સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હજુ આટલા દિવસો છે ભારે વરસાદની આગાહી, બહાર જતા પહેલા ખાસ રાખજો ધ્યાન નહિં તો…
સૌરાષ્ટ્ર – ઉત્તર ગુજરાતમાં ફરી થયો જળબંબાકાર – વિજળી પડતાં 5ના મૃત્યુ – આવનારા દિવસોમાં પણ પડી શકે છે ભારે વસરસાદ
સમગ્ર ગુજરાતમાં થોડા દિવસથી મેઘરાજાએ વિસામો લીધો હતો પણ રવિવારથી ફરી મેઘરાજાએ બેટીંગ શરૂ કરી દીધી છે. અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લા ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.
ઉત્તર ગુજરાતના દેવી અંબાના ધામ એવા અંબાજીમાં એક જ દિવસમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજા દુઃખદ સમાચાર એ છે કે ઉત્તર ગુજરાતમાં વીજળી પડતાં 4 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ખાંભામાં વીજળી પડતા 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
ઉત્તર ગુજરાતમાં રવિવારે ભારે વરસાદ ખાબકી ગયો જેમાં અંબાજી ધામમાં સૌથી વધારે ત્રણ ઇંચ વરસાદ પડી ગયો. તો વળી વીજળી પડતાં ચાર લોકોના મૃત્યુ થયા તો વળી ઝાડ પડતાં એક બાઇક સવારનું પણ મૃત્યુ થયું હતું. સૌરાષ્ટ્રમાં પણ વીજળી પડતાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર મળ્યા છે. અંબાજી સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામા આવેલા ઉંઝા તેમજ ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો તો, મહેસાણા, વિજાપુર તેમજ વિસનગર ખાતે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની વાત કરીએ તો અહીં સિદ્ધપુરમાં એક ઇંચ અને હારિજ તેમજ ચાણસ્મા ગામમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને દાતામાં માત્ર બે જ કલાકમાં 3 ઇંચ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. અને મુખ્ય રસ્તાઓ પરથી પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સાથે જ ભિલોડામાં પણ એક જ કલાકમાં એક અને ઇડરમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીરગઢડામાં રવિવારે માત્ર બે જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો આ જ વિસ્તારની આસપાસ આવેલા સીમાસી, કાણકીયા, રેવદ, ઝુડવડલી, આંબાવડમાં 3 ઇંચ વરસાદ એક જ દિવસમા પડી ગયો હતો. ગીરના જંગલમાં પણ જળબંબાકાર થયો હતો. અહીં ઉપરવાસમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો તો વળી ખાંભા તેમજ સાવરકુંડલા તાલુકાના વિસ્તારોમાં પણ બે ઇંચ વરસાદ રવિવીરે ખાબક્યો હતો. આ સિવાય આવનારા બે દિવસમાં પણ અરબ સમુદ્રમાં લો પ્રેશર તેમજ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
વીજળી પડતાં થયાં 5 લોકોના કરુણ મૃત્યુ
રવિવારનો દિવસ કેટલાક પરિવારજનો માટે અત્યંત દુઃખનો રહ્યો છે. મહેસાણા તાલુકાના પઢારિયા ગામમાં બરસાદથી બચવા માટે ટ્રેક્ટરની ટ્રોલી નીચે બેઠેલા બે મજૂરોના વીજળી પડતાં મૃત્યુ થયા હતા. જ્યારે તેમની સાથેના બીજા ત્રણ લોકોને ઇજા થઈ હતી.
આ ઉપરાંત ખાંભાના ગોરાણા ગામના એક પુરુષનું પણ વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું. તો વળી મોડાસાના નાદીસણ ગામમાં પણ વીજળી પડતાં એક વ્યક્તિના મૃત્યુનો બનાવ બન્યો છે. તો ભિલોડામાં રહેતા નિવૃત્ત સૈનિકનું પણ વીજળી પડતાં મૃત્યુ થયું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હજુ આટલા દિવસો છે ભારે વરસાદની આગાહી, બહાર જતા પહેલા ખાસ રાખજો ધ્યાન નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો