FAU:G ગેમ વિશે તમને પણ છે સવાલ, તો અહીં મેળવો સંપૂર્ણ માહિતી, એક ક્લિક કરો અને આવી જશે તમારા મનનું સમાધાન

ચાઇના અને ઇન્ડીયાના સીમા વિવાદના લીધે પબજી ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પબજીનો તે ગેમમાં સમાવેશ થાય છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક યુવાનના ફોનમાં પબજી હોવી એક સામાન્ય વાત છે. પબજી બેન થતાં દેશના ઘણા યુવાનો નિરાશ થયા છે. પરંતુ ત્યારે જ અક્ષય કુમારે એક જાહેરાત કરીને બધાને ખુશ કરી દીધા હતા. FAU:G ગેમ લોન્ચ કરવાની જાહેરાત થતાં જ યુવાનોમાં એક નવો જોશ જોવા મળ્યો હતો.

પબજી પર પ્રતિબંધ મૂકાયો ત્યારથી ભારતીય કંપની nCore Gamesની આગામી FAU:G ગેમ ભારે ચર્ચામાં છે. બેટલ રોયલ ગેમ રમનારા ખેલાડીઓ માટે આ ભારતીય કંપની નવી એક્શન ગેમ લઈને આવી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ રમત પર કંપની કામ કરી રહી છે.

image source

FAU-G નો અર્થ શું છે, આ એક્શન ગેમ કેટલા સમય પછી રિલીઝ થશે, આ રમત કેટલા સમય સુધી ચાલશે, એન્કોર ગેમ્સના બીજા કોઈ પ્રોજેક્ટ્સ શું છે અને આ રમતનો પ્રથમ એપિસોડ ક્યારે આવશે જેવા અનેક પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. બધાને આ પ્રશ્નો વિશે જાણવાની તાલાવેલી છે અને એનું સમાધાન હવે આવી ગયું છે.

ગેમનું પુરુ નામ:

image source

ઘણા લોકો આ પ્રશ્ન વિચારીને પરેશાન થતા હશે કે FAU:Gનો અર્થ શું થાય છે, તો એનો જવાબ છે Fearless And United: Guards. જ્યારથી પબજી પરર પ્રતિબંધ મૂકાયો ત્યારથી લોકોમાં એવી ચર્ચા હતી કે આ ગેમ તેની વૈકલ્પિક હશે. પરંતુ વિશાલ ગોંડાલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક્શન ગેમ પબજી સાથે સ્પર્ધા નહીં કરે.

ક્યારે રીલિઝ થશે FAU-G?

આ સવાલ દરેકના મગજમાં છે કે પબજી બેન થયા પછી હેડલાઇન્સમાં આવી રહેલી આ દેશી ગેમ કેટલા સમયમાં શરૂ કરવામાં આવશે? એન્કોર ગેમ્સના સહ-સ્થાપક વિશાલ ગોંડાલના જણાવ્યા અનુસાર હાલમાં એક્શન ગેમ પાઇપલાઇનમાં છે અને કંપની તેને ઓક્ટોબરમાં રીલિઝ કરશે.

ગલવાન ઘાટી પર પહેલો એપિસોડ

image source

વિશાલ ગોંડાલે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, અમારી ટીમ મે-જૂન 2020થી ફોઝી ગેમ પર કામ કરી રહી છે. એ વાત પરથી પડદો હટ્યો છે કે આ ગેમ ઓક્ટોબરના અંત સુધીમાં રીલિઝ કરવામાં આવશે પરંતુ હજુ સુધી તેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. વિશાલ ગોંડાલે ગેમ વિશે કેટલીક વિગતો પણ શેર કરી છે. જેમ કે આ એક્શન ગેમનો પ્રથમ એપિસોડ ગલવાન ઘાટી પર આધારિત હશે. આ રમત દ્વા, ખેલાડીનું મનોરંજન જ નહીં પરંતુ તે સૈનિકોના બલિદાન વિશે પણ શીખી શકશે.

બીજી પણ બે ગેમ આવવાની જાહેરાત

image source

ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જંગ થઈ હતી. આ ગેમમાંથી 20% ચોખ્ખી આવક વીર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને આપવામાં આવશે. વિશાલ ગોંડાલ ટૂંક સમયમાં જ ત્રણ રમતો રિલીઝ કરશે, તેની સાથે એન્કોર ગેમ્સના અન્ય બે સહ-સ્થાપક Dayanadhi MG અને ગણેશ હેગડે પણ છે. તેમાંથી એક ફૌજી નામની શૂટીંગ ગેમ છે, બીજી ક્રિકેટ ગેમ હશે અને ત્રીજી મ્યુઝિક ગેમ હશે. આ ગેમ્સના નામ શું હશે, આ મામલો હજુ બહાર આવવાનો બાકી છે.

અક્ષય કુમારે આ રીતે માહિતી આપી હતી:

image source

અક્ષય કુમારે લખ્યું હતું કે ‘ગેમ ફીયરલેસ અને યૂનાઇટેડ ગાર્ડ બનવામાં મદદ કરશે. મનોરંજન સાથે-સાથે આ ગેમ તમને બતાવશે કે કેવી રીતે દેશના જવાનો પોતાના દુશમનોને ધૂળ ચટાવી દે છે. આ ગેમથી થનાર કમાણી 20 ટકા ભારતના વીર અભિયાનને ડોનેટ કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "FAU:G ગેમ વિશે તમને પણ છે સવાલ, તો અહીં મેળવો સંપૂર્ણ માહિતી, એક ક્લિક કરો અને આવી જશે તમારા મનનું સમાધાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel