‘લક્ષણો હોય તો જ કોરોના આવે, બાકી ન આવે’ આ વાતમાં માનનાર ચેતજો, એક સર્વેમાં થયો મોટો ઘટસ્ફોટ

કોરોના વાયરસ જેને જેને પોઝિટીવ આવ્યો છે એમાંથી મોટાભાગના લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. આ રોગચાળા અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. તે જ સમયે બીજી તરફ એવા પણ લોકો છે કે જે આ રોગના ઝપેટમાં આવ્યા છે પણ તેમનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. જો કે, ચેપના કુલ કેસોમાં આવા કેસની સંખ્યા વિશે મૂંઝવણ છે. કારણ કે હજુ સુધી તેનું કોઈ તારણ સામે આવ્યું નથી. પીએલઓએસ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે કે જેમાં કોઈ લક્ષણો નથી.

image source

સ્વિટ્ઝર્લેન્ડની બર્ન યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળના આ અભ્યાસ મુજબ કોવિડ -19 લક્ષણોની તીવ્રતાનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મુશ્કેલ છે. અધ્યયન મુજબ કેટલાક લોકો વાયરલ ન્યુમોનિયા, શ્વાસની તકલીફ અને ગંભીર લક્ષણોના કારણે મૃત્યુના શિકાર બન્યા હતા, જ્યારે અન્ય લોકોમાં થોડા તો કોઈમાં તો એકપણ લક્ષણો નહોતા એવા લોકો પણ મોતને ભેટ્યા છે.

image source

આ અભ્યાસ માર્ચથી જૂન 2020 દરમિયાન સાર્સ-કોવ -2 ના ડેટાની મદદથી કરવામાં આવ્યો છે. અભ્યાસ મુજબ, જે લોકો સાર્સ-કોવ -2 દ્વારા શરૂઆતમાં અસરગ્રસ્ત હતા, તેઓમાં શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા ન હતા, પરંતુ પાછળથી જેને લક્ષણો દેખાવા લાગ્યા એવા દર્દીનું પ્રમાણ લગભગ 80 ટકા હતું.

કોરોનાથી બચવા માટે આટલું કરો

image source

સમયાંતરે તમારા હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હૅન્ડ રબથી સારી રીતે ધુઓ. ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાઇરસ નાશ પામે છે. આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળો. હાથથી આપણે અનેક સપાટીને સ્પર્શ કરતા હોઈએ છીએ અને તેમાં વાઇરસ આવી ગયો તેવું બને. આવા હાથે તમે ચહેરાનાં આ અંગોને અડો તો તેનાથી શરીરમાં ચેપ પ્રવેશી શકે.

image source

ખાંસી કે છીંક આવે ત્યારે ટિસ્યૂ પર કે હાથરૂમાલ પર કરો. તે પણ ના હોય ત્યારે કોણી વાળીને તેની વચ્ચે કરો જેથી છાંટા આસપાસ ઊંડે નહીં. ટિસ્યૂ તરત ફેંકી દો. તેની પાછળનો હેતુ વાઇરસ ધરાવતા છાંટા બીજા સુધી ના પહોંચે અને ચેપ ના લગાવે તેવો છે. આ જ કારણસર એકબીજાથી 2 મિટરનું – બંને બાજુ હાથ ફેલાવીએ લગભગ તેટલું અંતર રાખવા માટેનું કહેવામાં આવે છે. ઘણા બધા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય કામે જ બહાર નીકળવું જોઈએ, જેથી ખાંસી કે છીંક ખાનારા બીજા લોકોના સંપર્કમાં આવવાનું બને નહીં.

image source

બહાર નીકળો અને સંપર્કમાં આવો ત્યારે હાથ મેળવવાનું ટાળો એમ WHO કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "‘લક્ષણો હોય તો જ કોરોના આવે, બાકી ન આવે’ આ વાતમાં માનનાર ચેતજો, એક સર્વેમાં થયો મોટો ઘટસ્ફોટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel