ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય જરૂરથી અજમાવો
દરેક સ્ત્રી અનિચ્છનીય ચહેરાના વાળથી છૂટકારો મેળવીને સુંદર દેખાવા માંગે છે.આ માટે દરેક સ્ત્રીને વારંવાર પાર્લરમાં જવું પડે છે,પણ પાર્લરમાં ધક્કો ગયા વગર જ તમે ઘરેલુ ઉપાયની મદદથી ચેહરા પરના વાળ દૂર કરી શકો છો.ખાંડ,દહીં,ઓટમીલ સ્ક્રબ, લીંબુનો રસ અને મધ અનિચ્છનીય ચહેરાના વાળથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.ત્વચારોગ વૈજ્ઞાનિક અનુસાર અનિચ્છનીય ચહેરાના વાળને કુદરતી રીતે છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય આપ્યા છે,તો ચાલો જાણીએ ચહેરા પરના વાળને દૂર કરવા માટેના ઉપાયો વિશે.
ચાર ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ બરાબર મિક્સ કરો.ત્યારબાદ તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો.તેને 10 મિનિટ માટે રહેવા દો અને પછી તેને ધોઈ લો.શ્રેષ્ઠ પરિણામો માટે,તમે અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવો.
જવના દલિયા એક ઉત્તમ એક્સફોલિએટિંગ એજન્ટ હોવાના કારણે તમારા ચહેરાના વાળ દૂર કરવામાં પણ મદદ કરે છે.અડધી ચમચી જવના દલિયામાં આઠ ટીપાં લીંબુનો રસ ઉમેરો.તેને સારી રીતે મિક્સ કરી દો અને તેને ચહેરા પર 15-20 મિનિટ માટે રહેવા દો,પછી તમારો ધોઈ લો.આ મિક્ષણને અઠવાડિયામાં બે દિવસ જરૂરથી લગાવો.
એક ચમચી મધમાં દહીં મિક્સ કરો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો.જ્યારે તે સુકાઈ જાય ત્યારે થોડી ખાંડ લો અને તે ખાંડ આ મિક્ષણ પર હળવા હાથથી ઘસો.ત્યારબાદ ચહેરો ધોયા પછી ટોનર અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.
મકાઈનો લોટ,એક ચમચી ખાંડ અને ઇંડા મિક્સ કરીને એક જાડી પેસ્ટ બનાવો.ત્યારબાદ આ મિક્ષણ ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો,ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો.સારા પરિણામ માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ મિક્ષણ લગાવો.
તમે પપૈયા અને હળદર પાવડરની મદદથી પણ તમારા ચેહરાના વાળ દૂર કરી શકો છો.આ માટે બે ચમચી કાચા પપૈયાની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાવડર લો.હવે આની એક પેસ્ટ બનાવો.ત્યારબાદ હવે ચેહરા પર જ્યાં પણ વાળ હોય ત્યાં આ મિશ્રણ તમારા ચહેરા પર લગાવો.આ પછી,15 થી 20 મિનિટ સુધી મસાજ કરો.પછી તેને પાણીથી ધોઈ લો.ચહેરાના વાળ દૂર કરવા માટે તમે આ મિશ્રણ અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો.
ચહેરાના વાળ દૂર કરવા માટે ઘરેલુ ઉપાય તરીકે કાચા પપૈયાનો ઉપયોગ પણ કરી શકાય છે.એક સંશોધન જણાવાયું છે કે પપૈયામાં મળેલ પપાઇન હિર્સુટિઝમની સારવારમાં ફાયદાકારક હોઈ શકે છે.પેપિન વાળના ફોલિકલ્સને વિસ્તૃત કરે છે,જેના કારણે વાળ બહાર આવે છે અને અનિચ્છનીય વાળથી છુટકારો મળે છે.એવી જ રીતે હળદરમાં એન્ટિઇંફ્લેમેટરી,એન્ટિમાઇક્રોબાયલ,એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે,જે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદગાર થઈ શકે છે.
ચેહરાના વાળ દૂર કરવા માટે એક ચમચી લવંડર તેલ,ચારથી પાંચ ટીપાં ટી ટ્રી તેલ અને થોડું પાણી.ત્રણેય ઘટકોને મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી દો.અનિચ્છનીય વાળ દૂર કરવા માટે,તેને તમારા ચહેરા પર દિવસમાં બે વખત છાંટો.
લવંડર અને ટી ટ્રી ઓઇલમાં એન્ટીએન્ડ્રોજેનિક ગુણધર્મો હોવાનું માનવામાં આવે છે,જે એંડ્રોજન હોર્મોન્સનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.દિવસમાં બે વાર આ બંને તેલનો છંટકાવ ત્રણ મહિના સુધી કરવાથી હેરસ્યુટિઝમની સમસ્યાથી રાહત મળે છે.
બે ચમચી પપૈયાના પલ્પ,અડધી ચમચી હળદર અને ત્રણ ચમચી એલોવેરા જેલ.આ ત્રણેય ઘટકોને એક બાઉલમાં મિક્સ કરો.હવે તેને ચેહરા પર લગાવો અને તેને લગભગ 15-20 મિનિટ સુધી સૂકવવા દો.જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય છે,ત્યારે વાળની વૃદ્ધિની વિરુદ્ધ દિશામાં તેને ઘસવું.આ પછી,થોડું એલોવેરા જેલ લગાવો અને તેને 10 મિનિટ રહેવા દો.ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો.
પપૈયાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે આપણે લગભગ બધા જ જાણીએ છીએ,પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનો ઉપયોગ અનિચ્છનીય ચહેરાના વાળને દૂર કરવાના ઉપાય તરીકે પણ કરી શકાય છે.પપૈયામાં હાજર પેપિન હર્સુટિઝમના ઘરેલું ઉપાયોમાં ફાયદાકારક હોઈ શકે છે.તે જ સમયે,આ પેસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી એલોવેરા ત્વચાને નરમ રાખવામાં મદદ કરે છે.અહીં જણાવેલ ઉપાયની મદદથી તમારા ચેહરાના વાળ તો દૂર થશે જ,પરંતુ તમારા ચેહરાની સુંદરતામાં પણ વધારો થશે.
ચેહરા પરના વાળ દૂર કરવા સમયે આ બાબતો પણ ધ્યાનમાં રખવી જરૂરી છે.
જો તમે પહેલીવાર ચહેરા પરના વાળ દૂર કરો છો,તો પછી કોઈ જાણકાર વ્યક્તિને તમારી સાથે જરૂરથી રાખો.
વેક્સિંગ દ્વારા અથવા ઘરેલું ઉપચાર દ્વારા ચેહરા પરના વાળ દૂર કરવા માટેના કેટલાક વિશેષ ઉપાય છે,પ્રથમ તેમને કોઈ નિષ્ણાત અથવા જાણકાર વ્યક્તિ પાસેથી શીખો.
ચેહરા પરના વાળ દૂર કર્યા પછી,ત્વચાને ઠંડુ કરવા માટે મોઇશ્ચરાઇઝર લગાવો.
ચેહરા પરના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે ઉતાવળ ન કરો.જો તમે વાળને ખોટી રીતે દૂર કરો છો,તો તમને ઘા અથવા ચેપ લાગી શકે છે.
ઘરેલું ઉપાયમાં વેક્સિંગ કરતી વખતે અથવા ઘરેલું ઉપાયનો ઉપયોગ કરતી વખતે,કાળજી લો કે જ્યારે તે ખૂબ ગરમ હોય ત્યારે તેને ત્વચા પર ન લગાવો.તેનાથી ત્વચા બર્ન થઈ શકે છે.
સંવેદનશીલ ત્વચાવાળા અનિચ્છનીય વાળ દૂર કરવા ઘરેલું ઉપાય કરતી વખતે લીંબુના રસનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે આ ઘરેલું ઉપાય જરૂરથી અજમાવો"
ટિપ્પણી પોસ્ટ કરો