ભાજપના આ બે પ્રધાનમંત્રીથી પ્રભાવિત હતા પ્રણવ મુખરજી, કરી ચુક્યા છે અનેક વાર વખાણ પણ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વર્ષ 2012માં રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2017 સુધી આ પદ પર રહ્યા હતા. પ્રણવ મુખરજીનો સંબંધ કોંગ્રેસ પાર્ટી સાથે હતો પરંતુ તેઓ ભાજપના બે નેતા તરીકે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ જ પ્રભાવિત હતા. આ વાતનો સ્વીકાર તેમણે એક જાહેર કાર્યક્રમમાં પણ કર્યો હતો.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પ્રણવ મુખર્જી સૌથી અસરકારક નેતા માનતા હતા અને વડાપ્રધાન મોદીને ઝડપથી શીખનારા વડાપ્રધાન તરીકે તેઓ માનતા હતા. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ પણ પ્રણવ મુખરજીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ દિલ્હી આવ્યા ત્યારે પ્રણવદાની આંગળી પકડી આગળ વધ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પ્રણવ મુખર્જી જ્યારે પણ તેમને મળતા ત્યારે હંમેશા પૂછતા કે તમે તમારા આરોગ્યની કાળજે કેવી રીતે રાખો છો ? આ પત્રને પ્રણવ મુખરજીએ ટ્વિટ પણ કર્યો હતો અને જેને જોઇ વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ વિશે ની વાત કરતા એક મુલાકાતમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે, “એક સમયે રાજ્યસભામાં અટલબિહારી બાજપાઈ અચાનક જ મારી સીટ તરફ આગળ આવતા રહ્યા, મેં તેમને નજીક આવવા પર પૂછ્યું કે તમે અહીં આવવાની તકલીફ શા માટે ઉઠાવી ? જો કોઈ કામ હતું તો મને બોલાવી લેવો હતો.
આ સાંભળી અટલજીએ કહ્યું કે, આપણે મિત્ર છે ત્યારબાદ અટલજીએ મને એક વાતની વિનંતી કરી તેમણે કહ્યું કે જ્યોર્જ ફર્નાન્ડિઝ ખૂબ જ મહેનતુ અને હોશિયાર મંત્રી છે. તેમના અંગે વધારે ચર્ચા ન થવી જોઈએ. તે સમયે જ્યોર્જ સંરક્ષણ મંત્રી હતા.” અટલજીની આ વાતની પ્રણવ મુખરજીએ પ્રશંસા કરી હતી આ જોઈ તેઓ પ્રભાવિત થયા હતા કે અટલ બિહારી વાજપેયી કેવી રીતે કામ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં પણ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, “પીએમ મોદીની કામ કરવાની પદ્ધતિ ની પ્રશંસા કરું છું આ વાતની તેમને ક્રેડિટ આપવી જોઈએ કે તે દરેક બાબતને ખૂબ જલ્દી શીખી રહ્યા છે. એક વ્યક્તિ જ સીધા રાજ્ય વહીવટી તંત્રમાં થી આવે છે અને કેન્દ્ર સરકારના વડાપ્રધાન બને છે.. સાથે જ તેઓ અન્ય દેશો સાથેના સંબંધો અને એક્સટર્નલ ઇકોનોમીમાં પણ નિપુણતા હાંસલ કરે છે”.
વડાપ્રધાન મોદીએ પણ જુલાઈ 2016 માં એક કાર્યક્રમ દરમિયાન એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જ્યારે તેઓ દિલ્હી આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ એ જ એક વડીલની જેમ તેની આંગળી પકડી અને જરૂરી ચીજો તેને શીખવી હતી..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભાજપના આ બે પ્રધાનમંત્રીથી પ્રભાવિત હતા પ્રણવ મુખરજી, કરી ચુક્યા છે અનેક વાર વખાણ પણ"
ટિપ્પણી પોસ્ટ કરો