જેકલીન ફર્નાન્ડીઝનું નવું ઘર તમે જોયું કે નહીં, એટલું ભવ્ય છે કે તમે જોતા જ રહી જશો
બોલિવૂડની સુદર અભિનેત્રીઓ માની એક જેક્લીન ફર્નાડીઝે ઈન્ડ્રસ્ટ્રીઝ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અમુક ફિલ્મોમાં કામ કરીને જેકલીન ફર્નાન્ડીઝ બોલીવુડની જાણીતી ઍક્ટ્રેસ બની ગઈ. જેકલીન છેલ્લી વખત ફિલ્મ “ડ્રાઈવ” માં નજર આવી હતી, જેમાં તેનો હીરો સુશાંત સિંહ રાજપૂત હતો. પોતાની ફિલ્મો સિવાય જેકલીન પોતાના સંબંધોને લઈને પણ અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે.
રિપોર્ટર તરીકે કામ કરવા લાગી હતી

થોડા દિવસ પહેલાં જેકલીનનો બર્થડે હતો. જેકલીને પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્રીલંકન બ્યુટી જેકલીનનો જન્મ 11 ઓગસ્ટ, 1985ના રોજ મનામા બહેરીનમાં થયો હતો. તેમના પિતા શ્રીલંકન તમિલિયન છે અને માં મલેશિયન છે. હવે વાત કરએ જેકલીનના અભ્યાસ વિશે તો તેમણે યુનિવર્સિટી ઓફ સિડનીમાં માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. આ કોર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ જેકલીન શ્રીલંકાના એક ટીવી ચેનલમાં રિપોર્ટર તરીકે કામ કરવા લાગી હતી.
2006માં મિસ શ્રીલંકા બની

જેક્લિન તેની સુંદરતાના કારણે હંમેશા ચર્ચામાં રહેશે. જ્યારે તે ન્યૂઝ ચેનલમાં કામ કરતી હતી તો ત્યાંના લોકો તેની સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત રહેતા હતા. જેકલીન શ્રીલંકાની સૌથી ગુડ લુકિંગ રિપોર્ટર હતી. પોતાના લુક્સને કારણે જેકલીનને મોડલિંગની ઓફર મળવા લાગી. મોડલિંગની ઓફર મળ્યા બાદ જેકલીને આ ફિલ્મમાં પોતાનો હાથ અજમાવ્યો અને ગ્લેમરની દુનિયામાં આવી ગઈ. વર્ષ 2006માં તેણે શ્રીલંકા કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને જીતીને મિસ શ્રીલંકા બની ગઈ. જેકલીનને બોલીવુડમાં પોતાનો ચાન્સ વર્ષ 2009 માં આવેલી ફિલ્મ “અલાદિન” માં મળ્યો હતો.
જેકલીનનું ઘર 17માં માળ પર છે

હાલમાં જેક્લિન મુંબઈના એક શાનદાર ફ્લેટમાં રહે છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જેકલીન નો સી-ફેસિંગ એપારમેન્ટ છે. જેકલીનનું ઘર 17માં માળ પર છે. જેકલીનના ઘરની સામે સમુદ્રનો અદભૂત નજારો જોવા મળે છે. જેક્લિન ૩ બેડરૂમ ફ્લેટમાં રહે છે, જેનું ઇન્ટિરિયર આશિષ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જેકલીને પોતાના ઘરને પર્શિયન ટચ આપવાની કોશિશ કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આશીષે ફ્રીમાં જેકલીનનાં ઘરનું ઇન્ટિરિયર કરેલ છે. હકીકતમાં આશિષ અને જેકલીન એકબીજાના ખૂબ જ સારા મિત્ર છે. જેના કારણે આ કામ તેમણે ફ્રીમાં કર્યું હતું.
જેકલીન માટે આ સરપ્રાઈઝ હતી

તેમના મિત્રએ તેમને અનોખી રીતે બર્થ ડે ગીફ્ટ આપી હતી. જ્યારે જુડવા-૨ નાં શૂટિંગ માટે જેકલીન લન્ડનમાં હતી, તો તેના મિત્ર આશીષે તેમનું ઘર સજાવ્યું હતું. તેમણે એક્ટ્રેસને બર્થ ડે ગિફ્ટના રૂપમાં ઘર સજાવીને આપ્યું હતું.

તેમણે જેકલીન માટે આ સરપ્રાઈઝ હતું. જેકલીનના લિવિંગ રૂમમાં તમે એલ શેપમાં પીચ કલરના સોફા રાખવામાં આવ્યા છે. જેકલીનના ઘરની દીવાલો અને પડદાના રંગ સફેદ છે. લિવિંગરૂમમાં તમને પુસ્તકો પણ જોવા મળશે.
જેકલીનને પોલ ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે

જેકલીનને એક્ટિંગની સાથે સાથે સંગીતનો પણ ઘણો શોખ છે. જેકલીનને પિયાનો વગાડવાનો ખૂબ જ શોખ છે, એટલા માટે તેમણે પોતાના ઘરમાં એક સફેદ રંગનો પિયાનો પણ રાખેલ છે. રૂમમાં ગિટાર પણ રાખવામાં આવી છે. જેકલીન જ્યારે પણ ફ્રી હોય છે પોતાના મ્યુઝિકના શોખને પૂરો કરે છે. જેકલીને ડાન્સ કરવા માટે ઘરના એક ખૂણામાં પોલ પણ રાખેલ છે. જેકલીનને પોલ ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે. મહત્વપૂર્ણ છે કે એક્ટ્રેસ પોતાના ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી છે.
જેકલીનની જનાવર સાથે ખૂબ જ પ્રેમ છે

હવે જેકલીનના ફ્લેટની સજાવટી વાત કરીએ તો જેકલીનના ફ્લેટના એક રૂમમાં ડ્રેસિંગ રૂમ પણ બનાવવામાં આવેલ છે. આ રૂમમાં તેના ડિઝાઇનર શુઝ, કપડા અને બેગ્સ રાખેલા છે. જેકલીનની જનાવર સાથે ખૂબ જ પ્રેમ છે. કદાચ એ જ કારણ છે કે તેમણે પોતાના ઘરમાં એક નહીં પરંતુ બે-બે બિલાડી પાળીને રાખી છે. તે અવારનવાર પોતાની બિલાડીઓની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જેકલીન ફર્નાન્ડીઝનું નવું ઘર તમે જોયું કે નહીં, એટલું ભવ્ય છે કે તમે જોતા જ રહી જશો"
ટિપ્પણી પોસ્ટ કરો