આજ પછી ક્યારે પણ આ વસ્તુઓ સાથે લઇને રાત્રે ઊંઘતા નહિં, જાણો અને નહિં તો ભોગવવુ પડશે ભારે નુકસાન

ઘરમાં રાખેલી દરેક વસ્તુનો વાસ્તુમાં કંઈક અર્થ હોય છે.બહુ ઓછા લોકો જાણતા હશે કે તમે સૂવાના સમયે તમારા માથાની નજીક જે પણ રાખો છો,તેનાથી તમારા જીવન પર ઘણી અસર પડે છે.વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓ એવી છે કે જેને સૂવાના સમયે નજીક રાખવાની મનાઈ છે કારણ કે તે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

image source

રાત્રે સૂતી વખતે આપણે ઘણી વાર માથાની નજીક વસ્તુઓ રાખી સૂઈ જઈએ છીએ.જો તમે કેટલીક વિશેષ ચીજો તમારા માથા પાસે રાખો છો,તો પછી આ તમારા સ્વાસ્થ્ય,કારકિર્દી અને પૈસા પર અસર કરી શકે છે. માથાની નજીક કેટલીક વસ્તુઓ સાથે સૂવું શુભ માનવામાં આવતું નથી.વાસ્તુના મતે તે ઘરમાં ગરીબી લાવે છે. સૂતી વખતે,તમારા માથા પાસે જે વસ્તુઓ રાખવામાં આવે છે તેના પર ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે.કારણ કે તે તમારા જીવનને અસર કરી શકે છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે સુતા સમયે કઈ ચીજો તમારી પાસે રાખવાથી તમારા જીવનમાં ખરાબ અસર થઈ શકે છે.

image source

સામાન્ય રીતે સૂવાના સમયે પલંગ પર પુસ્તકો,ઇયરફોન અથવા કેટલીક ખાદ્ય વસ્તુઓ પડેલી હોય છે.વાસ્તુ શાસ્ત્ર કહે છે કે સૂવાના સમયે પલંગની બાજુમાં એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ.જે તમને નુકસાન પહોંચાડે અને નકારાત્મક ઉર્જાને વધારે.આનાથી પૈસાની તો ખોટ થાય જ છે પરંતુ જીવનના દરેક ક્ષેત્ર પર પણ તેની ખરાબ અસર પડે છે.

ઘણા લોકો માથા પાસે પાણીની બોટલ લઈને સૂઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે પાણીની બોટલથી તમારા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ કોઈપણ કામ સંપૂર્ણ ધ્યાન સાથે કરવાની તમારી ક્ષમતાને અસર કરે છે.તેનાથી વ્યક્તિમાં તાણ આવે છે.

image source

ઘણા લોકો પુસ્તકો વાંચે છે અને માથા અથવા ઓશિકા નીચે પુસ્તક રાખીને સૂઈ જાય છે.ન્યુઝ પેપર અથવા સામયિકને તમારા માથાની નજીક રાખવું તમારી કારકિર્દી અને આરોગ્યને અસર કરે છે.બધા ન્યુઝ પેપર અથવા સામયિકો બુધ સાથે સંબંધિત છે અને ઓશીકું એ આપણો બારમો ઘર છે જેમાં આપણે સ્વપ્નાની દુનિયામાં જઈએ છીએ.આ કરવાથી આપણે આપણો બુધ બગાડીએ છીએ,જેના કારણે આપણી બુદ્ધિ અને કારકીર્દીનો નાશ થઈ શકે છે.

image source

આ સિવાય પલંગ પર બેસીને વાંચવાથી પણ બુધ ખરાબ થઈ શકે છે.બુધ તમારી કાર્યક્ષમતા,માનસિક શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી ક્ષમતાને પણ ઘટાડે છે.જેની અસર તમારી કારકિર્દી પર પણ પડે છે.

image source

આજકાલ મોટાભાગના લોકો તેમના મોબાઈલ હેન્ડ ફ્રી પાસે રાખીને સૂતા હોય છે.રાત્રે સૂતી વખતે તમારો રાહુ કિરણોત્સર્ગને કારણે મજબૂત બને છે.તે બારમા ગ્રહમાં તેની ખરાબ અસર આપે છે અને આગળ જણાવ્યા પ્રમાણે તમારા ઓશીકાને એ બારમી જગ્યાએ સ્થાન મળ્યું છે.આવી સ્થિતિમાં ફોનને અને હેન્ડ્સ-ફરીને માથા પાસે રાખવાનું ટાળો નહીં તો ફાયદા કરતાં વધારે નુકસાન થઈ શકે છે.

image source

શુઝ અને ચપ્પલ રાત્રે પલંગની નજીક રાખવા જોઈએ નહીં.મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ તેમને કંઈપણ શોધવાની જરૂર નથી અને તેઓ આંખો ખોલે કે તરત જ શૂઝ અને ચંપલ શોધે છે,તેથી જ તેઓ પલંગની બાજુમાં તેમના પગરખાં રાખે છે.પણ શું તમે જાણો છો કે પગરખાં અને ચપ્પલ પલંગ પાસે રાખવાથી તમને નિંદ્રા નથી આવતી અને તેનાથી આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે.આને કારણે તમારું મન અને હૃદય બંનેને ખલેલ પોહચી શકે છે.

image source

તમારે સવારે ઉઠીને તરત જ ધરતી માંનો સ્પર્શ કરવો જોઈએ અને ત્યારબાદ ખુલા પગે ધરતી પર ચાલવું જોઈએ અને પછી જ ચંપલ પહેરવા જોઈએ.વળી સૂવાના સમયે તમારું વોલેટ તમારા ઓસીકા પાસે ક્યારેય ન રાખશો.આવું કરવાથી તમને આર્થિક નુકસાનનું ખૂબ વધારે થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "આજ પછી ક્યારે પણ આ વસ્તુઓ સાથે લઇને રાત્રે ઊંઘતા નહિં, જાણો અને નહિં તો ભોગવવુ પડશે ભારે નુકસાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel