કરીના કપૂરનો એક્સરસાઇઝ કરતો થ્રો બેક વડિયો થયો વાયરલ – જુઓ કરીનાનો વર્કાઉટ અંદાજ

કરીના કપૂરનો એક્સરસાઇઝ કરતો થ્રો બેક વડિયો થયો વાયરલ – જુઓ કરીનાનો વર્કાઉટ અંદાજ

અભિનેત્રી કરીના કપૂર ખાન હાલના દિવસોમાં સોશલ મિડિયા પર ખૂબ એક્ટિવ છે. અભિનેત્રીના અવારનવાર તસ્વીરો તેમજ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થતા રહે છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરે હાલમાં જ પોતાનો 40મો જન્મ દિવસ ઉજવ્યો છે, આ દરમિયાન તેણીને પોતાના મિત્રો તેમજ ફેન્સ તરફથી ઢગલાબંધ શુભેચ્છાઓ મળી છે.

image source

તાજેતરમાં જ કરીના કપૂરનો એક જૂનો વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમા કરીના કપૂર જોરદાર અંદાજમાં એક્સરસાઇઝ કરતી જોઈ શકાય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી કેવી રીતે પોતાની ટ્રેનરની મદદથી પિલેટ્સ કરી રહી છે.

આમ તો કરીના કપૂરનો આ વિડિયો જૂનો છે પણ હાલ સોશલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કરીના કપૂર ખાનનો આ વિડિયો વૂમ્પલાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામા આવ્યો છે. અભિનેત્રી આ થ્રોબેક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image source

કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટ્રેસ જલદી જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના કપૂર એક્ટર આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે કરીના કપૂર અને આમિરની આ ફિલ્મ 2021માં ક્રિસમસના અવસર પર રિલિઝ થશે. અને કરીના કપૂર અને સૈફ અલી ખાન એકવાર ફરી માતા પિતા બનવા જઈ રહ્યા છે. તેની જાણકારી આ સ્ટાર કપલ્સે પોતાના સોશલ મિડિયા અકાઉન્ટ પર આપી હતી.

image source

ત્યારબાદ કરીના – સૈફ અને તૈમુર ને લઈ સોશલ મિડિયા પર ઘણા બધા મીમ્સ વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે કરીના ભલે બીજી વાર માતા બનવા જઈ રહી હોય પણ સૈફ અલી ખાન ચોથી વાર પિતા બનવા જઈ રહ્યા છે. અને તેને લઈને તેમની બહેન સોહા અલી ખાને પણ પોતાના સોશલ મિડિયા અકાઉન્ટ પર તેમની ટાંગ ખેંચી હતી. તો વળી સૈફ 50ની ઉંમર વટાવી ગયા બાદ ચોથી વાર પિતા બનવા જઈ રહ્યો છે અને તેને લઈને પણ સોશલ મિડિયા પર મઝાક કરતાં મિમ્સ વાયરલ થયા હતા.

image source

તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન હાર્દિક પંડયા પણ પિતા બની ગયો, તો વળી અનુશ્કા અને વિરાટ પણ પોતાના પ્રથમ સંતાન વિષે સમાચાર આપ્યા હતા અને કરીના-સૈફ પણ લોકડાઉન દરમિયાન પ્રેગ્નન્સી અનાઉન્સ કરી હતી જેને લઈને પણ સોશલ મિડિયા પર ખૂબ મિમ્સ શેર થયા હતા. એમ પણ એક આંકડા પ્રમાણે લોકડાઉન દરમિયાન સામાન્ય કરતાં વધારે સ્ત્રીઓ ગર્ભવતી થઈ હોવાના અહેવાલ સાંભળવા મળ્યા છે.

image source

હાલ કોરોના વયારસના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામકાજ લગભગ ઠપ જ થઈ ગયું છે. કેટલીક અધુરી ફિલ્મોના શૂટિંગ શરૂ થઈ ગયા છે. પણ લૉકડાઉન દરમિયાન બોલીવૂડ સ્ટાર્સ સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહ્યા હતા અને તેમની લાઇફસ્ટાઇલનો અંદાજો તેમના ફેન્સને તેમની તસ્વીરો તેમજ વિડિયો પરથી આવી ગયો હતો. અને આ દરમિયાન બોલીવૂડ સ્ટાર્સે લોકોને કોરોના પ્રત્યે તેમજ સેનેટાઇઝેશન પ્રત્યે પણ ખૂબ જાગૃત કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કરીના કપૂરનો એક્સરસાઇઝ કરતો થ્રો બેક વડિયો થયો વાયરલ – જુઓ કરીનાનો વર્કાઉટ અંદાજ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel