આ હોટલમાં હનીમુન મનાવવા માટે આવતા કપલ્સ માટે લાખો કમાવવા માટેની તક..
હનીમુન મનાવવા જવાનો પ્લાન કરી રહેલ કપલને આપી રહી છે અંદાજીત ૭૦ લાખ રૂપિયા, આ કપલે ફક્ત પૂરી કરવાની રહેશે એક જ શરત..
છેલ્લા થોડાક વર્ષોથી નવયુવાનોમાં લગ્ન થઈ ગયા પછી હનીમુન મનાવવા જવાનો ટ્રેંડ ખુબ ઝડપથી વધી રહ્યો છે. હાલના ઓનલાઈનના સમયમાં હનીમુન પ્લાન્સમાં ઓફર્સ અને કુપન્સ પણ સામેલ થઈ ગયા છે. આજના સ્પર્ધાત્મક સમયમાં હનીમુન મનાવવા માટે જતા કપલમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે તેના કરતા પણ વધારે ઉત્સાહિત અત્યારના હોટલ્સના માલિકો અને ટ્રાવેલ્સ એજન્સી વાળા હોય છે.

હોટેલ્સ વાળા મહેમાનોને પોતાની હોટેલ તરફ આકર્ષિત કરવા માટે અલગ અલગ પ્રકારની ઓફર્સ તૈયાર કરી રહ્યા છે. દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણની મહામારી ચાલી રહી હોવાના લીધે દરેક વ્યક્તિ પોતાના ધંધા- રોજગાર વધારવા માટે હોટલ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા નવા પ્લાન અને ઓફર્સ લાવી રહી છે. આજે અમે આપને એક એવી હોટલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાની હોટલ તરફ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એક એવો પ્લાન રજુ કર્યો છે જેને જાણીને આપ આશ્ચર્યચકિત થઈ જશો. ચાલો જાણીએ આ હોટલ અને હોટલ દ્વારા રજુ કરવામાં આવેલ ઓફર વિષે…
આ હોટલમાં હનીમુન મનાવવા માટે આવતા કપલ્સ માટે રજુ કરી છે સ્પેશિયલ ડીલ.:

હનીમુન મનાવવા માટે આવતા કપલ્સ માટે સ્પેશિયલ ડીલની રજૂઆત કરનાર હોટલ ઈઝરાયલ દેશમાં આવેલ છે. જો આપ તેને મેળવશો તો આ હોટલ ના ફક્ત આપના હનીમુનનો ખર્ચ ઉઠાવશે, ઉપરાંત આપને ગિફ્ટ તરીકે ૭૦ લાખ રૂપિયા પણ આપવામાં આવશે. એના માટે આપે ફક્ત હોટલની એક શરત મુકવામાં આવી છે તેને પૂરી કરવાની રહેશે.
શું છે હોટલ દ્વારા રજુ કરવામાં આવેલ શરત.?

આ વાત તો સ્પષ્ટ છે કે, હવે આપ પણ હોટલન દ્વારા રજુ કરવામાં આવેલ શરત જાણવા માટે ખુબ જ ઉત્સુક થઈ ગયા હશો. હોટલ દ્વારા રજુ કરવામાં આવેલ શરત વિષે જણાવતા પહેલા આ હોટલ ક્યાં આવેલી છે અને તેનું શું નામ છે ચાલો જાણી લઈએ. આ હોટલ ઈઝરાયલ દેશની રાજધાની જેરૂશલેમમાં આવેલ છે અને આ હોટલનું નામ છે યેહુદા હોટલ. હવે જાણીશું યેહુદા હોટલ દ્વારા રજુ કરવામાં આવેલ શરત વિષે. હોટલ યેહુદા દ્વારા રજુ કરવામાં આવેલ શરત કઈક એવી છે કે, હનીમુન મનાવવા માટે આવેલ કપલમાં જે મહિલા આવેલ હોય છે તેણે હોટલ દ્વારા જણાવવામાં આવેલ તારીખના દિવસે ગર્ભવતી થવાનું રહેશે. જો આપ આમ કરવામાં સફળ થઈ જશો તો આપ આ ડીલને પ્રાપ્ત કરવાના હકદાર બની જશો.

હોટલ યેહુદા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ડોક્ટર આ વાતની પુષ્ટિ કરશે.
હોટલ યેહુદા દ્વારા એક ડોક્ટર આવશે. આ ડોક્ટર દ્વારા એ વાતની પુષ્ટિ કરશે કે, મહિલા પહેલાથી જ ગર્ભવતી નથીને? આ સાથે જ હોટલ યેહુદા આવ્યા પછી જે તારીખ નક્કી કરવામાં આવી છે તે તારીખના દિવસે જ મહિલા ગર્ભવતી થઈ છે કે નહી.

ક્લિન ચીટ મળી જવા પર આપને મળશે આ ઓફર.:
ડોક્ટર તરફથી ક્લિન ચીટ મળી ગયા પછી હોટલ યેહુદા આપની પુરેપુરી હનીમુન ટ્રીપનો ખર્ચ ઉઠાવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ હોટલમાં હનીમુન મનાવવા માટે આવતા કપલ્સ માટે લાખો કમાવવા માટેની તક.."
ટિપ્પણી પોસ્ટ કરો