5 મહિનાથી અટકેલી એસટી સેવા હવે થઈ જશે ધમધમતી
કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે એવી તમામ સેવાઓ બંધ કરવામાં આવી હતી જ્યાં એક સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય. હાલ અનલોકના તબક્કા ચાલે છે તેવામાં થોડી થોડી રાહત અને છૂટછાટ સરકાર આપી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા 5 મહિનાથી એસટી બસ દોડતી બંધ કરી દેવામાં આવી હતી. આમ કરવાનું કારણ હતું કોરોના વાયરસ, જો કે આવો જ એક તાલુકો છે રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકો જ્યાં છેલ્લા 5 મહિનાથી ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ બંધ હતી.

પરંતુ હવે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની એસટી બસો રાબેતા મુજબ દોડતી કરી દેવાનો નિર્ણય એસટી વિભાગે લીધો છે. હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં એસટી બસ શરુ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા બંધ જ હતી જે હવે કાર્યરત કરવામાં આવશે.

આ અંગે જાણવા મળ્યાનુસાર ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકલ રુટ પર રવિવારથી બસ દોડતી થઈ જશે. જો કે કોરોનાને લઈને ખાસ તકેદારી તો રાખવામાં આવશે જ. જેમકે મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવું, બસમાં ભીડ ન થાય તે વાતનું ધ્યાન રાખવું વગેરે. આ માટે તમામ ડેપોને થર્મલ ગન પણ ફાળવવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રવિવારે બપોરથી તમામ લોકલ ગ્રામ્ય રૂટો રાબેતા મુજબ શરૂ થઈ જશે.આ માટે 9 ડેપોને મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવા માટે થર્મલ ગનની ફાળવણી કરાઇ છે. આ તમામ રુટ પર બસો તેના પહેલાના સમય અનુસાર જ રાબેતા મુજબ ચાલુ થશે.

ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને નોકરી, ધંધા-રોજગાર માટે એસટી બસની સુવિધા મળવી ખૂબ જ જરૂરી છે. રવિવારથી ગોંડલ તાલુકાના 90 ટકા સુધીનું ગામડાઓમાં બસનું સંચાલન શ‚રૂ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "5 મહિનાથી અટકેલી એસટી સેવા હવે થઈ જશે ધમધમતી"
ટિપ્પણી પોસ્ટ કરો