કોરોના કાળમાં ખાસ ઘરે બેઠા જોજો ભારતના આ સ્કોટલેન્ડની આહલાદક તસવીરો, મુડ થઇ જશે એકદમ ફ્રેશ
કર્ણાટકમાં આવેલ કુર્ગ એક સુંદર હિલ સ્ટેશન છે. અહીં વરસાદને કારણે વાતાવરણમાં તાજગીભરી હરિયાળી છવાઈ જાય છે જેથી અહીંનું કુદરતી સૌંદર્ય કોઈ યુરોપીયન હિલ સ્ટેશન જેવું જ લાગે છે. અહીંના મનમોહક કુદરતી નજરાઓને કારણે કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં અહીં સમય વિતાવવો ખરેખર યાદગાર બની જાય છે. જો તમે પણ કોઈ હિલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો કુર્ગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

કુર્ગ અસલમાં કર્ણાટક રાજ્યના પશ્ચિમી ઘાટની પહાડીઓ પર વસેલું એક ખુબસુરત હિલ સ્ટેશન અને ખુબસુરત ટુરિસ્ટ પોઇન્ટ છે. અહીં ભારતના સહેલાણીઓની સાથે સાથે વિદેશી પર્યટકો પણ આવતા હોય છે. ખાસ કરીને યુવા પેઢીને આ જગ્યા બહુ પસંદ પડે છે કારણ કે અહીં તમે ટ્રેકિંગ, ફિશિંગ અને વાઈટ વોટર રાફટિંગ જેવી આઉટડોર એક્ટિવિટી પણ કરી શકો છો.

કુર્ગની સૌથી ખાસ વાત એ છે કે આ જગ્યા ઓછી વસ્તી ધરાવે છે જેથી અહીં પહોંચીને તમને રોજબરોજના ભાગદોડ વાળા અને ટેંશનથી ભરેલા જીવનમાં માનસિક શાંતિ અને પ્રકૃતિ સાથે સમય ગાળવાનો લ્હાવો મળશે. પોતાના ઘર પરિવારના સભ્યો સાથે રજા ગાળવા માટે આ સ્થાન સારું છે. કુર્ગ જવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો હોય છે.

વળી, કુર્ગ ભારતના સૌથી વધુ વરસાદ વાળા શહેરો પૈકી પણ એક છે. એ સિવાય અહીં ભારતમાં સૌથી વધુ કોફી ઉગાડવામાં આવે છે. કુદરતી લીલીછમ હરિયાળી વચ્ચે ગરમ ગરમ ફ્રેશ કોફી પીવાનો યાદગાર અનુભવ પણ તમે અહીં માણી શકશો. કોફી સિવાય અહીં ચા ના અને સંતરાના બગીચા પણ જોવા મળે છે.

કુર્ગમાં ફરવા માટે અનેક સ્થાનો પણ છે જેમ કે તાલકાવેરી, નિસર્ગધામ, ઇરુપ્પુ વોટર ફોલ, ભલમંદલા, દુબેરે, અબ્બે વોટર ફોલ અનવ નાગરહોલ નેશનલ પાર્ક વગેરે. અહીં ટ્રેકિંગ માટે પુષ્પગિરી અને બ્રહ્મગિરી બહુ પ્રસિદ્ધ છે.

કુર્ગ તમે હવાઈ યાત્રા, રેલમાર્ગ અને રોડમાર્ગ એમ ત્રણેય રીતે પહોંચી શકો છો. જો તમે હવાઈ યાત્રા કરવા માંગતા હોય તો અહીંથી 160 કિલોમીટરના અંતરે મંગલોર એરપોર્ટ છે અને બીજું એરપોર્ટ બંગલુરુંનું છે જે અહીંથી 265 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે ટ્રેન દ્વારા જવા ઇચ્છતા હોય તો કર્ણાટકનું મૈસુર રેલવે સ્ટેશન અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. તમે મૈસુર સુધી ટ્રેનમાં આવી ત્યાંથી ખાનગી વાહનમાં અહીં પહોંચી શકો છો. મૈસુર રેલવે સ્ટેશન અહીંથી લગભગ 95 કિલોમીટરના અંતરે આવેલું છે. બંગલુરુંથી તમે અહીં પોતે વાહન હંકારીને કે બસ દ્વારા પણ આવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોના કાળમાં ખાસ ઘરે બેઠા જોજો ભારતના આ સ્કોટલેન્ડની આહલાદક તસવીરો, મુડ થઇ જશે એકદમ ફ્રેશ"
ટિપ્પણી પોસ્ટ કરો