IPLમાં હૈદરાબાદ સામે જીતીને કોહલી સેનાએ કરી ભરપુર આનંદ સાથે ઉજવણી, વીડિયોમાં જુઓ કોણે કેવા નખરાં કર્યાં
આઈપીએલ 2020 હવે જોરદાર રીતે શરૂ થઈ ગયો છે અને ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ઓડિયન્સ વિના જ આ મેચ રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલમાં જીતની વિજયી શરૂઆત કરી હતી. તેણે એસઆરએચને 10 રનથી હરાવ્યું હતું.

મેચનો હીરો યુઝવેન્દ્ર ચહલ હતો, તેણે 4 ઓવરમાં 18 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. મેચ બાદ વિરાટ કોહલી એન્ડ સાથીમિત્રોએ જોરદાર ઉજવણી કરી. મેચ બાદ આરસીબીના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં મસ્તી કરી અને ઘણા રહસ્યો ખોલ્યાવ હતો. વિરાટ કોહલી શર્ટ કાઢીને જોવા મળ્યો હતો. તે ખેલાડીઓને અભિનંદન આપતો જોવા મળ્યો હતો. આ વીડિયો હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ચારેકોર એની જ ચર્ચા થઈ રહી છે.
વિરાટ કોહલી આવતાની સાથે જ પોતાની ટી-શર્ટ કાઢી નાખે છે
વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ ગ્રાઉન્ડ છોડીને જ ડ્રેસિંગ રૂમમાં પહોંચે છે. વિરાટ કોહલી આવતાની સાથે જ પોતાની ટી-શર્ટ કાઢી નાખે છે અને ખેલાડીઓને જીતવા બદલ અભિનંદન આપતો જોવા મળે છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલને પૂછવામાં આવ્યું કે ગ્રાઉન્ડમાં તેની રણનીતિ શું છે, ત્યારે તેણે કહ્યું કે વિરાટ કોહલીએ તેમને ગૂગલી બોલિંગ કરવાનું કહ્યું હતું. તેણે તે જ કર્યું અને જોની બેરસ્ટોને બોલ્ડ કર્યો, જે શાનદાર બેટિંગ કરી રહ્યો હતોળ એને તરત જ વિકેટ ખેડવી નાંખી.
વિરાટ કોહલી જ્યારે જમતો જોવા મળ્યો ત્યારે ખેલાડીઓ કરતાં હતા આવું
વિજયી શરૂઆતથી ખેલાડીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિરાટ કોહલી જ્યારે જમતો જોવા મળ્યો ત્યારે બાકીના ખેલાડીઓ આરામ કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુવાન ખેલાડી દેવદત્ત અને એબી ડી વિલિયર્સની અડધી સદી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) એ સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.
આ રીતે ઈનિંગ્સ રમી અને 10 રનથી કોહલી ટીમે જીત મેળવી

આઈપીએલમાં તેની પહેલી મેચ રમતા પડિક્કલે 42 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા જ્યારે ડી વિલિયર્સે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા હતા. આ ઇનિંગ્સની શરૂઆતમાં અને ઇનિંગ્સના અંતમાં રમાયેલી આ ઈનિંગ્સમાં આરસીબીએ પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ પાંચ વિકેટે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

જોની બેરસ્ટો ( 43 બોલમાં 61 રન, છ ચોગ્ગા, બે છગ્ગા) અને મનીષ પાંડે (33 બોલમાં 34 રન, ત્રણ ચોગ્ગા, એક છગ્ગો) ની બીજી વિકેટ માટે 71 રન બનાવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "IPLમાં હૈદરાબાદ સામે જીતીને કોહલી સેનાએ કરી ભરપુર આનંદ સાથે ઉજવણી, વીડિયોમાં જુઓ કોણે કેવા નખરાં કર્યાં"
ટિપ્પણી પોસ્ટ કરો