મથુરા કોર્ટમાં દાખલ કરાયો કૃષ્ણ જન્મભૂમિ કેસ, આ માંગણીઓને અપાયું ખાસ મહત્વ

ઉત્તર પ્રદેશના રામનગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. દરમિયાન મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરનો કેસ પણ સ્થાનિક અદાલતમાં પહોંચ્યો છે. આ અંગે એક સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમા 13.37 એકર જમીન પર દાવો કરી માલિકીની માંગ કરવામાં આવી છે તથા શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરી છે. જોકે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવનું કહેવુ છે કે તેમનો એક કેસ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને અરજી દાખલ કરી છે. તેમા જમીનને લઈ વર્ષ 1968ની સમજૂતીને ખોટી ગણાવી હતી. આ કેસ ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન, કટરાકેશવ દેવ ખેવટ, મૌજા મથુરા બજાર શહેર તરફથી વકીલ રંજના અગ્નિહોત્રી તથા 6 અન્ય ભક્તોએ અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો- જે જગ્યા પર મસ્જિદ ઉભી છે તે હકીકતમાં મૂળ કારાવાસ છે

image source

પૂજા સ્થળ અધિનિયમ 1991 અવરોધક છે. આ અધિનિયમ પ્રમાણે, 15 ઓગસ્ટ, 1947 ના રોજ જે સમુદાયનું જે ધાર્મિક સ્થળ હતું તે જ રહેશે. આ અધિનિયમ હેઠળ માત્ર રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે 9 (November) નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા અંગેનો ચુકાદો આપતાં આવા કિસ્સાઓમાં કાશી મથુરા સહિત દેશમાં નવા મુકદ્દમા માટેનો દરવાજો બંધ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતો (historical) ઐતિહાસિક ભૂલો સુધારી શકતી નથી.વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈનના જણાવ્યા પ્રમાણે અરજીમાં અતિક્રમણને હટાવવા તથા મસ્જિદને હટાવવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ કેસમાં Place of worship Act 1991નો અવરોધ છે. આ ધારા હેઠળ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને મંજૂરી આપી હતી.

અરજીથી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસને કોઈ લેવા દેવા નથી

image source

બીજી બાજુ શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન ટ્રસ્ટ (શ્રીકૃષ્ણ જન્મભૂમિક ન્ય>સ)ના સચિવ કપિલ શર્માએ કહ્યું કે ટ્રસ્ટ સાથે આ અરજી અથવા તેની સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ લેવા-દેવા નથી. આ લોકોએ તેમની તરફથી અરજી દાખલ કરી છે. અમારે તેને લઈ કોઈ લેવાદેવા નથી.

image source

હકીકતમાં હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈન હિન્દુ મહાસભાના વકીલ રહ્યા છે અને તેમણે રામજન્મભૂમિ કેસમાં હિન્દુ હાસભા તરફથી વકીલાત કરતા હતા, જ્યારે રંજના અગ્નિહોત્રી લખનઉમાં વકીલ છે. એવુ માનવામાં આવે છે કે જે પ્રકારે રામ મંદિર કેસમાં નેક્સ્ટ ટુ રામલલા વિરાજમાન કેસ બનાવી કેસ બનાવી કોર્ટમાં વકીલાત કરી હતી તે રીતે હવે ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન સ્વરૂપમાં અરજી દાખલ કરવામાં આવી છે.

વર્ષ 1968 સમજૂતી શુ છે?

image source

વર્ષ 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવીને નક્કી કરવામાં આવ્યુ કે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ થશે અને ટ્રસ્ટ તેનું સંચાલન કરશે. ત્યારબાદ વર્ષ 1958માં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંઘ નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. કાયદાકીય રીતે આ સંસ્થા જમીન પર માલિકી હક ધરાવતી ન હતી. પણ તેણે ટ્રસ્ટ માટે નક્કી કરવામાં આવેલી તમામ ભૂમિકા ભજવવાની શરૂઆત કરી.

image source

આ સંસ્થાએ વર્ષ 1964માં સંપૂર્ણ જમીન પર નિયંત્રણ માટે એક સિવિલ કેસ દાખલ કર્યો, પણ વર્ષ 1968માં તેણે મુસ્લિમ પક્ષ સાથે સમજૂતી કરી લીધી હતી. આ સમજૂતી અંતર્ગત મુસ્લિમ પક્ષે મંદિર માટે પોતાના કબ્જાની કેટલીક જમીન છોડી દીધી અને તેમને (મુસ્લિમ પક્ષને) તેમના બદલામાં નજીકની જગ્યા આપી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "મથુરા કોર્ટમાં દાખલ કરાયો કૃષ્ણ જન્મભૂમિ કેસ, આ માંગણીઓને અપાયું ખાસ મહત્વ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel