મોદી સરકારની આ યોજનાનો લાભ કરોડો લોકોએ લીધો, હવે આટલા દિવસ જ બાકી રહ્યા, વગર પૈસે મેળવો ગેસ સિલિન્ડર

સરકારની ઘણી યોજનાઓ ચાલતી હોય છે. અમુક વિશે આપણે ખ્યાન નથી હોતો અને અમુક યોજના વિશે જ્યારે ખબર પડે ત્યારે સમય વધારે થઈ ગયો હોય. એક એવી જ યોજના છે કે જે 30 તારીખે પુરી થવાની છે. જો તમારે લાભ લેવાનો બાકી હોય તો હજુ સમય છે. મોદી સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-PMUYનો ઉદ્દેશ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર જોડાણ આપવાનો છે. પરંતુ, આ યોજના 30 સપ્ટેમ્બર 2020નાં રોજ સમાપ્ત થાય છે.

image source

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઈ ગેસ કનેક્શન મેળવવા માટે BPL પરિવારની કોઇ પણ મહિલા અરજી કરી શકે છે તમે આ યોજના સાથે સંકળાયેલ સત્તાવાર વેબસાઇટ pmujjwalayojana.com પર જઈને તેનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. સૌ પ્રથમ ઉમેદવાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, વેબસાઇટ પર એક હોમ પેજ ખુલશે. ફોર્મ પર ક્લિક કરવું પડશે.

image source

આ પછી તમારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફોર્મ પર ક્લિક કરવું પડશે એક ફોર્મ તમારી સામે ખુલશે, તમે તમારું ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમે ફોર્મની બધી માહિતી ભરો. જેમ કે – અરજદારનું નામ, તારીખ, સ્થાનની બધી માહિતી ભરો અને તમારી પાસે એલપીજી સેન્ટર જમા કરો. આ બધાં દસ્તાવેજની ચકાસણી કર્યા પછી તમને એલપીજી ગેસ કનેક્શન મળશે. બસ આટલી જ પ્રોસેસ અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMUYને 1 મે 2016થી શરૂ કર્યો હતો. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ BPL પરિવારોને ઘરેલું એલપીજી કનેક્શન્સ પ્રદાન કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય યોજના ચલાવી રહી છે. 2011ની વસ્તી ગણતરીમાં આવેલા બીપીએલ પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ મળી રહ્યો છે. આવા 8 કરોડ પરિવારોને આનો લાભ મળે છે.

લોકકાઉનમાં સરકારે આપી હતી સેવા

image source

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ભારતમાં લોકડાઉન જાહેર કર્યું હતું અને સાથે સાથે જ ગરીબોને રાહત થાય એ માટે ઘણી યોજનાઓ બહાર પાડી હતી. એમાંથી એક પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા લાભાર્થીઓને મફતમાં ગેસ સિલિન્ડર આપવાની વાત પણ હતી. સરકારે આ લાભાર્થી માટે કામ કર્યું અને ઘણા લોકોના ખાતામાં પૈસા આવવાનું પણ શરૂ થઈ ગયું છે. સરકારની આ સુવિધાનો લાભ માત્ર એવા જ લોકોને મળશે જે આ સ્કીમમાં રજિસ્ટર્ડ છે. સરકારની આ સ્કીમનો લાભ માત્ર એ લોકોને જ મળે છે કે જેણે પહેલાથી જ પોતાને આ યોજના દ્વારા રજિસ્ટર્ડ કરાવેલા છે. ખાતામાં આવેલી રકમનો ઉપયોગ સિલિન્ડર લઈને આવનાર વ્યક્તિને દેવામાં કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "મોદી સરકારની આ યોજનાનો લાભ કરોડો લોકોએ લીધો, હવે આટલા દિવસ જ બાકી રહ્યા, વગર પૈસે મેળવો ગેસ સિલિન્ડર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel