મર્યા પછી પૂરું થઇ રહ્યું છે સુશાંત સિંહ રાજપુતનું સપનું, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી થશે સમ્માનિત
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની ખબર જયારે અઢી મહિના પહેલા સામે આવી હતી તો આખો દેશ એકદમ આઘાતમાં સરી ગયો હતો. કોઈને એ વાત પર વિશ્વાસ જ નહતો આવતો કે આટલો જીવંત વ્યક્તિ એટલું જલ્દી આ દુનિયાને હમેશા માટે છોડી ને ચાલ્યા ગયા છે.
સુશાંતના મોતને લગભગ અઢી મહિના વીતી ચુક્યા છે, પણ હજી સુધી એમનું નામ લોકોના મોઢેથી ઉતર્યું નથી. જે પ્રેમ સુશાંત સોંહ રાજપૂતને મર્યા પછી એમના પ્રશંસકોથી મળી રહ્યો છે, એ સમ્માન જીવતા જોવાની એમની ઈચ્છા હતી. એ જ કારણ છે કે સુશાંત સિંહ રાજપૂતને એમના ફેંસ ભુલાવી જ નથી રહ્યા. એટલે સુધી કે બોલીવુડને પણ પોતાના આ પ્રતિભાશાળી અભિનેતાનું આટલું જલ્દી ચાલ્યા જવાનું દુઃખ છે.
સુશાંત સિંહ રાજપૂતના મોત પછી હવે એમને સરકાર પણ સમ્માન આપવા ઈચ્છી રહી છે. થોડા સમય પહેલા જ એ એલાન કરી દેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતને મરણોપરાંત દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સમ્માન કરવામાં આવશે.
ભારતનો ‘ઓસ્કાર’
જણાવી દઈએ કે એટલું મહત્વ ઓસ્કર એવોર્ડનું છે, એટલું જ મહત્વ ભારતમાં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડનું પણ છે. દરેક ફિલ્મી કલાકારનું સપનું હોય છે કે એમને પોતાના જીવનમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર મળે. સુશાંત સિંહ રાજપૂત પણ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડની ટ્રોફી મેળવવાનું સપનું દેખતા હતા. જીવતા તો એમનું સપનું આ પૂરું ના થઇ શક્યું, પણ હવે એમના મર્યા પછી એમનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે.
ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી ખુબજ જલ્દી દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ્સ, ૨૦૨૧ નું આયોજન થવાનું છે. સૂત્ર જણાવી રહ્યા છે કે આ વખતે એક મંત્રાલય દ્વારા દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ્સની તૈયારીઓ થઇ રહી છે. એવું જણાવાઈ રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની યાદમાં જલ્દી જ સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક ખાસ ફેસ્ટીવલનું આયોજન પણ થઇ શકે છે, જ્યાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો દેખાડવામાં આવશે.
એવું જણાવાઈ રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતને લીધે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો આઘાત લાગ્યો છે. જે સમ્માન એ જીવતા ના મેળવી શકયા ,હવે એમના મોત પછી એમને આ સમ્માન આપવાની તૈયારીઓ થઇ રહી છે. જે અન્યાય એમની સાથે થયો છે, એ ભૂલને સુધારવા માટે આવું પગલું લેવાઈ રહ્યું છે.
સરકાર અલગથી એક ફિલ્મ મહોત્સવ આયોજન કરવાના પક્ષમાં છે, જ્યાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો દેખાડીને એમને યાદ કરવામાં આવશે. રાષ્ટ્રીય પુરસ્કારોમાં પણ સુશાંત સિંહ રાજપૂતને મરણોપરાંત સમ્માનિત કરવાની ખબરો સામે આવી રહી છે.
ક્યારેય નથી મળ્યો ફિલ્મફેયર પુરસ્કાર
નોંધપાત્ર છે કે છેલ્લા ૧૧ વર્ષોથી સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ જગતમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન એમને ક્યારેય પણ ફિલ્મફેયર એવોર્ડ નથી આપવામાં આવ્યો. પોતાના સમગ્ર કરિયર દરમિયાન સુશાંત સિંહ રાજપૂતને ફક્ત બે સ્ક્રીન એવોર્ડ્સ જ મળ્યા હતા, જયારે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમએસ ધોની: દ અનટોલ્ડ સ્ટોરી’ ખુબ જ પસંદ કરવામાં આવી હતી. મેલબર્ન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલમાં એમને એના માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે ૧૪ જૂને પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં સુશાંત મૃત મળ્યા હતા. એ પછી એમની મોતની તપાસ ચાલી રહી છે. પહેલા મુંબઈ પોલીસે તપાસ શરુ કરી હતી. પછી બિહાર પોલીસે પણ તપાસ શરુ કરી. અત્યારે આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.
સુશાંતના મોત પછી એવું જાણવા મળ્યું કે એમની ફેન ફોલોઈંગ એટલી જોરદાર છે. એમના કામના વખાણ પણ એ પછી થવા લાગ્યા હતા. એવું જણાવાઈ રહ્યું છે કે આ કારણે એમને મરણોપરાંત દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સમ્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ અવોર્ડનું આયોજન ક્યારે થશે, એની તારીખની જાહેરાત હજી અત્યારે તો નથી કરવામાં આવી.
કેલીફોર્નીયા સ્ટેટ અસેમ્બ્લીથી સમ્માન
એમ તો સુશાંતને મરણોપરાંત કેલીફોર્નીયામાં સમ્માનિત કરાઈ ચૂકયા છે. સિનેમામાં એમના યોગદાન માટે કેલીફોર્નીયા સ્ટેટ અસેમ્બ્લી તરફથી સુશાંતને મરણોપરાંત ખાસ સમ્માન આપવામાં આવ્યું હતું. એમની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઈ સુશાંત માટે આ સમ્માન મેળવ્યું હતું અને સોશ્યલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી.
પોતાના કરિયર દરમિયાન સુશાંતે ૧૨ ફિલ્મોમાં કામ કર્યું હતું. પોતાના કરિયરની શરૂઆત એમણે ફિલ્મ ‘કાઈ પો છે’ થી કરી હતી. પછી એમણે શુદ્ધ દેશી રોમાન્સ અને છિછોરે જેવી ફિલ્મોમાં કામ કર્યું. એમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રહી, અને એમના નિધન પછી ઓટીટી પ્લેટફોર્મ પર આં ફિલ્મ રિલીજ કરવામાં આવી. એને પણ દર્શકોને ભરપુર પ્રેમ મળ્યો છે.
0 Response to "મર્યા પછી પૂરું થઇ રહ્યું છે સુશાંત સિંહ રાજપુતનું સપનું, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી થશે સમ્માનિત"
ટિપ્પણી પોસ્ટ કરો