વાંચો નિખિલ કામથની સ્કૂલ ડ્રોપઆઉટ ટુ બિલિયોનેર સફર વિષે, આ સકસેસ સ્ટોરી વાંચીને તમે પણ આ રીતે બની શકો છો લાખોપતિ
ચેસ માટે છોડ્યું ભણતર અને પછી એક જ નિર્ણયથી ખડું કરી દીધું અબજો ડોલરનું સામ્રાજ્ય – જાણો નિખિલ કામથની સ્કૂલ ડ્રોપઆઉટ ટુ બિલિયોનેર સફર વિષે
છેલ્લા લગભગ એક દાયકાથી દેશમાં સ્ટાર્ટઅપનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. સામાન્ય રીતે એવો ખ્યાલ છે કે આપણા દેશમાં જેટલા પણ સ્ટાર્ટઅપ શરૂ કરવામા આવ્યા છે તેમાં મોટા ભાગના આઈઆઈટી કે પછી આઈઆઈએમમાં ડીગ્રી મેળવી ચુકેલાઓ જ કરે છે. પણ વાસ્તવમાં એવું જ હોવું જરૂરી નથી અને તે વાત પુરવાર કરી છે. એક સ્કૂલ ડ્રોઆઉટે, તમને જણાવી દઈએ કે ફેસબુકના ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, કે પછી એમેઝોનના જેફ બેજોઝ પણ એક સ્કૂલ કે કોલેજ ડ્રોપઆઉટ્સ જ છે. જેમણે આજે વિશ્વના સૌથી ધનાડ્ય લોકોમાં પોતાનુ સ્થાન મેળવી લીધું.
તાજેતરમાં જ હુરુનની એક યાદીબહાર પાડવામા આવી છે જેમા એક સ્ટાર્ટઅપના કે-ફાઉન્ડરનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. તેઓ પણ એક સ્કૂલ ડ્રોઆઉટ જ છે. જેમનું નામ છે નિખિલ કામથ. તેઓ ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ જિરોધાના કો-ફાઉન્ડર છે. વાસ્તવમાં તેમણે ભણવાનું કોઈ બિઝનેસ શરૂ કરવા માટે નહોતું છોડ્યું પણ ચેસ રમવા માટે છોડ્યું હતું.
સામાન્ય રીતે લોકો ઓછા અભ્યાસને એક નબળાઈ તરીકે જોતા હોય છે. પણ કામથ કહે છે કે તેમને ક્યારેય ફોર્મલ એજ્યુકેશનના અભાવની ખોટ પોતા જીવનમાં નથી સાલી. તેમણે તે વખતે અભ્યાસમાં મન પરોવવાની જગ્યાએ ચેસ તેમજ શેરબજારમાં રસ લીધો જેના પરિણામ સારા આવ્યા.
તેમણે 2011માં પોતાના મોટા ભાઈ નિતિન સાથે જિરોધાની શરૂઆત કરી હતી. અને દસ વર્ષની અંદર જ તેમની બ્રોકરેજ પેઢી દેશની સૌથી મોટી પેઢી બની ગઈ.
નિખિલ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે કે તેમને નાનપણથી જ ચેસ રમવાનો ખૂબ શોખ હતો. અને ખૂબ જ નાની ઉંમરે તેઓ પ્રોફેશનલ ચેસ પણ રમવા લાગ્યા હતા. 2002માં તેમણે અંડર 16માં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિત્વ પણ કર્યું હતું. અને તે વખતે તેમણે ચેસમાં જ કેરિયર બનાવવા માટે અભ્યાસ છોડ્યો હતો. અને ચેસમાં તેમનો દેખાવ ખૂબજ સારો હોવાથી તેમના પિતા કે જેઓ એક બેંકમાં અધિકારી હતા અને તેમના માતાએ તેમના આ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો.
જો કે તેઓ એ વાત માને છે કે ફોર્મલ એજ્યુકેશનનું ખૂબ મહત્ત્વ રહેલું છે તેમાં કોઈ જ શંકા નથી. પણ શાળા છોડ્યા બાદ તેમનામા એક અનોખું પરિવર્તન આવ્યું. તેમણે પોતાના રુચિના વિષયોનું ખૂબ વાંચન કર્યું. પોતાના મિત્રોને શાળાએ જતાં જોઈ તેમને પણ શાળાએ જવાનું મન થતું પણ તેમને વાંચનમાં વધારે રસ પડ્યો અને તેમણે ઘણાબધા પુસ્તકો વાંચી લીધા.
અને તે દરમિયાન જ નિખિલને શેરબજારમાં ટ્રેડિંગનો પણ રસ જાગ્યો. અને પુસ્તકો વાંચવાની સાથેસાથે તેમણે શેરબજારમાં ટ્રેડિંગ પણ શરૂ કરી દીધું. ધીમે ધીમે તેમનું ટ્રેડિંગ વધવા લાગ્યું. અને આ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે તેઓ પોતાના ટ્રેડિંગ બ્રોકરને બ્રોકરેજના ઘણા બધા પૈસા ચૂકવી રહ્યા હતા. અને આ બ્રોકરેજ બચી જાય અને બીજાના હાથમાં ન જાય તે માટે નિખિલે જીરોધાની શરૂઆત કરી અને ધીમે ધીમે તેમની સૂજના કારણે જીરોધાએ એક મોટી કંપનીનું સ્વરૂપ ધારણ કરી લીધું.
કામથ માટે શેરબજાર એ તેમના રસનો વિષય છે અને તેમાં નિપુણ થવા માટે તેમને કોઈ ડીગ્રી લેવાની જરૂર નથી પડી. અને ટ્રેડીંગ કરવા માટે તેમને કોઈ લાયસન્સ લેવાની પણ જરૂર નથી. તે વળી શેરબજારમાં મોટો ધંધો કરવા માટે કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર નથી હોતી અને શેરબજારના આ જ ગુણોનો તેમણે લાભ ઉઠાવ્યો.
ચેસ જેવું જ છે શેરબજાર
કામથ પોતાના અનુભવોના આધારે જણાવે છે કે ચેસની રમતની જેમ જ શેરબજારનું પણ છે. તે બન્નેમાં ઘણી બધી સામ્યતાઓ રહેલી છે. અને બની શકે કે ચેસમાં સારા હોવાથી તેઓ શેરબાજરમાં પણ સારો દેખાવ કરી શક્યા. ચેસમાં બુદ્ધિચાતુર્યની પુષ્કળ જરૂર હોય છે તેમાં તમારી મેમરી સારી હોવી પણ ખૂબ જરૂરી છે. ચેસમાં તમારે આખી ગેમ યાદ રાખવાની છે અને ચોક્કસ નિયમોનું પાલન કરવાનું હોય છે જ્યારે શેરબજારમાં પણ લગભગ તેવું જ હોય છે અને તે પણ એક પ્રકારની બુદ્ધિચાતુર્ય માગી લેતી રમત જ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વાંચો નિખિલ કામથની સ્કૂલ ડ્રોપઆઉટ ટુ બિલિયોનેર સફર વિષે, આ સકસેસ સ્ટોરી વાંચીને તમે પણ આ રીતે બની શકો છો લાખોપતિ"
ટિપ્પણી પોસ્ટ કરો