PUBGનો માલિક કોણ છે, તેના કેટલા યુઝર્સ છે, ચીનમાં આ એપ કેમ બની છે? આ બધી વિગતો જાણીને તમને આશ્ચર્ય થશે
પબ્જી – PUBG નો માલિક કોણ છે, તેના કેટલા યુઝર્સ છે, ચીનમાં આ એપ કેમ બની છે ? આ બધી વિગતો જાણીને તમને આશ્ચર્ય થશે
PUBG મોબાઈલ એપ્લીકેશન પર ભારત સરકારે બેન લગાવી દીધું છે અને હવે તેને કોઈ યુઝ નહી કરી શકે. PUBG ઉપરાંત પણ બીજી 117 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. જ્યારથી આ નિર્ણયની જાહેરાત થઈ છે ત્યારથી મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે PUBGને કેમ બનાવવામાં આવી છે, શું તેમાં ચીનની કંપનીનું રોકાણ હતું ? અને આ કંપનીનો માલિક કોણ છે ?
કેવી રીતે PUBG મોબાઈલ એપ અસ્તિત્વમાં આવી ?
PUBGના કોન્સેપ્ટની ઉત્પત્તિ આયરિશ ગેમિંગ કંપની બ્રેન્ડન ગ્રીને કરી હતી. આ જ કંપનીએ ક્રિએટિવ ડીરેક્ટર બ્લૂહોલની સબ્સિડીયરી PUBG કો-ઓપરેશન સાથે મળીને PUBG મોબાઈલ ગેમ બનાવી હતી.
આ પહેલાં 2017માં તે રિલિઝ થઈ હતી, પણ આ ગેમ ખૂબ જ ઝડપથી સફળ થઈ. સમગ્ર વિશ્વમાં કરોડો લોકોએ તેને ખૂબ રમી. આ ગેમની પ્રસિદ્ધિએ કંપનીને મજબૂર કરી કે તે ચાઈનીઝ કંપની ટેનસેંટ ગેમ્સ સાથે મળીને PUBGનું મોબાઈલ વર્ઝન બનાવે.
તમને જણાવી દઈ કે ટેનસેંટ ગેમ્સ ચાઈનીઝ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ્સ અને બ્લૂહોલની PUBG કો ઓપરેશન હેઠળ આવે છે. PUBGનું મોબાઈલ અને આઈઓએસ વર્ઝન 2018માં લોન્ચ થયું હતું.
ભારતમાં કેટલા યુઝર્સે પબજી ડાઉલોડ કરી છે ?
PUBG મોબાઈલ એપની ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા છે. યુવાનોમાં આ ગેમ રમવાની જબરી ધૂન સવાર રહે છે. અને તેના કારણે ભારતના યુવાનોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. કેટલાકે તોઆ ગેમ પાછળ આત્મહત્યા અને હત્યા પણ કરી છે. ભારતમાં PUBG મોબાઈલ ગેમિંગ એપના લગભગ 5 કરોડ ડાઉનલોડ અને 3.3 કરોડ યુઝર્સ છે.
શું PUBG એક ચાઈનીઝ કંપનીની છે ?
PUBG મોબાઈલ એપને ચાઈનીઝ કંપની ટેનસેંટે કોડ કરી છે, પણ તેના મેજોરિટી શેર હોલ્ડિંગ કંપની સાઉથ કોરિયન કંપની બ્લૂહોલ છે. બ્લૂહોલ કંપનીએ જ PUBG ગેમનું ડેસ્કટોપ વર્ઝન ક્રિએટ કર્યુ હતું. જો કે ટેનસેંટની PUBG મોબાઈલમાં પણ 11.5 % ભાગીદારી છે. તો સ્પષ્ટ છે કે PUBG મોબાઈલ એપ માત્ર ચાઈનીઝ કંપનીએ નથી બનાવી. ન તો ચાઈનીઝ કંપની સંપૂર્ણ રીતે તેની માલિક છે. ચાઈનીઝ કંપની ટેનસેંટની તેમાં માત્ર ભાગીદારી છે.
ચીનમાં બેન છે PUBG મોબાઈલ એપ
સમગ્ર વિશ્વમા આટલી લોકપ્રિયતા મેળવ્યા છતાં પણ આ ગેમિંગ એપ તેના પોતાના જ દેશ એવા ચીનમાં બેન કરવામા આવી છે. તેની ઓનર કંપની ટેનસેંટને ચાઈનીઝ સરકારના આ ગેમમાં સમાવિષ્ટ હિંસક પ્રવૃત્તિ હોવાના કારણે એપ્રુવલ નથી મળ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "PUBGનો માલિક કોણ છે, તેના કેટલા યુઝર્સ છે, ચીનમાં આ એપ કેમ બની છે? આ બધી વિગતો જાણીને તમને આશ્ચર્ય થશે"
ટિપ્પણી પોસ્ટ કરો