીવુડમાં અલાદીન ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. એમને સર્વશ્રેષ્ઠ નવી અભિનેત્રીનો આઈફા અને સ્ટારડસ્ટ પુરસ્કાર પણ વર્ષ ૨૦૧૦ માં મળી ચુક્યો છે.
કટરીના કૈફ
કટરીના કૈફ બ્રિટીશ ભારતીય મૂળની અભિનેત્રી છે. એમણે ફ્લોપ ફિલ્મ બૂમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તેમ છતાં બોલીવુડમાં એ હીટ સાબિત થઇ છે. બોલીવુડમાં જયારે એમણે પ્રવેશ કર્યો હતો, તો એને સારી રીતે હિન્દી બોલતા પણ નહતું આવડતું, પણ આજે એ પોતાના અભિનય અને ગ્લેમરના દમ પર એ બોલીવુડમાં રાજ કરી રહી છે. રેસ, પાર્ટનર, વેલકમ, રાજનીતિ, સિંહ ઈઝ કિંગ, અજબ પ્રેમ કી ગજબ કહાની, અને એક થા ટાઇગર જેવી ઘણી ફિલ્મોમાં કેટરીના કૈફ કામ કરી ચુકી છે.
ગિસેલ્લે મોન્ટીરો
ગિસેલ્લે મોન્ટીરો મૂળ તો બ્રાઝીલની રહેવાસી છે. ફિલ્મ લવ આજ કલથી એમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. એમ તો અભિનેત્રી તરીકે એમનું કરિયર ખાસ ના રહ્યું. જોકે, એમને પોતાની પહેલી ફિલ્મ લવ આજ કલ માટે ઘણી પ્રશંસા મળી હતી. ફિલ્મ ઓલ્વેજ કભી કભી માં છેલ્લી વાર મોટા પડદે દેખવા મળી હતી.
બારબરા મોરી
તે મૂળ તો મેક્સિકોથી છે. સૌથી પહેલા બોલીવુડમાં ફિલ્મ કાઈટ્સમાં તે ઋત્વિક રોશન સાથે જોવા મળી હતી. બોક્સ ઓફીસ પર તો એ ફિલ્મ વધારે ચાલી નહિ, પણ એના અભિનયના ઘણા વખાણ થયા. ઋત્વિક રોશન સાથે પણ એમના અફેયરની ઘણી ખબરો ઉડી હતી, એટલે સુજૈન ખાન નારાજ છે એવું કહેવાતું હતું.
એમી જૈક્સન
એમી જૈક્સન ઇંગ્લેન્ડમાં જન્મી હતી. એ જયારે ૨૦૧૦ માં ભારત આવી હતી તો એક તમિલ ફિલ્મમાં સૌથી પહેલા કામ કર્યું હતું. પછી ફિલ્મ એક થા દીવાનાથી એણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પ્રતિક બબ્બર સાથે પોતાના સંબંધને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. એમની મુખ્ય ફિલ્મોમાં સિંહ ઈઝ બ્લિંગ, અને ફ્રીકી અલી નો સમાવેશ થાય છે.
બ્રૂના અબ્દુલ્લા
તે મૂળ બ્રાજીલથી છે. દેસી બોયઝનું એક ગીત ‘સુબહ હોને ન દે’ થી ઘણી લોકપ્રિય થઇ ગઈ હતી. ફિલ્મોમાં એને મુખ્ય ભૂમિકાઓ નહતી મળી રહી. એવામાં એમણે નાની મોટી ભૂમિકાઓ અદા કરીને બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મ જય હો, ,મસ્તીજાદે, આઈ હેટ લવસ્ટોરી અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મોમાં એ જોવા મળી છે.
કલ્કિ કોચલીન
મૂળ તો એ ફ્રાન્સની રહેવાસી છે. બોલીવુડમાં એમણે ફિલ્મ દેવ ડી થી પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં કલ્કિ કોચલીનના અભિનયના ઘણા વખાણ થયા હતા. એ પછી કલ્કિ જિંદગી ના મિલેગી દોબારા, ફિલ્મમાં જોવા મળી હતી. એ સિવાય, યે જવાની હે દીવાની, અને એક થી ડાયન માં પણ એની ભૂમિકાની ઘણી પ્રશંસા થઇ છે. જણાવી દઈએ,કલ્કિએ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. અત્યારે તો બંનેના છૂટાછેડા થઇ ગયા છે.
આ રીતે વિદેશોથી આવીને ભારતમાં આ કલાકારોએ પોતાની પ્રતિભા દેખાડી છે, સાથે જ પોતાની એક અલગ ઓળખ પણ બનાવી છે. આવનારા સમયમાં પણ આવી પ્રતિભાઓ ભારતીય ફિલ્મ દુનિયામાં જોવા મળતી રહેશે.
0 Response to "વિદેશી થઈને પણ દેશી રંગમાં રંગાઈ ગઈ છે બોલીવુડની આ અભિનેત્રીઓ, કમાઈ છે સારું એવું નામ"
ટિપ્પણી પોસ્ટ કરો