હાય રે પૂનમના માઠા નસીબ, લગ્નના સાત દિવસમાં જ પતિએ અસલી રંગ બતાવ્યો, માર માર્યો અને કર્યું અણધાર્યું કામ

2011 માં ભારતના ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાના નગ્ન ફોટા અપલોડ કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી પુનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં આવી છે. કારણ કે આ વખતે તેની સાથે ખુબ ખરાબ ઘટના ઘટી છે અને આખી જિંદગી અફસોસ થાય એવું વર્તન કરવામાં આવ્યું છે. હાલમાં જ સૈમ બોમ્બે સાથે લગ્ન કરનાર અભિનેત્રી પૂનમ પાંડેના પતિની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી છે. પૂનમે પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.

પતિએ પૂનમ સાથે છેડતી કરી હતી અને માર માર્યો હતો

પૂનમે સૈમ બોમ્બે સામે શારીરિક પજવણી, ધાકધમકી અને હુમલો કરવાનો આરોપ નાખ્યો હતો. પૂનમે ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે રાત્રે તેના પતિએ તેની સાથે છેડતી કરી હતી અને માર માર્યો હતો. એટલું જ નહીં પૂનમે એમ પણ કહ્યું હતું કે સૈમ બોમ્બેએ હજુ પણ પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે. એક અધિકારીએ કહ્યું છે કે આ ઘટના દક્ષિણ ગોવાના કૈનાકોના ગામમાં બની હતી. પૂનમની ફરિયાદ બાદ તેના પતિ સૈમ બોમ્બેની ધરપકડ કરવામાં આવી છે.

માંગમાં સિંદૂર હતો અને તેણે હાથમાં બંગડીઓ

ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયે જ પૂનમ તેના પતિ સાથે હનીમૂન માટે ગઈ હતી. આ દરમિયાન પૂનમ તેના પતિ સૈમ બોમ્બે સાથે એક સાદા અવતારમાં જોવા મળી હતી. તેની માંગમાં સિંદૂર હતો અને તેણે હાથમાં બંગડીઓ પહેરી હતી અને ગળામાં મંગલસુત્ર પણ પહેર્યું હતું. આ ગુપ્ત રીતે પરણેલા યુગલે 10 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરીને ઘોષણા કરી હતી. જેના કેપ્શનમાં પૂનમે લખ્યું હતું–હું તમારી સાથે સાત જન્મોની અપેક્ષા કરું છું. પરંતુ અફસોસ કે 7 દિવસમાં જ મામલો ડખે ચડતો નજરે પડી રહ્યો છે.

પૂનમ પાંડેની ધરપકડની પણ અફવા ઉડી હતી

image source

આ જ વર્ષે મે મહિનામાં સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી પૂનમ પાંડે તેના બોયફ્રેન્ડ સાથે લોકડાઉનના સમયમાં કાર લઈને નિયમો તોડી મરીન ડ્રાઈવ પર ફરવા ગઈ હતી અને પોલીસે આ ગુનામાં તેની ધરપકડ કરી હતી. હવે પૂનમ પાંડેએ વીડિયો શેર કરી તેની ધરપકડના સમાચારો પર ખુલાસો આપ્યો હતો. આ વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, આ એક મોટી અફવા છે એમાં કોઈ જ સત્ય હકીકત નથી. પૂનમ વીડિયોમાં કહી રહી છે કે, ‘મેં ગઈરાત્રે ઘણી બધી ફિલ્મો જોઈ હતી. મેં ત્રણ બેક-ટૂ-બેક મૂવીઝ જોઈ, જે ખૂબ આનંદદાયક હતી. મારી ધરપકડ કરવામાં આવી હતી એવું મને જાણવા મળ્યું અને મને લોકો ગઈ રાતથી જ ફોન કરતા હતા.

image source

આગળ પૂનમે વાત કરી હતી કે, ત્યારબાદ મેં પણ આ સમાચાર જોયા હતા. મહેરબાની કરીને, મારા વિશે આવી વાતો ન ફેલાવો. હું ઘરે છું અને બરાબર છું. બધાને મારા તરફથી પ્રેમ. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ રવિવારે પૂનમ પાંડેની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને તેની BMW કાર પણ કબજે કરી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પૂનમ અને તેના બોયફ્રેન્ડ સૈમ અહમદની રવિવારે સાંજે મુંબઈ પોલીસ દ્વારા મરીન ડ્રાઇવથી ધરપકડ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "હાય રે પૂનમના માઠા નસીબ, લગ્નના સાત દિવસમાં જ પતિએ અસલી રંગ બતાવ્યો, માર માર્યો અને કર્યું અણધાર્યું કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel