એક મહિલા આવી પણ! આખા ગામમાં વર્ષોથી રહે છે એકલી, ગામની સુવિધા પણ છે શહેરની ચમક-દમક જેવી જ
આપણે અહીં ગામ કોને કહેવાય? ક્યાં ઘણા બધા લોકો સંપીને રહેતા હોય, હળીમળીને સાથે જમતાં હોય, સુંદર કુદરતી વાતાવરણ હોય, વગેરે સુવિધા ધરાવતા હોય તેવા ગામડા આજે ભારતમાં ઘણા છે. સામાન્ય રીતે, નાના ગામમાં પણ ઓછામાં ઓછા 50 થી 100 લોકો હોય છે. પરંતુ વિશ્વનું એક એવું ગામ છે, જ્યાં તમને વસ્તી જાણીને આશ્ચર્ય થશે. આ ગામમાં એક જ મહિલા રહે છે અને તે પણ ખૂબ વૃદ્ધ છે. આ મહિલા ઘણાં વર્ષોથી એક ગામમાં એકલી રહે છે. શું તમે આખા ગામમાં કોઈ એકલું રહેતું હોય એવું જોયું છે, એ પણ જ્યારે વુદ્ધ હોય ત્યારે? દૂર દૂર સુધી તમારા મનને દોડાવશો તો પણ કંઈ આઈડિયા નહીં આવે. પરંતુ આવું હાલમાં એક જગ્યાએ છે. અમેરિકા એક મહિલા આવું કરી રહી છે. મેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં મોનોવી નામનું એક ગામ છે. જ્યાં ખાલી એક વુદ્ધ મહિલા રહે છે.
આ મહિલાનું નામ છે એલ્લી આઇલર. તેની ઉંમર 86 વર્ષની છે, અને આ ગામમાં બારટેન્ડર, લાઇબ્રેરિયન હોવાની સાથે જ આ ગામની મેયર પણ એલ્લી જ છે. અમેરિકાની નેબ્રાસ્કા રાજ્યના આ ગામમાં એલ્લી લાંબા સમયથી શાંતિની એકલી જ રહે છે. આ ગામ 54 હેક્ટેયરમાં ફેલાયેલું છે.
એક રિપોર્ટ મુજબ વર્ષ 1930માં આ ગામમાં 123 લોકો રહેતા હતા. પણ પછી ધીરે ધીરે વસ્તી ઘટતી ગઇ. અને સમય જ્યારે 1980નો આવ્યો ત્યારે આ ગામમાં ખાલી 18 લોકોની વસ્તી રહી. બાદમાં વર્ષ 2000માં અહીં ખાલી બે જ લોકો રહ્યા. એક એલ્સી આઇલર અને બીજા તેના પતિ રુડી આઇલર. વર્ષ 2004માં રૂડી આઇલરનું મોત થયું બસ ત્યારથી જ એલ્લી એકલી જ આ ગામમાં રહે છે. 86 વર્ષની એલ્સી આ ગામમાં એક બાર પણ ચલાવે છે. જ્યાં બીજા રાજ્યના લોકો આવતાં રહે છે.
આ ગામમાં લોકો ઉનાળામાં આવે છે અને રોકાય છે. ત્યાંની અદ્ભૂત પ્રાકૃતિક સુંદરતાનો લાભ લે છે. એલ્સીએ પોતાના બારમાં કોઇને પણ મદદ માટે નથી રાખ્યાં. અહીં ફરવા આવતા લોકો એલ્સીની મદદ કરે છે.
આ સાથે જ ગામમાં એક પોસ્ટ ઓફિસની સુવિધા પણ. પરંતુ ઓછી વસ્તીના કારણે 1967થી તે સેવા બંધ છે. ઉલ્લેખનીય છે કે આ ગામને છોડીને જવા પાછળનું મુખ્ય કારણ રોજગાર હતું. કમાવાની વધુ તક ન મળવાના કારણે લોકો અન્ય શહેરમાં શિફ્ટ થતાં ગયા અને ગામ ખાલી થઈ ગયું. હવે માત્ર એલ્લી વધી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એક મહિલા આવી પણ! આખા ગામમાં વર્ષોથી રહે છે એકલી, ગામની સુવિધા પણ છે શહેરની ચમક-દમક જેવી જ"
ટિપ્પણી પોસ્ટ કરો