મનફાવે એવી દવા લેનારા ચેતજો, આ વિસ્તારમાં ફાટી નીકળ્યો રોગચાળો, બાળકોના શરીર પર ઉગ્યા મોટા-મોટા વાળ

હાલમાં કોરોના સામે વિશ્વ આખું જજુમી રહ્યું છે, તો એકતરફ ડોક્ટરો પણ આ રોગની દવા અને રસી માટે દિવસ રાત એક કરીને મહેનત કરી રહ્યા છે.કારણ કે દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. કારણ કે વિજ્ઞાનના ઝડપી વિકાસ સાથે દરરોજ એકથી એક મોટી બીમારીઓ બહાર આવી રહી છે. આવ જ એક સમાચાર પ્રખ્યાત ટેનિસ ખેલાડી રફેલ નડાલના દેશ સ્પેન તરફથી આવી રહ્યા છે, જેના વિશે સાંભળીને તમે ચોકી જશો. દૂષિત દવા પીધા પછી સ્પેનના કોસ્ટા ડેલ સોલમા ૧૬ બાળકોમા ‘વેયરવોલ્ફ સિન્ડ્રોમ’ વિકસિત થયો છે. કારણ કે જેમ સિક્કાની બે બાજુ છે એમ દવામાં પણ જો ધ્યાન ન રાખવામાં આવે તો પરેશાન થઈ જઈએ છીએ

સિડ્રોમનો ભોગ બનેલા લોકોના આખા શરીર પર જામમત જેવા જ મોટા મોટા વાળ ઉગે

imae source

આ વખતે આ દવાના કારણે શરીર ઉપર વરુના શરીર પર હોય તેવા મોટા મોટા વાળ ઉગી આવે છે. આ ‘ વેયરવોલ્ફ સિંડ્રોમ ‘ શું છે અને તેના આપણા શરીર પર શું અસર પાડે છે એ વિશે જ્યારે દુનિયાને ખબર પડી તો બધા ચોંકી ગયા હતા. તમે રામાયણમા જામવંતનુ નામ સાંભળ્યુ જ હશે. રામ-રાવણ યુદ્ધમા જામવંત દ્વારા રામ ભગવાનને મદદ કરવામા આવી હતી. જામમંતના આખા શરીર ઉપર જેવા વાળ હતા. સિડ્રોમનો ભોગ બનેલા લોકોના આખા શરીર પર જામમત જેવા જ મોટા મોટા વાળ ઉગે છે. અથવા તમે કહી શકો કે વાળ માણસના શરીર પર વરુની જેવા ઉગે છે. પછી માણસ કેવું દેખાઈ એની તમે કલ્પના કરી શકો છો

સ્પેનિશ એજન્સી ફોર મેડિસીન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સે આના માટે કડક પગલા લીધા છે

image source

બન્યું એવું કે એ વિસ્તારમાં એસિડ બનતું અટકાવવા અને અપચાની સારવાર માટે દૂષિત દવા આપવામા આવી હતી. એમ કહેવામા આવી રહ્યુ છે કે બગડેલી ઓમેપ્રોઝોલ દવા અસરગ્રસ્ત બાળકોને એસિડ બનતા અટકાવવા અને અપચાની સારવાર માટે આપવામા આવી હતી. સ્પેનિશ એજન્સી ફોર મેડિસીન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સે આના માટે કડક પગલા લીધા છે. નાના માસૂમ બાળક આ રોગનો ભોગ બન્યા બાદ સ્પેનિશ એજન્સી ફોર મેડિસિન અને હેલ્થ પ્રોડક્ટ્સે આ માટે આરોપી કંપની સામે કડક કાર્યવાહી કરી છે. એજન્સીએ મલાગા સ્થિત કંપનીના અનેક બેચો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં ગુજરાતમાં પણ કોરોનાની સારવારના નામે એક ખોટી દવા લોકોને પધરાવવામાં આવી રહી છે કે જે આડઅસર કરી શકે છે. તમારે આ દવા વિશે પણ માહિતી રાખવી જોઈએ જેથી ભોગ ન બનો.

ગુજરાતમાં Virus Shut Out નામની પ્રૉજેક્ટ બજારમાં ધૂમ મચાવી રહી છે

image source

કોરોના સામે રક્ષણ આપતી હોવાનો દાવો કરીને હાલના સમયમાં ગુજરાતમાં Virus Shut Out નામની પ્રૉજેક્ટ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ પ્રોડક્ટનું વેચાણ આસમાને છે. પરતુ મોટી નવાઈની વાત એ છે કે જ્યારે આ પ્રોડક્ટ મામલે અમદાવાદના નિષ્ણાત ડૉક્ટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે આવી પ્રૉડક્ટથી દૂર જ રહેવાની સલાહ આપી હતી. તેમના કહેવા પ્રમાણે આવી પ્રૉડક્ટ ફેંફસાની બીમારી નોતરી શકે છે.

image source

ઓનલાઈન મળતી આ પ્રૉડક્ટ અંગે દાવો કરવામાં આવ્યો છે કે તે અલગ-અલગ પ્રકારના વાયરસને લોકોથી દૂર રાખી શકે છે. આ પ્રૉડક્ટને ગળામાં પહેરવાની હોય છે. જેમાં એક પાઉચની અંદરથી અંદરથી જુદા જુદા પ્રકારના કેમિકલ છૂટે છે. ડોક્ટરે કહ્યું કે, કોરોનાથી બચવા માટે લોકોને આ પ્રૉડક્ટ ઉપયોગ કરવા માટે કંપનીઓ તરફથી કહેવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા કે ભારત સરકાર આ પ્રકારની પ્રૉડક્ટનો ઉપયોગ કરવાનું ન કહે ત્યાં સુધી આવી પ્રૉડક્ટ ખરીદવી ન જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "મનફાવે એવી દવા લેનારા ચેતજો, આ વિસ્તારમાં ફાટી નીકળ્યો રોગચાળો, બાળકોના શરીર પર ઉગ્યા મોટા-મોટા વાળ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel