ટેસ્ટ વિના જાણી લો તમને કોરોના થયો છે કે ફ્લૂ, આ અંતર કરશે તમારી મદદ
કોરોનાનું સંક્રમણ દેશમાં સતત વધી રહ્યું છે. આ સાથે જ દેશમાં ચિકનગુનિયા, ફ્લૂ અને ડેન્ગ્યૂ પણ ફેલાઈ રહ્યો છે. આ દરેક બીમારીઓના લક્ષણો પણ સમાન જોવા મળી રહ્યા છે. આ સમયે કોરોના અને ફ્લૂ ઈન્ફેક્શનનું કોમ્બિનેશન માણસો માટે વધારે ખતરનાક બની રહ્યું છે. ફ્લૂ અને કોરોનાના લક્ષણ જોઈને તેમાં ફરક શોધવાનું પણ મુશ્કેલ બન્યું છે. બંને બીમારીઓના લક્ષણ લગભગ એક જેવા છે. ફક્ત ટેસ્ટની મદદથી જ જાણી શકાય છે તે વ્યક્તિ કઈ બીમારીનો શિકાર છે. આજે અહીં 2 મોટા લક્ષણોથી ફરક જાણી શકાશે. અમે આપને જણાવીશું કે કયા લક્ષણોથી આ બીમારીને ઓળખી શકાય છે.
ફ્લૂ અને કોરોનાના આ છે લક્ષણ
કોરોના અને ફ્લૂ બંનેમાં શરીર દુઃખવું, ગળામાં દુઃખાવો, તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ, થાક અને માથું દુઃખવું જેવા તમામ લક્ષણો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે ફક્ત આ 2 લક્ષણો જોઈને તમે ફ્લૂ અને કોરોનાનો ફરક જાણી શકો છો.
પહેલું અંતર
ડોક્ટર્સ કહે છે કે સામાન્ય રીતે ફ્લૂ ઈન્ફેક્શનમાં વ્યક્તિ એક અઠવાડિયામાં બીમાર દેખાય છે. જ્યારે કોરોનાથી તે 2-3 અઠવાડિયા સુધી કે તેનાથી વધારે સમય સુધી બીમાર રહે છે. દુનિયાભરમાં અનેક એવા કેસ સામે આવ્યા છે. જ્યાં 3 અઠવાડિયા પસાર થયા બાદ પણ લોકો સાજા થતા નથી.
બીજું અંતર
તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ વ્યક્તિની સૂંઘવાની અને સ્વાદ ઓળખવાની શક્તિ ખોવાઈ જાય છે. જ્યારે ફ્લૂ થાય ત્યારે આવું થતું નથી. ઉલ્લેખનીય છે કે દરેક કોરોનાથી સંક્રમિત દર્દીમાં એવા લક્ષણ જોવા મળતા નથી.
ફ્લૂ અને કોરોનાની સારવાર
ફ્લૂના ઈન્ફેક્શનથી વ્યક્તિ એકથી 4 દિવસમાં બીમાર પડે છે. જ્યારે કોરોનાના લક્ષણ આવતાં તે 2-14 દિવસમાં બીમાર થઈ શકે છે. ફ્લૂની સારવાર તેની નસ્લને ધ્યાનમાં રાખીને થાય છે.જ્યારે કોરોનાની કોઈ વેક્સીન મળી નથી. દુનિયામાં અનેક વેક્સીન પર ટ્રાયલ ચાલુ છે.
કોરોના કે ફ્લૂ, કયો ટેસ્ટ પહેલાં કરાવવો જોઈએ.
બોસ્ટનના હાર્વર્ડ મેડિકલ હોસ્પિટલ અને સ્કૂલના ડો. ડેનિયલ સોલોમોન કહે છે કે શક્ય છે કે વ્યક્તિ એક જ સમયમાં બંને બીમારીઓનો શિકાર બને. એવામાં તમે એકને બદલે બંને ટેસ્ટ કરાવો તે યોગ્ય છે. જો તમે એક ટેસ્ટ કરાવવાનું વિચારો છો તો ધ્યાન રાખો કે તમારા વિસ્તારમાં કયા વાયરસનો કહેર વધારે ફેલાયેલો છે.
ઈન્ફેક્શનનું કોમ્બિનેશન કેટલું ખતરનાક
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર કોરોના અને ફ્લૂનું ઈન્ફેક્શન એકસાથે થાય ત્યારે વ્યક્તિના મોતનો ખતરો લગભગ ડબલ થઈ જાય છે. રિપોર્ટ કહે છે કે 20 જાન્યુઆરીથી 25 એપ્રિલની વચ્ચે દેશમાં 20000 કેસ નોંધાયા છે જેમાં દર્દીઓ ફ્લૂ અને કોરોના બંનેથી પીડિત હતા. મોટાભાગના દર્દીઓની સ્થિતિ ગંભીર જોવા મળી હતી. ઈન્ફેક્શનથી આ કોમ્બનેશનમાં અહીં 43 ટકા લોકોના મોત થયા છે.
કોરોના અને ફ્લૂમાં આ વાતો સમાન છે
સોલોમોન કહે છે કે ઈન્ફલૂએન્ઢાના કમ્યુનિટી ટ્રાન્સમિશન હજુ સુધી જોવા મળ્યું નછી. ફ્લૂને માટે મોટાપાયે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. ફ્લૂ અને કોરોના બંને મોઢા અને નાકથી નિકળતા ડ્રોપલેટ્સની મદદથી ફેલાય છે. બંને વ્યક્તિને બીમાર કરતાં પહેલાં જ સંક્રમિત કરી દે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ટેસ્ટ વિના જાણી લો તમને કોરોના થયો છે કે ફ્લૂ, આ અંતર કરશે તમારી મદદ"
ટિપ્પણી પોસ્ટ કરો