જાણો તો ખરા એવું તો શું આ મૃતદેહમાં જેને છેલ્લા 96 વર્ષથી સાચવીને રખાયો છે, જાણો કોનો છે આ મૃતદેહ અને કઈ રીતે રાખવામાં આવે છે તેની સંભાળ

રશિયન ક્રાંતિના સૌથી મોટા ચેહરા વ્લામીદીર લેનિનની આગેવાનીમાં જ રશિયા જાર શાસનથી આઝાદ થયું હતું અને તેના નેતૃત્વમાં રશિયન ક્રાંતિ બાદ વર્ષ 1922 માં સોવિયત સંઘની સ્થાપના થઇ અને ત્યારબાદ તે વિશ્વની મહાસત્તા પણ ગણાયું. પરંતુ શું તમે એ જાણો છો કે 96 વર્ષ પહેલા મૃત્યુ પામી ચૂકેલા વ્લામીદીર લેનિનનો મૃતદેહ હજુ પણ રશિયામાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે વર્ષો બાદ પણ લેનિનનું એ મૃત શરીર વધુ તંદુરસ્ત થઇ રહ્યું છે.

image source

લેનિનના અવસાન બાદ અત્યારસુધી અનેક પેઢીઓ વીતી હતી છે તેમ છતાં તેના મૃતદેહને સારી રીતે સાચવી રાખવા માટે રશિયન વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે. જેના કારણે હાલના દિવસોમાં લેનિનનો મૃતદેહ માત્ર દેખાવમાં જ સારો નથી લાગી રહ્યો પણ તેમાં તાજગી પણ દેખાઈ રહી છે. તેના મૃતદેહને જોઈએ એક વખત તો એમ જ લાગે કે લેનિનનું મૃત્યુ નથી થયું પણ તેઓ જીવિત જ છે.

image source

કહેવાય છે કે માસ્કોમાં એક ઇન્સ્ટ્યુટ છે જે બાયો કેમિકલ પદ્ધતિથી વ્લામીદીર લેનિનના મૃતદેહને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. આ ઇન્સ્ટ્યુટમાં પાંચથી છ લોકોનું એક કોર ગ્રુપ છે જે આ કામ જ કરે છે જેમાં એંટોમિસ્ટ એટલે કે શરીરની આંતરિક સંરચનાના નિષ્ણાત અને સર્જન સાથે બાયોકેમિસ્ટ પણ શામેલ છે. આ ગ્રુપની જવાબદારી એટલી જ હોય છે કે તેઓ વ્લામીદીર લેનિનના મૃતદેહને સુરક્ષિત રાખે.

image source

લેનિનના મૃતદેહ પણ કામ કરી રહેલા નિષ્ણાંતોએ એ ધ્યાન રાખવું જરૂરી હોય છે કે લેનિનના સંરક્ષિત મૃતદેહનું ફિઝિકલ ફોર્મ સારું રહે, તેનો લુક, આકાર, વજન, રંગ અને અંગોની ફ્લેક્સિબિલિટી યથાવત રહે. તેના માટે નિષ્ણાંતો ક્કાસીબાયોલોજીકલ સાયન્સનો ઉપયોગ કરે છે જે અન્ય મૃતદેહ લેપનની પદ્ધતિથી લેગ છે. આ પદ્ધતિના કામકાજ દરમિયાન નિષ્ણાંતો ક્યારેક શરીરના અમુક ભાગની ત્વચા પ્લાસ્ટિક કે અન્ય પદાર્થોથી બદલે પણ છે જેથી મૃતદેહમાં જુના સમયથી બદલાવ થયેલો લાગે.

image source

વ્લામીદીર લેનિનના મૃત્યુના ત્રણ મહિના પહેલા વર્ષ 1923 માં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી અને તેમાં એ નક્કી કરવામાં આવનાર હતું કે લેનિનના અવસાન બાદ તેના મૃતદેહને લઈને શું રણનીતિ હશે. ઇતિહાસકારોના મતે સત્તા પર આવેલા જોજેફ સ્ટાલિનનો પ્રસ્તાવ હતો કે લેનિનના મૃતદેહને આવનારી પેઢીઓ માટે સંરક્ષિત રાખવામાં આવે.

image source

જો કે સોવિયત સંઘ અને રશિયાના વિજ્ઞાનની પદ્ધતિઓને કારણે આ મૃતદેહની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેની ત્વચામાં પણ બદલાવ કરવામાં આવે છે જેથી મૃતદેહની ચમક અને તાજગી ક્યાંય વધી ચુકી છે. વ્લામીદીર લેનિનના મૃતદેહને સુરક્ષિત રાખવા માટે દર વર્ષે બહુ મોટી રકમ પણ ખર્ચ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો તો ખરા એવું તો શું આ મૃતદેહમાં જેને છેલ્લા 96 વર્ષથી સાચવીને રખાયો છે, જાણો કોનો છે આ મૃતદેહ અને કઈ રીતે રાખવામાં આવે છે તેની સંભાળ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel